ડભોઇ પંથકમાં અચાનક વરસાદ: ખેડૂતો ચિંતિત

ડભોઇ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ, ખેડૂતો ચિંતાતૂર
કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઇ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે આજે ડભોઇ શહેર સહિત સમગ્ર તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. પવનના તેજ સુસવાટા સાથે કમોસમી વરસાદની શરૂઆત થતાં જનજીવન પ્રભાવિત થયું છેશહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાયાડભોઇ શહેરમાં ગાજવીજ અને જોરદાર પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને નીચે મુજબના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું હતું

ડભોઇ ગ્રામ્ય પંથકમાં પણ મેઘમહેર માત્ર શહેર જ નહીં, પરંતુ ડભોઇ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ પધરામણી કરી છે. ડભોઇ તાલુકાના જેવા ગામોમાં પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ માર્ગો ‘પાણી પાણી’ થઈ ગયા છે.
ખેડૂતોના જીવ અધ્ધર: પાકને નુકસાનની ભીતિ આ કમોસમી વરસાદે જગતના તાતની ચિંતામાં ધરખમ વધારો કર્યો છે. હાલ ખેતરોમાં મકાઈ, મગ અને ઉનાળુ પાકો તૈયાર થવાની તૈયારીમાં છે, ત્યારે અચાનક આવેલા આ વરસાદને કારણે પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોમાં હવે આર્થિક નુકસાનનો ડર વ્યાપી ગયો છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
