સમી તાલુકાના દૂધખા ગામે લાંબા સમયથી વીજકાપથી ગ્રામજનોમાં ભારે રોષ

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ:સમી તાલુકાના દૂધખા ગામે લાંબા સમયથી વીજકાપથી ગ્રામજનોમાં ભારે રોષ
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન
ખેતી માટે જરૂરી વીજળી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં, પાકને નુકસાનની ભીતિ
વીજકાપના કારણે ગામમાં પાણીની સમસ્યા પણ વિકટ બનતા લોકો ત્રસ્ત
દૂધખા ગામ હાલ શંખેશ્વર કચેરી હેઠળ આવતા સંચાલનમાં ભારે હાલાકીનો આક્ષેપ
ફોલ્ટ કે ફરિયાદ સમયે કમ્પ્લેન ન લેવાતી હોવા અને ફોન રિસીવ ન થતા ગ્રામજનોમાં નારાજગી
શંખેશ્વર કચેરી 30 કિમી દૂર હોવાના કારણે ટેક્નિકલ ટીમ મોડે પહોંચતી હોવાનો રોષ
ગામલોકોની સ્પષ્ટ માંગ – દૂધખા ગામનો સમાવેશ સમી યુજીવીસીએલ કચેરી હેઠળ કરવામાં આવે
વીજ વ્યવસ્થા તાત્કાલિક સુધારી સ્થાયી ઉકેલ લાવવા તંત્ર સમક્ષ ગ્રામજનોની ઉગ્ર માંગ
વહેલી તકે પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
