આમ આદમી પાર્ટી પાટણ વિધાનસભા..

કેપિટલ મેસેજ, ન્યુઝ
આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ગુજરાતવ્યાપી પોતાના ઉમેદવારો ચોથી યાદી ની જાહેરાત કરી છે તેમાં પાટણ નગરપાલિકાના 11 બેઠકના ઉમેદવારો અને સરસ્વતી તાલુકા પંચાયતના ઉમેદવાર જાહેર કર્યા છે..

ત્યારે વોર્ડ નં 1 માંથી સંગીતાબેન રાકેશકુમાર રાવળ, નિકેશજી ઠાકોર
વોર્ડ નં 3 માંથી અજયભાઈ સોલંકી
વોર્ડ નં 5 માંથી ધર્માભાઇ શિવાભાઈ પરમાર
વોર્ડ નં 7 માંથી દીપકભાઈ શર્મા
વોર્ડ નં 8 માંથી સમીરાબાનુ મિર્ઝા
વોર્ડ નં 9 માંથી ઉત્તમભાઈ ડોડીયા, સંજયભાઈ પટણી, હેતલબેન મોદી અને સંગીતાબેન પ્રજાપતિ
વોર્ડ નં 11 માંથી નીતાબેન પરમાર ને જાહેર કરવામાં આવ્યા, અગાઉ બે ઉમેદવાર સહિત આમ આદમી પાર્ટી એ પાટણ નગરપાલિકા ના કુલ 13 ઉમેદવાર જાહેર કર્યા છે..

સાથે જ સરસ્વતી તાલુકા પંચાયતની અબલૌવા તાલુકા પંચાયત પરથી મીઠાજી ચતુરજી ઠાકોર, સરીયદ તાલુકા પંચાયત પરથી કાંતાબેન શંકરભાઈ પરમાર, ઉંદરા તાલુકા પંચાયત પરથી વિક્રમજી માવાજી ઠાકોર, ખોડાણા તાલુકા પંચાયત બેઠક પરથી સુમિતભાઈ પીરાભાઈ રબારી, કાનોસણ તાલુકા પંચાયત બેઠક પરથી નીરૂબેન વિપુલજી ઠાકોર સહિતના ઉમેદવાર ને આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા હતા..

પાટણ વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાલવી એ જણાવ્યું હતું કે બાકી રહેલ પાટણ તાલુકા પંચાયત, સરસ્વતી તાલુકા પંચાયત, અને પાટણ નગરપાલિકાના બેઠકોની જાહેરાત પણ આવનાર લિસ્ટમાં કરવામાં આવશે..
