ગ્રેજ્યુએશન સેરેમનીમાં ડૉ. રોનક જાદવને MBBS ડિગ્રી એનાયત
કેપિટલ મેસેજ, ન્યૂઝ
Capital message

ભાસરિયા ગામના વતની અને હાલ વસાઈ ખાતે નિવાસ કરતા ડૉ. રોનક વિનોદભાઈ જાદવે એમ.બી.બી.એસ.નો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કરીને તબીબી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. બનાસ મેડિકલ કોલેજ ખાતે યોજાયેલ ભવ્ય ગ્રેજ્યુએશન સેરેમની દરમિયાન તેમને સત્તાવાર રીતે MBBS ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ડૉ. રોનક જાદવને ડિગ્રી અર્પણ કરવામાં આવી હતી. વર્ષો સુધીના અથાગ પરિશ્રમ, સમર્પણ અને સતત અભ્યાસના પરિણામે પ્રાપ્ત થયેલી આ સિદ્ધિથી પરિવારજનો તેમજ સમગ્ર સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.
ડૉ.રોનક જાદવની આ સફળતાને લઈને ગામ ભાસરિયા જાદવ પરિવાર,અને સમગ્ર સીએચા જાદવ પરિવાર તેમજ ગામ વસાઈ-વરસડીયા પરિવાર દ્વારા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ગ્રેજ્યુએશન સેરેમની દરમિયાન પરિવારજનો, સગાસંબંધીઓ અને શુભેચ્છકોએ તેમને હાર્દિક અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
પરિવારના વડીલો તથા વિનોદભાઈના મામાઓ સહિતના સગાસંબંધીઓએ શુભેચ્છા સંદેશ પાઠવતા જણાવ્યું હતું કે ડૉ. રોનક જાદવ તબીબી ક્ષેત્રમાં વધુ પ્રગતિ કરીને સમાજસેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે અને પરિવાર તેમજ સમાજનું નામ વધુ રોશન કરે.
ડૉ. રોનક જાદવને આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ પરિવારજનો, મિત્રો અને શુભેચ્છકો તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે તથા તેમની સફળ અને ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
કેપિટલ મેસેજ, ન્યૂઝ
Capital message
તંત્રી : રાજેશ જાદવ, પાટણ
