એ.સી.બી. સફળ ટ્રેપ:
ફરીયાદી-એક જાગૃત નાગરીક

આક્ષેપીત નં.(૧) નીલેષભાઇ જગદિશચંદ્ર છાપીયા, રહે.ફલેટ નં.૨૧૬, બીજો માળ, ગુલાબબાગ એપાર્ટમેન્ટ, આર્યસમાજ રોડ, જામનગર (પ્રજાજન)
આક્ષેપીત નં.(૨) એમ.એન.જેઠવા, ઓડીટર ગ્રેડ-૧ (ન.જ.), સહકારી મંડળીઓ, જામનગર
આક્ષેપીત નં.(૩) દિગ્વીજયગીરી ભુપતગીરી ગોસાઇ, સબ-ઓડીટર (કુટીર), જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી, જામનગર
ટ્રેપ ની તા.૨૯/૦૭/૨૦૨૬
લાંચની માંગણીની રકમઃ- રૂા.૧૪,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમઃ- રૂા.૧૪,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમઃ-
ટ્રેપનું સ્થળઃ-
પો.ઇન્સ.ની ચેમ્બર, એ.સી.બી. પોલીસ સ્ટેશન, જામનગર
ટૂંક વિગત:-
આ કામના ફરીયાદીએ તેનુ નાંણા ધીરધારનુ (ફાયનાન્સ) લાયસન્સ રીન્યુ કરવા માટે જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી, જામનગરમાં અરજી કરેલ હોય, જે લાયસન્સ રીન્યુ કરી આપવા માટે ફરીયાદી પાસે આક્ષેપીત નં.(૧) નાઓએ આક્ષેપીત નં.(૨) તથા (૩) વતી રૂા.૧૪,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ અને ફરીયાદી આક્ષેપીત નં.(૨) ની કચેરી ખાતે રૂબરૂ મળતા આક્ષેપીત નં.(૨) નાઓએ લાંચની રકમ આક્ષેપીત નં.(૧) ને આપી દેવા જણાવેલ. બાદ ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આક્ષેપીત નં.(૧) એ હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ ગુગલ પે થી ઓનલાઇન પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપવા જણાવતા. આ કામના ફરીયાદીએ ગુગલ પે થી આક્ષેપીત નં.(૧) નાઓને રૂા.૧૪,૦૦૦/- ઓનલાઇન મોકલી આપેલ અને લાંચની રકમ મળી ગયેલ હોવા અંગેનુ મોબાઇલ ફોન ઉપર કન્ફોર્મેશન કરેલ અને આક્ષેપીત નં.(૧) નાઓએ આ કામના આક્ષેપીત નં.(૩) ને ફરીયાદી નુ લાયસન્સ રીન્યુુ કરી આપવાના અંગેનુ કન્ફોર્મેશન કરાવેલ હોય, આક્ષેપીત નં.(૨) તથા (૩) વતી લાંચની રકમ રૂા.૧૪,૦૦૦/- ફરીયાદી પાસેથી આક્ષેપીત નં.(૧) એ માંગી, સ્વીકારી ગુન્હાહીત ગેરવર્તણુક કરી ત્રણેય આક્ષેપીતોએ એકબીજાને મદદગારી કરી આરોપીઓએ પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી આક્ષેપીત નં.(૧) તથા (૩) ઝડપાઈ ગયેલ હોય અને આક્ષેપીત નં.(૨) નાઓ મળી આવેલ નથી. જેઓને પકડવાની તજવીજ ચાલુ છે.
ટ્રેપીંગ અધિકારી :
એ.આર.ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન જામનગર તથા જામનગર એ.સી.બી. સ્ટાફ
સુપરવિઝન અધિકારી :
જે.ડી.મેવાડા, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ.
ઇન્ચાર્જ અધિકારી :
બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટ.
