Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » સમીમાં ફરજ પર જતાં GRD જવાન પર જીવલેણ હુમલો, છરીના ઘા ઝીંક્યાં,ત્રણ સામે ફરિયાદ
ક્રાઈમ

સમીમાં ફરજ પર જતાં GRD જવાન પર જીવલેણ હુમલો, છરીના ઘા ઝીંક્યાં,ત્રણ સામે ફરિયાદ

Rajeshkumar Jadav
Last updated: April 5, 2026 8:40 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

સમીમાં ફરજ પર જતાં GRD જવાન પર જીવલેણ હુમલો, છરીના ઘા ઝીંક્યાં,ત્રણ સામે ફરિયાદ

મામલતદાર કચેરીએ ડ્યૂટી માટે નીકળેલા GRD જવાનને રોકી હુમલો, એટ્રોસિટી એક્ટ સહિત ગુનો નોંધાયો.

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

સાયબર ગુના ના નાસતા ફરતા આરોપી ને ડભોઇ પોલીસે દબોચી લીધો
રાધનપુરમાં દુકાનનું શટર તોડી થયેલી મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો
ડભોઈ તાલુકાના પુડા ગામે બનાવ બન્યો
પાટણમાં પોલીસ વાન ઉપર હુમલો કરનારા આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો.

સમી પોલીસ સ્ટેશનમાં GRD જવાન તરીકે ફરજ બજાવતા એક યુવાન પર ગત તા. 1/04/2026 ની મોડી રાત્રે ફરજ પર જતાં સમયે છરી વડે હુમલો થતાં સમી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ફરજ માટે મામલતદાર કચેરી ખાતે જઈ રહેલા GRD જવાનને રસ્તામાં બુમ મારી ઉભો રાખ્યા બાદ ત્રણ ઈસમોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હુમલામાં GRD જવાનને બગલના ભાગે ઈજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ સમી પોલીસ સ્ટેશનમાં GRD જવાન તરીકે ફરજ બજાવતા હરેશકુમાર બાબુભાઈ પરમાર રાત્રિના સમયે ફરજના ભાગરૂપે તેમને સોંપાયેલા પોઈન્ટ મામલતદાર કચેરી ખાતે જવા નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ બસ સ્ટેશનથી આગળ વેપારી વાસના નાકા પાસે પહોંચ્યા ત્યારે કોઈ વ્યક્તિએ બુમ મારી તેમને ઉભા રહેવા કહ્યું હતું. બાઈક ઉભું રાખતાં જ ત્રણ ઈસમો તેમની નજીક આવ્યા હતા. જેમાં એક નામજોગ આરોપીએ પોતાના ફેટામાંથી છરી કાઢી તેમની ઉપર હુમલો કર્યો હતો.

હુમલાખોરે GRD જવાનના બગલના ભાગે છરીનો ઘા ઝીંકતાં તેઓ લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડ્યા હતા. ઘટનાના પગલે અન્ય GRD જવાનોની મદદથી ઈજાગ્રસ્ત હરેશકુમાર પરમારને તાત્કાલિક સમી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે ઈજાગ્રસ્તને ત્રણ ટાંકા લઈને પ્રાથમિક સારવાર આપી રજા આપી હતી.

More Read

ચાણસ્માના ઝીલિયા ગામે ફાર્મ હાઉસ પર ઘાતક હથિયારો સાથે હુમલો, 8 ગાડીઓમાં 20 જેટલા શખ્સો ધારીયા-તલવાર સાથે ત્રાટક્યા
પાટણ: ટુંવડ ખેતરમાં દારૂ ઉતારતાં જ LCBનો દરોડો..
પાટણમાં પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપી એલ.સી.બી.ની જાળમાં
રાધનપુરમાં “Mamy Poko Pants” ડીલરશીપના નામે રૂ. 42,456ની ઓનલાઈન ઠગાઈ, પોલીસની ઝડપી કાર્યવાહીથી 100% રકમ રિકવર

જોકે બાદમાં ઘરે પહોંચ્યા પછી ફરીથી દુખાવો વધતાં તેમને વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈને ઈજાગ્રસ્ત GRD જવાને સમી પોલીસ મથકે એક નામજોગ આરોપી સૈયદ અસ્લમ ઈદ્રીશભાઈ તેમજ અન્ય બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદના આધારે સમી પોલીસે ગુનાની ગંભીરતા ધ્યાનમાં લઈને એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ફરજ પર જતાં જવાનને નિશાન બનાવી હુમલો કરાયો હોવાને કારણે સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. કાયદો-વ્યવસ્થા જાળવતા કર્મચારી પર જ આ પ્રકારનો હુમલો થતાં પોલીસ તંત્ર પણ સજાગ બન્યું છે અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ બનાવને પગલે સમી વિસ્તારમાં ચકચાર ફેલાઈ છે અને ફરજ બજાવતા જવાનોની સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. તો બીજી તરફ મળતી વિગતો મુજબ Sc st સેલ ના DYSPની નિગરાની માં સમગ્ર મામલા ની તપાસ ચાલી રહી છે. પોલીસ હાલ આરોપીઓની શોધખોળ કરી રહી છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડભોઇ મોતીબાગ ગ્રાઉન્ડ ખાતે 8 મો ઈસ્લામી સરીયત મુજબ સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન…
Next Article સમી તાલુકાના દૂધખા ગામે લાંબા સમયથી વીજકાપથી ગ્રામજનોમાં ભારે રોષ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

રાધનપુરમાં ભાજપનો ભગવો લહેરાયો, 2 બેઠક બિનહરીફ કબજે..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ક્રાઈમ

નકલી પોલીસ બની ખેડૂતને લૂંટનાર ટોળકી ઝડપાઈ

ક્રાઈમ

જામનગરના ધ્રોલમાં 5 વર્ષીય બાળકીનું અપહરણ, પોલીસે સમયસર બચાવી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video