Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » સાંતલપુરના ગાંજીશરમાં સ્વચ્છતાની નવી પહેલ
ગુજરાત

સાંતલપુરના ગાંજીશરમાં સ્વચ્છતાની નવી પહેલ

Rajeshkumar Jadav
Last updated: June 9, 2026 10:12 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

સાંતલપુરના ગાંજીશરમાં સ્વચ્છતાની નવી પહેલ : ઘર-ઘરથી સુકા અને લીલા કચરાનું અલગ સંકલન શરૂ

ગ્રામપંચાયતની અનોખી કામગીરીથી સ્વચ્છ ગામના નિર્માણને મળશે વેગ, ગ્રામજનોમાં જાગી સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન
ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ
વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ
વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ

Capital Message 

સાંતલપુર તાલુકાના ગાંજીશર ગામમાં ગ્રામપંચાયત દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે હાથ ધરવામાં આવેલી કામગીરી પ્રશંસાને પાત્ર બની છે. ગામને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવાના હેતુથી ગ્રામપંચાયતે ઘર-ઘર જઈ સુકા અને લીલા કચરાના અલગ-અલગ સંગ્રહ માટે વિશેષ કચરા એકત્રિત કરવાની ગાડીની સુવિધા શરૂ કરી છે. આ પહેલના કારણે ગામમાં સ્વચ્છતા જાળવવામાં નોંધપાત્ર સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગામમાં શરૂ કરાયેલી આ વ્યવસ્થાના કારણે હવે રહેવાસીઓને કચરાના યોગ્ય નિકાલ માટે સરળતા મળશે. ઘરઆંગણે જ કચરો એકત્રિત થવાને કારણે રસ્તાઓ, જાહેર સ્થળો, શેરીઓ તેમજ રહેણાંક વિસ્તારોમાં ગંદકીનું પ્રમાણ ઘટશે અને સમગ્ર ગામ વધુ સ્વચ્છ અને વ્યવસ્થિત બનશે. ખાસ કરીને સુકા અને લીલા કચરાનું અલગથી સંકલન થવાને કારણે કચરાના વૈજ્ઞાનિક નિકાલ અને રિસાયક્લિંગની પ્રક્રિયાને પણ વેગ મળશે.

More Read

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો
૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના
શંખેશ્વરના પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15,000 ચોપડાઓનું ભવ્ય વિમોચન.
યુવાનો માટે સુવર્ણ તક: ગાંધીનગરમાં ભરતીમેળો

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ગ્રામપંચાયત દ્વારા શરૂ કરવામાં આવેલી આ સેવા ગામના વિકાસ અને સ્વચ્છતા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. નિયમિત રીતે કચરો એકત્ર થવાથી ગંદકીજન્ય રોગચાળો અટકાવવામાં મદદ મળશે તેમજ પર્યાવરણને પણ નુકસાન ઓછું થશે. આ સાથે ગામમાં સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પણ મહત્વનો હેતુ સિદ્ધ થઈ રહ્યો છે.

ગાંજીશર ગ્રામપંચાયતની આ પહેલ માત્ર સ્વચ્છ ગામના નિર્માણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને જનભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ પણ બની છે. ગ્રામજનો અને આગેવાનો દ્વારા ગ્રામપંચાયતના આ પ્રયાસને બિરદાવવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ આવી જ લોકહિતની સેવાઓ સતત ચાલુ રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા ગ્રામજનોનો સહયોગ પણ એટલો જ જરૂરી હોવાનું ગ્રામપંચાયત દ્વારા જણાવાયું છે. ગામના વિકાસ અને સ્વચ્છતા માટે શરૂ કરાયેલી આ પહેલ અન્ય ગ્રામપંચાયતો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.

અહેવાલ : અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પ અભિયાન-પાટણ
Next Article પાટણમાં ગેસ્ટ હાઉસમાંથી કુટણખાનુ ઝડપાયું..
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

09/06/2026

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

પાટણમાં રેશનકાર્ડ ધારકો માટે નવી સુવિધા : સ્કેન કરો, અનાજ મેળવો

ગુજરાત

વાલીઓ-વિદ્યાર્થીઓથી ડભોઈ બજારો ધમધમ્યા

ગુજરાત

વિદ્યાર્થી કાળ એ જીવનના ઘડતરનો સુવર્ણકાળ છે

ગુજરાત

માનવતાની અનોખી મિસાલ – 112 જન રક્ષક ટીમની પ્રશંસનીય કામગીરી

ગુજરાત

રાધનપુર તાલુકામાં રેશનકાર્ડ બંધ કરવાની કાર્યવાહી સામે ગંભીર સવાલો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video