Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણ ખાતે 80મો સ્વાતંત્ર્ય દિવસ ધામધૂમથી ઉજવાયો
ગુજરાત

શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણ ખાતે 80મો સ્વાતંત્ર્ય દિવસ ધામધૂમથી ઉજવાયો

Rajeshkumar Jadav
Last updated: August 17, 2026 10:02 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
4 Min Read
SHARE

શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણ ખાતે 80મો સ્વાતંત્ર્ય દિવસ ધામધૂમથી ઉજવાયો

“સ્વદેશી અપનાવો, વિદેશ તરફની દોટ બંધ કરો – ત્યારે જ ભારત વિશ્વગુરુ બનશે” : આચાર્ય ડૉ. ધનરાજ ઠક્કર

“યુવાનો નશો છોડે, ભારતીય સંસ્કૃતિ અપનાવે અને રાષ્ટ્રનિર્માણમાં જોડાય” : આચાર્યશ્રી ડૉ. ધનરાજ ઠક્કર

દેશપ્રેમના સ્વરમાં ગુંજી ઉઠ્યો શેઠ એમ.એન. હાઈસ્કૂલનો પ્રાંગણ

More Read

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું
રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ
સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬
શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે પ્રેરણાદાયી મુલાકાત

 

કેપિટલ મેસેજ 

Capital message 

More Read

ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..
ખેડૂત સશક્તિકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું…
અનુસૂચિત જાતિના નાગરિકોના આધારકાર્ડ સુધારણા માટે સરળ પ્રક્રિયાની માંગ
કલ્યાણમા – શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહને સ્મરણાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ….

પાટણ: ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત, શિક્ષણ અને શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવી શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણ ખાતે દેશભક્તિના ઉમંગ, ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમની લાગણી વચ્ચે 80મો સ્વાતંત્ર્ય દિવસ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ શાળા પ્રાંગણ તિરંગાના રંગોથી શોભી ઊઠ્યું હતું. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓની ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી છલકાઈ રહ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે શાળાના NCC કેડેટ્સ દ્વારા શિસ્તબદ્ધ પરેડ સાથે આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરને ધ્વજવંદન સ્થળ સુધી લઈ જવામાં આવ્યા હતા. પરંપરાગત ભારતીય વસ્ત્રોમાં સાફો ધારણ કરીને આચાર્યશ્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ દ્વારા રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક સલામી આપવામાં આવી હતી. પૂર્ણ “વંદે માતરમ”ના ગાન બાદ રાષ્ટ્રગીત “જન ગણ મન”ના ગૌરવપૂર્ણ સ્વરો સાથે સમગ્ર શાળા પ્રાંગણ દેશભક્તિના ભાવથી ગુંજી ઉઠ્યું હતું. “ભારત માતા કી જય”ના નાદે વિદ્યાર્થીઓના ઉત્સાહમાં અનેકગણો વધારો કર્યો હતો.

આ પ્રસંગે શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે શિક્ષકગણ, વાલી મિત્રો અને વિદ્યાર્થીઓને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવીને રાષ્ટ્રનિર્માણનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.

આચાર્યશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “આઝાદી માત્ર અંગ્રેજોના શાસનમાંથી મુક્તિનું નામ નથી; સાચી આઝાદી ત્યારે કહેવાય જ્યારે દેશનો યુવાન સ્વાવલંબી બને, વ્યસનમુક્ત બને, પોતાની સંસ્કૃતિનું ગૌરવ જાળવે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે.”

તેમણે સ્વદેશી વસ્તુઓના ઉપયોગ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, “જો આપણે સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપીશું અને વિદેશી વસ્તુઓ તરફની અંધદોટ ઘટાડશું, તો દેશના નાના-મોટા ઉદ્યોગોને વેગ મળશે, રોજગારીની તકો વધશે, બેરોજગારી ઘટશે અને દેશનું આર્થિક સશક્તિકરણ થશે. આત્મનિર્ભર અને સશક્ત ભારતને વિશ્વગુરુ બનતા કોઈ રોકી શકશે નહીં.”

More Read

લેખક: ડૉ. ધનરાજ કાંતિલાલ ઠક્કર (રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને આચાર્ય, શેઠ એમ.એન. હાઈસ્કૂલ – પાટણ)
શેઠ એમ. એન. હાઈસ્કૂલમાં શિક્ષક દિનની થઈ અનોખી ઉજવણી
પાટણમાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન બન્યો જનઆક્રોશનું કારણ, લોકો રસ્તા પર ઉતર્યા
રાધનપુર નગરપાલિકાની કથળેલી સ્થિતિ સામે કોંગ્રેસનો હલ્લાબોલ

યુવાનોને સંબોધતાં આચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે, આજના યુવાનો દેશની સૌથી મોટી શક્તિ છે. જો યુવાનો નશા અને ખરાબ આદતોને ત્યજીને શિક્ષણ, કૌશલ્ય, સંશોધન, રમતગમત અને રાષ્ટ્રસેવામાં પોતાની ઊર્જાનો ઉપયોગ કરશે તો ભારતની પ્રગતિને કોઈ રોકી શકશે નહીં. તેમણે પશ્ચિમી સંસ્કૃતિનું અંધાનુકરણ કરવાને બદલે ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર, પરંપરા, પરિવારભાવ અને સહઅસ્તિત્વના મૂલ્યોને જીવનમાં ઉતારવા વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું.

શાળાના NCC ઓફિસર વિરમજી ઠાકોર તથા ડૉ. ગાયત્રીબેન રાવલના માર્ગદર્શન હેઠળ NCC કેડેટ્સ દ્વારા શિસ્તબદ્ધ અને આકર્ષક પરેડ રજૂ કરવામાં આવી હતી. કેડેટ્સની પરેડે ઉપસ્થિત સૌમાં દેશભક્તિ અને રાષ્ટ્રસેવાની ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી.સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને વધુ રંગીન અને આકર્ષક બનાવવા શાળાની વિદ્યાર્થિનીઓ તથા શિક્ષિકા બહેનો દ્વારા વિવિધ રંગોની સુંદર રંગોળીઓ તૈયાર કરવામાં આવી હતી. તિરંગા અને દેશભક્તિના વિવિધ સંદેશાઓ સાથેની રંગોળીઓએ સમગ્ર શાળા પ્રાંગણને રાષ્ટ્રપ્રેમના રંગે રંગી દીધું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વ્યાયામ શિક્ષક શ્રી નરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શાળાની ભગિની સંસ્થા એન.જી. પટેલ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી વસંતભાઈ પટેલ તથા સમગ્ર સ્ટાફની પણ ઉપસ્થિતિ રહી હતી. તેમની ઉપસ્થિતિએ બંને સંસ્થાઓ વચ્ચેના સ્નેહ અને સંકલનને વધુ મજબૂત બનાવ્યું હતું.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ સાથે મળીને ભારત માતાને નમન કરી દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણ જનતા હોસ્પિટલમાં સમગ્ર ઉત્તર ગુજરાતનું સૌપ્રથમ PET-CT સ્કેન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે
Next Article સરવા ગામે દેશી દારૂના અડ્ડાઓ પર ગ્રામજનોની જનતા રેડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

08/09/2026 Capital Message Newspaper

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઈની ઉમા સોસાયટીમાં લીમડાના થડમાંથી દૂધ જેવી સફેદ ધાર વહેતાં લોકોમાં ભારે કુતૂહલ

ગુજરાત

૧૦ ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ; સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

ગુજરાત

ડભોઇમાં મીડિયાના અહેવાલની ધારદાર અસર

ગુજરાત

અકોટી બસ સ્ટેશન બન્યું બદહાલ: તંત્રની ઘોર ઉપેક્ષા

ગુજરાત

ડભોઇ ચીફ ઓફિસરની ખંભાત બદલી: ભાવભીની વિદાય

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video