31 મી મેં વિશ્વ તમાકુ નિષેધ દિન 2026 નિમિત્તે લેખ….
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
31 મી મેં 1988 ના રોજ WHO દ્વારા ઠરાવ પસાર કરી ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું.જેનો ઉદ્દેશ તમાકુ ના જોખમ વિષે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો છે. ચાલુ સાલે 2026 માં WHO દ્વારા તેની જે થીમ નક્કી કરી છે તે ” UNMASKING THE APPEAL – COUNTERING NICOTIN & TOBACCO ADDICTION ”
ગુજરાતીમાં તેનો સરળ અર્થ “આકર્ષણનો મુખોટો હટાવો – નિકોટીન અને તમાકુ ના વ્યસન નો સામનો કરો”
માનવજીવનમાં આરોગ્ય નું સ્થાન સર્વોપરી છે. ધન પ્રતિષ્ઠા શિક્ષણ કે વૈભવ બધું હોવા છતાં જો શરીર સ્વસ્થ ના હોય તો જીવનનો સાચો આનંદ મળી શકતો નથી. આપણા વડીલો દ્વારા અનુભવથી એક કહેવત કહીછે કે “પહેલું સુખ તે જાતે નર્યા” આ સનાતન સત્ય ને સ્વીકારવું જ રહ્યું. જે આખરે એક તેજસ્વી ભવિષ્ય નું નિર્માણ કરેછે. જો શરીર સ્વસ્થ હોય તો ભવિષ્ય પણ તેજસ્વી બની રહેશે. પરંતુ આજના આધુનિક યુગમાં બાળકો અને યુવાનોના સુંદર ભવિષ્ય ની આડે એક ભયંકર અંધકાર આવીને ઉભોછે. જેનું નામ છે ” વ્યસન ”

આ તમાકુના વ્યસન ને કારણે વિશ્વમાં દર વર્ષે (૭૦) લાખથી પણ વધારે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. જેમાંથી પરોક્ષ ધ્રુમપાન એટલેકે તમાકુ અને ધ્રુમપાન ના કરતા હોવા છતાં માત્ર બીજાના ધુમાડાના સંપર્કમાં આવવાથી દર વર્ષે ૧૨ થી ૧૩ લાખ નિર્દોષ લોકો મૃત્યુ પામેછે.
વિશ્વમાં અંદાજે ૧૩૦ કરોડ લોકો તમાકુ ના વ્યસની છે જેમાંથી ૮૦% લોકો મધ્યમ અને ઓછી આવક ધરાવતા વિકાસશીલ દેશોમાં રહેછે.
યુવાનોમાં વૈશ્વિક સ્તરે 13 થી 15 વર્ષની ઉંમરના અંદાજે 40 કરોડ કિશોરો તમાકુના વિવિધ ઉત્પાદનો નો ઉપયોગ કરી રહ્યા છે.
…. ભારતમાં તમાકુની ગંભીર અસર…..
ભારતમાં દર વર્ષે તમાકુ ના કારણે 13.5લાખ લોકો મૃત્યુ પામેછે એટલેકે દરરોજ (3700) થી પણ વધારે લોકો મૃત્યુ પામેછે.
ભારતમાં ૧૫ વર્ષથી વધુ ઉંમરના અંદાજે ૨૬.૭ કરોડ લોકો તમાકુનું સેવન કરેછે. જેમાંથી ૧૯.૯ કરોડ લોકો તમાકુ,માવા ગુટકા,ખેન્ની જેવી ચાવીને ખાવાની તમાકુનો ઉપયોગ કરેછે.
…. તેની અસરો…..
કેન્સર -: વિશ્વમાં થતાં કુલ કેન્સરના મૃત્યુમાંથી ૨૫ % સીધા તમાકુના સેવનથી થાયછે. તમાકુ ફેફસાં, માઁ, ગળુ, અન્નનળી, લીવર સહિત 20 થી વધારે પ્રકારના કેન્સર માટે જવાબદાર છે. ફેફસાં ના કેન્સર થી થતાં કુલ મૃત્યુના 85 % મૃત્યુ પાછળ માત્ર ધ્રુમપાન જવાબદાર છે.
રુદયરોગ થી થતાં કુલ મૃત્યુના 20 % મૃત્યુમાં તમાકુ જવાબદાર છે.
ભારતમાં તમાકુથી થતાં રોગોની સારવાર પાછળ વર્ષે અંદાજે (177341) કરોડ રૂપિયા નો જંગી ખર્ચ થાયછે .
….. ગુજરાત માં તમાકુ અને કેન્સર ના ભયાનક આંકડા…..
વ્યસન નું પ્રમાણ….. ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે (GATS) અને અહેવાલો અનુસાર ગુજરાતમાં આશરે ૪૧ % તમાકુના કોઈનાકોઇ સ્વરૂપનું સેવન કરેછે.
*પુરુષો અને મહિલાઓ…..:* ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં ૪૬.૭ % પુરુષો અને 11 % મહિલાઓ તમાકુનું વ્યસન ધરાવેછે. જેમાંથી સગર્ભામાતાઓ પણ તમાકુ/ગુટખાનું સેવન કરેછે. જેથી આવનાર બાળક પણ ખોડખાંપણ , અવિકસિત જેવી ગંભીર બીમારીઓનું ભોગ બનેછે.
*ઓરલ કેન્સર -:* સમગ્ર ભારતમાં મોઢાના કેન્સરના કુલ કેશોમાંથી ૧૧ ૨૮ % કેસો માત્ર ગુજરાતના પુરુષોમાં હોયછે. અને તેમાં પણ સૌરાષ્ટ્ર તો મોઢાના કેન્સરના કેસોનું હબ બની ગયુંછે.
*કેન્સર હોસ્પિટલ ના *આંકડા -:* ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) ના અહેવાલ મુજબ હોસ્પિટલમાં નોંધાતા કુલ કેન્સરના દર્દીઓ માંથી ૪૩.૫ % કેશ સીધા તમાકુના સેવનના કારણે થાયછે. જેમાંથી મોઢાનું કેન્સર (43%)જીભ નું કેન્સર (20 %) અને ફેફસાનું કેન્સર (12 %) મુખ્ય છે.ગુજરાતમાં સૌરાષ્ટમાંજ લોકો રોજની (૧૫) કરોડ રૂપિયા થી વધુની ફાકી, માવા અને બીડી પીને સ્વાસ્થ્ય બગાડેછે.
*તમાકુના વ્યસન ને છોડવાના ઉપાયો*
(૧) આદુ ના ટુકડા ને લીંબુ મીઠામાં મિક્સ કરી તડકામાં સુકવી લો. જ્યારે તમાકુની તલપ લાગે ત્યારે આદુના ટુકડાને મોઢામાં રાખી ચૂસતા રહેવું.
(૨) અજમાને શેકીને ડબીમાં ભરી રાખો, જ્યારે તલપ લાગે ત્યારે અડધી ચમચી ચાવી જાવ. પાચન પણ સુધારશે અને તલપ પણ નહીં લાગે.
(૩) જ્યારે પણ તમાકુ ખાવાની ઇચ્છા થાય ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને નવરા ના બેસતા કામમાં મન પરોવવું.
(૪) પોતાની પાસે બીડી, તમાકુ, ગુટકા, માવા રાખવાનું બંધ કરો તેમજ વ્યસની મિત્રો થી અંતર રાખી દૂર રહેવું. અને વ્યસની મિત્રોને ના પાડતા શીખી જવું.
(૫) જ્યારે જ્યારે મન તમાકુ ખાવાની ઇચ્છા કરે ત્યારે આંખો બંધ કરી ઊંડા શ્વાસ લેવા અને છોડવા. તમાકુની તલપ ૩ થી ૫ મિનિટ રહેછે ત્યારબાદ તે શાંત થઈ જાયછે.
(૬) તમાકુ છોડવા માટે TALL FREE ( હેલ્પ લાઈન) નંબર (૧૮૦૦૧૧૨૩૫૬) પર કોલ કરી નિષ્ણાત કાઉસેલર દ્વારા મફતમાં માર્ગદર્શન મેળવી શકાય.
ઉપરોક્ત તમામ અસરોની જાગૃતિ માટે તમાકુ નિષેધ દિન ની ઉજવણી વિશ્વ ભરમાં, ભારતમાં પણ તેમજ ખાસ કરીને ગુજરાતમાં વિવિધ સંસ્થાઓ જેવીકે ગાયત્રી પરિવાર, સ્વામીનારાયણ સંસ્થા,ભ્રમાકુમારી, સ્વાધ્યાય પરિવાર જેવી સંસ્થાઓ દ્વારા સરકારશ્રી સાથે મળી સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવેછે. ગુજરાતમાં પણ ખાસ કરીને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વાર ની પ્રેરણાથી પાટણ ગાયત્રી પરિવાર દ્વારા નિયુક્ત કરેલ જિલ્લા વ્યસનમુક્તિ કન્વિનર શ્રી નરેશ પટેલ તેમજ યુવા ગાયત્રી પરિવાર ની ટીમ દ્વારા આખુ વર્ષ સમાજમાં જાગૃતિ લાવવાના કાર્યક્રમો કરવામાં આવેછે.૩૧ મી મે વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે સાપ્તાહિક કાર્યક્રમોનું આયોજન કરેલ છે જે ૨૭/૫/૨૬ થી ૦૬/૦૬/૨૦૨૬ સુધી જુદા જુદા એરિયામાં જઈ વ્યસનમુક્તિ કાર્યકમો કરવાના છે. જે છેલ્લા (૧૬) સોળ વર્ષથી આ અભિયાન ચાલી રહ્યું છે તેના ભાગરૂપે ચાલુ સાલે તેનો (૫૦૧) મો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. જેની ઉજવણી તા.૦૬/૦૬/૨૦૨૬ ના રોજ ગાયત્રી મંદિર પાટણ ખાતે કરવામાં આવનાર છે. જેમાં પાટણ ના તમામ નાગરિકોને આવવા ભાવ ભર્યું આમંત્રણ છે…..
જિલ્લા વ્યસનમુક્તિ કન્વિનર ગાયત્રી પરિવાર પાટણ
