ડભોઇ શિનોર ચોકડી પાસે સળિયા ભરેલી ભારેખમ ટ્રક નવી બનેલી ગટરમાં ખૂંપી, કલાકો સુધી ટ્રાફિક જામ 100 મીટરમાં જ પોલીસ ચોકી આવેલી છે પણ પોલીસના જવાનો પણ કોઈ દેખાયા નહીં લોકોએ જાતે ટ્રાફિક ખડવો કર્યો હતો

કેપિટલ મેસેજ, ન્યુઝ
પોલીસ આ શોપિંગના માલિકને કે ટ્રક ચાલકને કોઈ મોટો ડન ફટકારશે
ડભોઇના શિનોર ચોકડી વિસ્તારમાં નગરપાલિકાની કામગીરી અને આયોજનના અભાવે સ્થાનિકો અને મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. અહીં શોપિંગ સેન્ટરના ચાલી રહેલા કામ માટે લોખંડના સળિયા ભરીને આવેલી એક વિશાળ ટ્રક વણાક લેતી વખતે નવી બનેલી ગટર લાઇન પર ફસાઈ ગઈ હતી, જેના કારણે સમગ્ર માર્ગ બ્લોક થઈ ગયો હતો ગટર લાઇનને નુકસાન: ડભોઇ નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ બનાવવામાં આવેલી નવી ગટર લાઇન પર હજારો ટન વજન ધરાવતી ટ્રક ચઢી જતાં ગટરનું માળખું બેસી ગયું હતું. હલકી ગુણવત્તા કે ભારે વજનને કારણે ગટરને મોટું નુકસાન થવા પામ્યું છેટ્રાફિકનો ચક્કાજામ: ટ્રક ફસાઈ જવાને કારણે શિનોર ચોકડીથી આંબેડકર ચોક સુધીના માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. આશરે બે કલાક સુધી રસ્તો સંપૂર્ણપણે બંધ રહ્યો હતો.

મુસાફરો અને વિદ્યાર્થીઓ પરેશાન: ટ્રાફિક જામમાં એસ.ટી. બસો, ખાનગી વાહનો અને સ્કૂલે જતી વાન ફસાઈ જતાં મુસાફરો અને વિદ્યાર્થીઓ અટવાયા હતા. કામકાજના સમયે સર્જાયેલા આ જામને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.નગરપાલિકા અને તંત્ર સામે સવાલો સ્થાનિકોના મતે, આ પ્રકારની ભારે માલવાહક ટ્રકોની અવરજવર માટે રાત્રિનો સમય નક્કી કરવો જોઈએ. ભરચક વિસ્તારમાં દિવસે મોટી ટ્રકોના પ્રવેશને કારણે અવારનવાર આવી સમસ્યાઓ સર્જાય છે.
નગરપાલિકાએ બનાવેલી નવી ગટર લાઇન હજુ વપરાય તે પહેલા જ તૂટી ગઈ છે, જે કામગીરીની ગુણવત્તા સામે પણ સવાલો ઉભા કરે છે ભારે જહેમત બાદ ટ્રકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ આ ઘટનાએ શહેરના ટ્રાફિક મેનેજમેન્ટ અને સીવીલ કામોની મજબૂતી પર અનેક સવાલો ઉભા કર્યા છે. નુકસાન પામેલી ગટર લાઇનનું સમારકામ હવે નગરપાલિકા માટે નવો ખર્ચ અને માથાનો દુખાવો બનશે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
