Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ યોજાયો
ગુજરાત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ યોજાયો

Rajeshkumar Jadav
Last updated: April 10, 2026 11:33 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ યોજાયો

ભારતીય ઋષિમુનિઓનું જીવન દર્શન અમુલ્ય છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

દીક્ષાંત સમારોહમાં ૯ વિવિધ ફેકલ્ટીના કુલ ૫૪,૩૪૬ વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે ડિગ્રી એનાયત

યુનિવર્સિટીના ૧૫૧ તેજસ્વી વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાયા

More Read

અમીરપુરા આંગણવાડી બાંધકામમાં બેદરકારીનો પર્દાફાશ, નબળી ગુણવત્તા પર ઊઠ્યા ગંભીર સવાલો
સમી તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો મજબૂત, રાધનપુર બાદ વધુ એક બેઠક બિનહરીફ કબજે
રાધનપુરમાં ભાજપનો ભગવો લહેરાયો, 2 બેઠક બિનહરીફ કબજે..
ધારપુર હોસ્પિટલ, પાટણ ખાતે “વર્લ્ડ ઓરલ હેલ્થ ડે” ની ઉજવણી

સત્ય, સંસ્કાર અને જવાબદારી જીવનના મૂળ મંત્ર

ભાગ્ય કર્મનું ફળ છે, મહેનતથી જ સફળતા મળે

યુવાનોના યોગદાનથી જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે:

More Read

પાટણ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી
ડભોઇમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી
ડભોઇમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 136મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી
સમી જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસમાં ડબલ મેન્ડેટ વિવાદનો અંત,

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

કેપિટલ મેસેજ, ન્યુઝ 

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પદવીદાન (દીક્ષાંત) સમારોહ- ૨૦૨૬ ભવ્ય રીતે યોજાયો હતો. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને રાજ્યપાલના અનુમોદન બાદ વિધિવત કાર્યક્રમ શરૂ થયો હતો.

આ દીક્ષાંત સમારોહમાં ૯ વિવિધ ફેકલ્ટીના કુલ ૫૪,૩૪૬ વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ વર્ષે પ્રથમવાર રાજ્યપાલની સહીવાળી ડિગ્રી આપવામાં આવી હતી. ઉપરાંત યુનિવર્સિટીના ૧૫૧ તેજસ્વી વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના અધ્યક્ષીય સંબોધનમાં પાટણની ઐતિહાસિક વિધાનગરીની ઓળખ અંગે ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે હેમચંદ્રાચાર્યજીને ભારતીય જીવન મૂલ્યોના દ્રષ્ટા તરીકે યાદ કર્યા હતા.

More Read

પાટણ: ઉમેદવારીપત્રોની ચકાસણી પૂર્ણ: કુલ 751 ઉમેદવારીપત્રો માન્ય
કાંસા ગામે કિસાન સંવાદ કાર્યક્રમ યોજાયો,ખેડૂતોમાં વિકાસ માટે ઉત્સાહ
પાટણમાં “ઇવીએમ હટાવો- લોકતંત્ર બચાવો” વિચાર ગોષ્ઠિ યોજાઈ
જાહેરનામું: ચૂંટણી દરમિયાન પાટણ જિલ્લામાં લાઉડ સ્પીકર ઉપયોગ પર નિયંત્રણ : જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

રાજ્યપાલએ જણાવ્યું હતું કે પાટણ શિક્ષણ, કૌશલ્ય, શિલ્પ અને કળા માટે દેશભરમાં આગવું સ્થાન ધરાવે છે. સરસ્વતી નદીના પવિત્ર તટ પર ક્યારેક હજારો ઋષિ-મુનિઓ તપસ્યામાં લીન રહી વેદ-શાસ્ત્ર અને આધ્યાત્મિકતાનું જ્ઞાન પ્રસરાવતા હતા. આજે એ જ ગૌરવની પરંપરાને આગળ ધપાવતું આ વિદ્યાકેન્દ્ર ગૌરવની ક્ષણનું પ્રતિક છે.

વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે જણાવ્યું કે તેઓ દેશના ભવિષ્ય છે અને આવનાર ભારતના નિર્માતા છે. આજના સમયમાં ટેક્નોલોજી અને વિજ્ઞાન ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓએ તેમાં રસ અને જિજ્ઞાસા દાખવવી જરૂરી છે. ઈસરોના વિજ્ઞાનીઓ યોગીની જેમ એકાગ્રતા અને સમર્પણથી કાર્ય કરે છે, જે વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે. તેમણે વિદ્યાર્થીઓને ઈસરોની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું કે ભારતીય ઋષિ-મુનિઓનું જીવનદર્શન આજના સમયમાં પણ અત્યંત પ્રાસંગિક છે. ભૌતિક સુખની દોડમાં માનવતા ભૂલવી નહીં જોઈએ. વિદ્યા દ્વારા વિશ્વ કલ્યાણ અને આત્મ કલ્યાણ બંને હાંસલ કરવા તેમજ માનવતાને સર્વોપરી સ્થાન આપવા તેમણે સૂચન કર્યું હતું.

રાજ્યપાલએ વિદ્યાર્થીઓને માતા-પિતા અને ગુરુજનોને દેવતાસમાન માનવા, સત્યનું આચરણ કરવા, સતત જ્ઞાન વધારવા અને તેને દેશ-વિદેશમાં પ્રસારિત કરવા આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે ભાગ્ય એ કર્મનું ફળ છે અને મહાત્મા ગાંધીજીના જીવનમૂલ્યોને જીવનમાં ઉતારવા વિદ્યાર્થીઓએ પ્રયત્ન કરવો જોઈએ.

પ્રધાનમંત્રી દેશહિત માટે સતત કાર્યરત રહી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા સંકલ્પબદ્ધ છે, ત્યારે વિદ્યાર્થીઓએ પણ રાષ્ટ્રના વિકાસમાં સક્રિય યોગદાન આપવા આગળ આવવું જોઈએ તેમ રાજ્યપાલએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે રાજ્યપાલએ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય અને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

કુલપતિ કે.સી. પોરિયાએ સ્વાગત પ્રવચનમાં દીક્ષાંત સમારોહને ગૌરવસભર ક્ષણ ગણાવી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે ડિગ્રી સાથે જવાબદારી પણ વધે છે. રજીસ્ટ્રાર આર.એન. દેસાઇએ આભાર વિધિ વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં ઇસરોના ડિરેક્ટર નિલેશ દેસાઈ, જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી સહિત વિવિધ કોલેજોના ડીનઓ, અધ્યાપકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ભારતીય સ્ટેટ બેન્ક હારીજ શાખા દ્વારા તાલુકા હેલ્થ ઓફિસ હારીજ ને મેડિકલ સાધનો એનાયત કરવામાં આવ્યા.
Next Article ડભોઇ પેટલાદમાં હઝરત સૈયદ નૂરાની બાવા સાહેબનો ૨૬મો ઉર્સ મુબારક ભવ્ય રીતે સંપન્ન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

14/04/2026 Capital Message Newspaper

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

પાટણ જિલ્લામાં NCC કેડેટ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ

ગુજરાત

બાલીસણા ગામે કિસાન સંવાદ કાર્યક્રમ યોજાયો

ગુજરાત

ડભોઇ ટીંબી ફાટક પાસે ‘મોતનું ડિવાઇડર’, સ્ટેટ હાઇવેના અધિકારીઓ ઘોર નિંદ્રામાં!

ગુજરાત

ફળોના રાજા’નું આગમન મોંઘી તો મોંઘી પણ કેરી ખાવાના શોખીનોમાં ભારે ઉત્સાહ

ગુજરાત

પાટણમાં 22 વર્ષના યુવાનનો ફાંસો ખાઈ આપઘાત : જૂના ઘરે મોતને વહાલું કરતાં પંથકમાં અરેરાટી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video