પાટણમાં ભગિની સમાજ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ…

કેપિટલ મેસેજ
Capital message
વર્તમાન સમયમાં પ્રદૂષણને કારણે અનેક રોગો ફેલાઈ આકસ્મિક મૃત્યુ પ્રમાણ વધ્યું છે. આવા સંજોગોમાં પર્યાવરણની જાળવણી એ આપણા સૌની પ્રાથમિક જવાબદારી છે. આ સંદર્ભે ભગીની સમાજ પાટણના મૂળભૂત બંધારણમાં જેમનો સવિશેષ પાયો રહ્યો છે તેવા જાણીતા ટેક્સ પ્રેકટીશનર શ્રી અશોકભાઈ દેસાઈના 75 માં જન્મદિવસ નિમિત્તે 75 વૃક્ષો બી. ડી. કોલેજ કેમ્પસ ખાતે રોપવામાં આવ્યા. આ નિમિત્તે બહેરા મૂંગા શાળામાં ચોકલેટ અને બિસ્કીટ નું વિતરણ પણ લ્યુંનાબેન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું .

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ડો.પારસભાઈ ખમાર ની પ્રેરણાથી બી.ડી. કોલેજના એન.એસ.એસ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લઈ 75 ખાડા ખોદવામાં આવ્યા . ખાડા ખોદવાનું મશીન જન નિધિ પાટણ તરફથી ફ્રીમાં આપવામાં આવ્યું . જેથી ઝડપથી ખાડા ખોદાઈ ગયા . વૃક્ષારોપણ કાર્યક્રમમાં કોલેજ કેમ્પસના ટ્રસ્ટી ડો. મંગળભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા . આ ઉપરાંત કોલેજનો તમામ સ્ટાફ, ભગિની સમાજના પ્રમુખ વાલીબેન પટેલ,મંત્રી ડો. લીલાબેન સ્વામી, કારોબારી મેમ્બર દીપિકાબેન શાહ અને ભગીની સમાજનો તમામ કર્મચારી સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા અને બધાએ વ્યક્તિગત વૃક્ષોનું વાવેતર કર્યું.
પર્યાવરણની જાળવણી અર્થે વૃક્ષોના જતન માટે ડો. પારસભાઈ ખમારે એન.એસ.એસના વિદ્યાર્થીઓ સાથે જવાબદારી સ્વીકારી અને સ્વાધ્યાય પરિવારના સૂત્રને સાકાર કર્યો. “છોડમાં રણછોડ”.આ પ્રોગ્રામનું આયોજન ભગીની સમાજના ટ્રસ્ટી લ્યુનાબેન દેસાઈની પ્રેરણાથી કરવામાં આવ્યો હતો.
