પાટણમાં શ્રી બાલા હનુમાન દાદાના જન્મોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા અને સુંદરકાંડ પાઠનું આયોજન

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ શહેરમાં શ્રી બાલા હનુમાન દાદાના જન્મોત્સવ નિમિતે તા. ૦૨-૦૪-૨૦૨૬, ગુરુવારના રોજ ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ વી.કે. ભૂલા સામે, પેટ્રોલ પંપ પાસે આવેલ શ્રી બાલા હનુમાન મંદિર ખાતે યોજાશે.
જન્મોત્સવ નિમિતે સવારે મંદિર ખાતે પૂજા તથા મહા આરતી યોજાશે. આ પ્રસંગે હનુમાન દાદાના દર્શનાર્થે પધારનાર ભક્તો માટે મહાપ્રસાદ અને આલ્પાહારની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
બપોરે ૩:૦૦ વાગ્યે શ્રી બાલા હનુમાન દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રા પાટણ શહેરના બગવાડા દરવાજા, હિંગળાચાચર, જુના ગંજ બજાર, સુભાષ ચોક સહિતના વિસ્તારોમાં ફરીને ફરીથી મંદિર ખાતે પરત ફરશે.
રાત્રે ૮:૦૦ વાગ્યે મંદિર ખાતે સુંદરકાંડ પાઠનો જાહેર કાર્યક્રમ યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે તેવી શક્યતા છે.
આ પાવન પ્રસંગે પાટણ નગરના શ્રી રામભક્તો તેમજ હનુમાન દાદાના ભક્તોને સહભાગી થવા શ્રી બાલા હનુમાન મંદિર પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
