રાધનપુરમાં કોંગ્રેસનુ શક્તિપ્રદર્શન સાથે શ્રી ગણેશ, ઉમેદવારી નોંધાવતાં રાજકીય ગરમાવો તેજ

રાધનપુર વિસ્તારમાં કોંગ્રેસ પક્ષ લીડથી જીત નોંધાવશે તેવી કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ આશા વ્યક્ત કરી…
અગ્રણી નેતાઓની હાજરીમાં કોંગ્રેસ મેદાનમાં, સ્થાનિક મુદ્દાઓ પર ચૂંટણી લડવાની કોંગ્રેસે કરી જાહેરાત
તાલુકા સેવા સદન કચેરી ખાતે કોંગ્રેસના ઉમેદવારો મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમટી પડ્યા….
કેપિટલ મેસેજ, ન્યુઝ
રાધનપુર તાલુકા સેવા સદન ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ પાર્ટીએ શક્તિપ્રદર્શન સાથે પોતાના ચૂંટણી અભિયાનનો શ્રી ગણેશ કર્યો હતો. તાલુકા સેવા સદન કચેરી ખાતે કોંગ્રેસના ઉમેદવારો મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીમય માહોલ સર્જાયો હતો.
ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા ઉત્સાહભેર પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં કાર્યકરો અને સમર્થકોમાં ખાસ્સો ઉમંગ જોવા મળ્યો હતો. ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસે જોરદાર શક્તિપ્રદર્શન સાથે પોતાની ઉમેદવારી નોંધાવી રાજકીય માહોલ ગરમાવ્યો હતો.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને જયા ઠાકોર જેવા અગ્રણી નેતાઓ ઉમેદવારોને સમર્થન આપવા હાજર રહ્યા હતા. નેતાઓની હાજરીથી કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર થયો હતો અને વિસ્તારમાં કોંગ્રેસ પક્ષ લીડથી જીત નોંધાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
કોંગ્રેસે રોડ, રસ્તા, પાણી સહિતના સ્થાનિક પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. જિલ્લા પંચાયતની ત્રણ સીટ માટે ઉમેદવારી નોંધાઈ છે, જેમાં રામાભાઈ રાણાભાઈ સિનાડ (માજી ફોજી), અજિબેન જગદીશભાઈ રાઠોડ (મેમદાવાદ) અને રેવાબેન તેજાભાઈ ચૌધરી (કમાલપુર સાતુન) મેદાનમાં છે.
તાલુકામાં અત્યાર સુધી મોટા ભાગે ઉમેદવારી ફોર્મ ભરાઈ ગઈ છે, જ્યારે બાકીની પ્રક્રિયા મેન્ડેટ જાહેર થયા બાદ પૂર્ણ થવાની છે. ચૂંટણી પહેલા કોંગ્રેસે મજબૂત હાજરી નોંધાવી રાજકીય સરગર્મી તેજ બનાવી છે અને જીત અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
