Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાજુ કરપડાના રાજીનામા અંગે “આપ” ના પ્રદેશ સહમંત્રી દિનેશ બારીઆની પ્રતિક્રિયા
ગુજરાત

રાજુ કરપડાના રાજીનામા અંગે “આપ” ના પ્રદેશ સહમંત્રી દિનેશ બારીઆની પ્રતિક્રિયા

Rajeshkumar Jadav
Last updated: February 15, 2026 9:17 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
7 Min Read
SHARE

રાજુ કરપડાના રાજીનામા અંગે “આપ” ના પ્રદેશ સહમંત્રી દિનેશ બારીઆની પ્રતિક્રિયા 

કાર્યકર્તાઓનું યોગદાન ભૂલવું ના જોઈએ, ઘર વાપસી માટે નું વાતાવરણ બનાવી રાખવું જોઈએ: દિનેશ બારીઆ

કેપિટલ મેસેજ, ન્યુઝ

વર્ષોથી એકહથ્થુ શાસન ભોગવતી ભાજપ સરકાર સામે લોકોની નારાજગી વધી રહી છે. સરકાર તથા ભાજપની સામે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે અને કોંગ્રેસ વર્ષોથી નિષ્ફળ રહ્યું છે તેથી ગુજરાતની જનતાને હવે આમ આદમી પાર્ટી ઉપર આશા બંધાઈ છે તેથી આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે અને પાર્ટીને વધુ મજબૂત બનાવવા કાર્યકરો પોતાના કઠીન સમયમાં તન, મન, ધનથી યોગદાન આપી રહ્યા છે. ત્યારે પાર્ટીના દરેક કાર્યકર્તાઓનું યોગદાન ભૂલવું ના જોઈએ.

More Read

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું
રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ
સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬
શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે પ્રેરણાદાયી મુલાકાત

ગુજરાતમાં ૨૦૨૦ થી પાર્ટી સક્રિય ભૂમિકામાં આવી છે અને સરકાર બનાવવા તનતોડ મહેનત કરી રહી છે. બે વર્ષ જેટલી મહેનતનું પણ પાર્ટીને ઘણું સારું પરીણામ ગુજરાતમાં ૨૦૨૨ ની વિધાનસભામાં મળ્યું છે, વિધાનસભાની પાંચ બેઠકો મળી, ૪૫ લાખ જેટલા મતો મળ્યા, આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની આ પરીણામ રાજકારણમાં નાનું નથી. જો બે વર્ષની મહેનત ના અંતે આટલું સારું પરિણામ મળ્યું એ કોઈ વ્યક્તિ વિશેષ ના કારણે નહીં પરંતુ ગુજરાતની સ્થિતિના કારણે મળ્યું છે. ગુજરાતમાં લોકો વર્ષોથી બદલાવ, પરીવર્તન ઇચ્છે છે પરંતુ કોંગ્રેસ સિવાય બીજો કોઇ રાજકીય પક્ષ સક્રિય ભૂમિકામાં ના હોવાના કારણે અને કોંગ્રેસ ખુદ પોતાની નબળાઈઓને કારણે સરકાર બનાવવામાં નિષ્ફળ રહ્યું છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી લોકો માટે એક નવો વિકલ્પ બન્યો, લોકોની આશાઓ જાગી અને હજારો ક્રાન્તિકારી યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા અને પાર્ટીનું મજબૂત સંગઠન બનાવવા માટે પોતાના તન, મન અને ધનથી યોગદાન આપવા લાગ્યા છે ત્યારે હવે ગુજરાત આમ આદમી પાર્ટીએ કોઈ ભૂલ ના કરવી જોઈએ.‌ ખુબ સમજદારી સાથે અને સંયમિત રીતે આગળ વધવું જોઈએ.

પાર્ટીને મતદારોની સાથે સાથે નેતૃત્વ કરી શકે તેવું સંગઠન પણ બનાવવું પડે અને સાચવવું પડે. રાજકારણમાં મહત્વકાંક્ષી હોવું તે ખોટું નથી, મહત્વકાંક્ષી લોકો જ પરીવર્તન લાવી શકે તેથી આવા લોકોને આગળ લાવી, વધું પ્રોત્સાહન આપી તૈયાર કરવા જોઈએ.

પક્ષ,વ્યક્તિ કે નેતૃત્વ થી કોઇની કોઈ નારાજગી હોય તો તે રાજકારણમાં સ્વાભાવિક છે પરંતુ તેને સમયસર સાંભળવી, સમજવી અને યોગ્ય રીતે ઉકેલ લાવવો તે પણ પાર્ટીની જવાબદારીમાં આવે. પાર્ટી કે સરકાર ક્યારેય બે ચાર વ્યક્તિઓથી ના ચાલે તે માટે મોટી ફોજ તૈયાર કરવી પડે. લોકોને સક્ષમ કાર્યકર્તાઓ નજર સામે દેખાશે તો જ ભરોસો વધશે તેથી કાર્યકરોને વિશેષ જવાબદારી આપી તૈયાર કરવા જોઈએ.

More Read

ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..
ખેડૂત સશક્તિકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું…
અનુસૂચિત જાતિના નાગરિકોના આધારકાર્ડ સુધારણા માટે સરળ પ્રક્રિયાની માંગ
કલ્યાણમા – શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહને સ્મરણાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ….

છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો. પાર્ટીના મજબૂત, બાહોશ અને નિડર નેતા રાજુભાઈ કરપડા એ પાર્ટી માંથી રાજીનામું આપી દીધું આ ઘટના ગુજરાતના રાજકારણમાં અને આમ આદમી પાર્ટીના સંગઠનમાં સામાન્ય નથી. રાજીનામું આપવું એ કદાચ સામાન્ય કહી શકાય પરંતુ તે પછીનો વિવાદ, આક્ષેપ પ્રતિ આક્ષેપ જરાય સામાન્ય નથી.

દરેક વ્યક્તિનું યોગદાન ભૂલવું ના જોઈએ, કોઈ કાર્યકર્તાની કોઈ નારાજગી કે ગેર સમજ હોય તો તેને શક્ય તેટલી દુર કરવા પુરા પ્રયત્ન કરવા જોઈએ અને તેમ છતાં દુર ના કરી શકાય તેમ હોય તો બદનામ તો ના જ કરવા જોઈએ. આવા સમયે જ પરિપક્વ અનુભવો, વિચારો, નિવેદનો અને નિર્ણયોની જરૂર પડતી હોય છે. પોતાનો કાર્યકર નારાજ થઈ ને રાજીનામું ભલે આપે પરંતુ ફરીથી પાર્ટીમાં આવવા માટે ના દરવાજા હંમેશા ખુલ્લા રાખવા જોઈએ. ઉતાવળમાં કે પોતાની ભૂલ ના કારણે જો નિર્ણય લેવાયો હોય તો તે ખુશીથી પરત ઘર વાપસી કરે તેવું વાતાવરણ આપવું જોઈએ. રાજકારણમાં આવેલા વ્યક્તિઓ કોઈ દુધે ધોયેલા હોતા નથી એટલે આક્ષેપ પ્રતિ આક્ષેપ પુરા સત્ય કે અસત્ય હોતા નથી. કારણ વગર કાર્ય શક્ય નથી, આક્ષેપ પ્રતિ આક્ષેપોમાં મહ્દઅંશે સત્યતા છુપાયેલી હોય છે તેથી સંપૂર્ણ સાચો કોઇનો પણ પક્ષ કે આરોપ હોતો નથી.

રાજુભાઈ કરપડા જો કદાચ પોતાના ગંભીર ગુનાના કેસો દુર કરવા ભાજપમાં જતા પણ હોય તો પણ તેમને રાજીખુશીથી અને સ્વમાન ભેર મોકલવા જોઈએ આ પણ એક રાજનીતિ, કૂટનીતિ નો ભાગ બનાવવો જોઈએ. આ રીતે પણ આપના કાર્યકરનો માનસિક બોજ દુર થતો હોય તો તે જરાય અનુચિત નથી. જ્યારે બોજ દુર થઇ જાય ત્યારે પરત ઘર વાપસી કરવા વ્યક્તિ ચોક્કસ નિર્ણય લઇ શકે.

રાજકારણમાં સત્તા મેળવવા કે રહેવા રણનીતિ કૂટનીતિ ઉપર ખાસ્સો વિચાર કરવો પડે છે. પોતાના કાર્યકરને વિરોધ પક્ષમાં મોકલીને ઘણી બધી બાબતો પર મહત્વની જાણકારી મેળવી શકાય છે અને પોતાની ચાલને દિશા આપી શકાય આ પણ એક રણનીતિ નો ભાગ છે.

આસાનીથી કોઈ વ્યક્તિની પ્રતિભાને નજર અંદાજ ના કરી શકાય. લોકો નેતા બનાવે છે કોઈ પાર્ટી નહીં તેથી કોઈના આવવા અથવા જવાનો પ્રભાવ, ફરક ચોક્કસ પડે છે એટલે કાર્યકર્તાને સાચવવાની પ્રાથમિકતા રહેવી જોઈએ.

જનતા કોઇના પણ આક્ષેપ કે નિવેદનને પૂર્ણ સત્ય માની લેતી નથી એટલે ખોટા આક્ષેપ, નિવેદનો કે ખુલાસાથી જનતાના માનસમાં ખોટી છાપ ઉભી કરે છે તેથી મૌન રહીને માફ કરવું જ ઉચીત ગણાય.

More Read

લેખક: ડૉ. ધનરાજ કાંતિલાલ ઠક્કર (રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને આચાર્ય, શેઠ એમ.એન. હાઈસ્કૂલ – પાટણ)
શેઠ એમ. એન. હાઈસ્કૂલમાં શિક્ષક દિનની થઈ અનોખી ઉજવણી
પાટણમાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન બન્યો જનઆક્રોશનું કારણ, લોકો રસ્તા પર ઉતર્યા
રાધનપુર નગરપાલિકાની કથળેલી સ્થિતિ સામે કોંગ્રેસનો હલ્લાબોલ

આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ખુબ સારા નેતાઓ મળ્યા છે આજે આમ આદમી પાર્ટીનું એપી સેન્ટર ગુજરાત બન્યું છે. પ્રદેશ પ્રમુખ તરીકે ઇસુદાનભાઇ ગઢવી પરફેક્ટ મળ્યા છે તેઓનું વ્યક્તિત્વ, સ્વભાવ, સમજ અને સ્નેહ દરેક ને પ્રભાવિત કરે છે તેઓમાં પુરેપુરી ક્ષમતા છે.સમગ્ર ગુજરાતમાં તથા તમામ જાતિ સમાજના વર્ગમાં તેમની ચાહના છે. ગોપાલભાઈ ઇટાલિયા બુદ્ધિશાળી અને પ્રભાવશાળી નેતા છે. તેમનું ભાષણ લોકોને આકર્ષિત કરે છે. મુદ્દાઓની રજૂઆત કરવામાં સક્ષમ છે. ચૈતરભાઇ વસાવા લોકપ્રિય નેતા છે તેમનો પ્રભાવ આદિવાસી વિસ્તારમાં આજે આકાશને આંબે છે. આદિવાસી વિસ્તારમાં ઉગતો સૂરજ અને આશાનું કિરણ છે. મનોજભાઈ સોરઠીયા ગુજરાત આમ આદમી પાર્ટીનું મૂળ છે, સંગઠનને સંભાળવામાં સફળ છે સ્પષ્ટ અને તટસ્થ છે. સાગરભાઇ રબારી, બ્રિજરાજ સોલંકી, સામંત ગઢવી, પ્રવિણ રામ, યુવરાજસિંહ, રેશ્મા પટેલ, પાયલ સાકરિયા, રાકેશ હિરપરાજેવા અનેક કાર્યકરો લોકોમાં જાણિતા બન્યા છે તેમના મજબૂત અવાજ ઊર્જા જગાવે છે પરંતુ હજું પણ પાર્ટીને મજબૂત ટીમ બનાવવાની જરૂર છે. તેથી નાનામાં નાના કાર્યકરને પણ સાચવવો જોઈએ તથા પાર્ટીને છોડીને ગયેલા કાર્યકરોને પાછા લાવવા માટે સ્પેશિયલ ઓપરેશન કરવું જોઈએ. મતભેદ, મનભેદ, ઈગો, ઇર્ષ્યા, વ્યક્તિગત સ્વાર્થ જેવું બધું જ બાજુ પર મૂકીને ગુજરાતની જનતા અને આમ આદમી પાર્ટી માટે કરવું જોઈએ. બાકી ગુજરાતની જનતા ખુબ સમજદાર છે. નેતાઓની વાત, વર્તન, વિચાર અને વ્યવહાર ને સારી રીતે ઓળખી લે છે સમજી લે છે. છેલ્લે “જો જીતા વહી સિકંદર ” જીત નહીં તો કુછ નહીં….

દિનેશ બારીઆ

પ્રદેશ સહમંત્રી

આમ આદમી પાર્ટી ગુજરાત

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article મહાશિવરાત્રી ના પાવનપર્વ નિમિત્તે ધારપુર મેડિકલ કોલેજ એને હોસ્પિટલ ખાતે નિર્માણશીલ શ્રી સિધ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ ભસ્મ આરતી અને મહાપ્રસાદ નું આયોજન.
Next Article પી.પી.જી.એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ,પાટણ ખાતે ધોરણ 10/12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક આરોપી :- સંજયભાઇ બચુભાઇ ડામોર (પ્રજાજન) ઉ.વ.૩૦ રહે.કોટડા મહુડા ફળીયા તા.જી.દાહોદ ગુનો બન્યા તારીખ :- તા.૧૦/૦૯/૨૦૨૬ લાંચની માંગણીની રકમ :- રૂ.૫૦૦/- લાંચ સ્વીકારેલ રકમ :- રૂ.૫૦૦/- લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૫૦૦/- ગુનાનુ સ્થળ :- દાહોદ મામલતદાર કચેરીના બહારના ભાગે જાહેર રોડ ઉપર તા.જી.દાહોદ ગુનાની ટુંક વિગત :- આ કામના ફરીયાદીએ રેશનકાર્ડ વિભાજન કરવા માટે દાહોદ મામલતદાર કચેરી ખાતે અરજી કરેલ હતી. જે કામ કરી આપવા આક્ષેપિતે ફરીયાદીનો સંપર્ક કરી અગાઉ રૂ.૨૫૦૦/ – લઇ લીધેલ હતાં. ત્યારબાદ આક્ષેપિતે ફરીયાદીનું કામ નહી કરી આપી ફરીથી રૂ.૫૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી. ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર જાણ કરતા ફરીયાદની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનુ આયોજન કરેલ, જે લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે (પ્રજાજન) ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૫૦૦/- ની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુનો કરેલ છે. ટ્રેપીંગ અધિકારી :- એસ.એમ.પઠાણ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન દાહોદ તથા એ.સી.બી. સ્ટાફ દાહોદ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઈની ઉમા સોસાયટીમાં લીમડાના થડમાંથી દૂધ જેવી સફેદ ધાર વહેતાં લોકોમાં ભારે કુતૂહલ

ગુજરાત

૧૦ ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ; સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

ગુજરાત

ડભોઇમાં મીડિયાના અહેવાલની ધારદાર અસર

ગુજરાત

અકોટી બસ સ્ટેશન બન્યું બદહાલ: તંત્રની ઘોર ઉપેક્ષા

ગુજરાત

ડભોઇ ચીફ ઓફિસરની ખંભાત બદલી: ભાવભીની વિદાય

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video