વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું સફળ આયોજન

ડભોઇ તાલુકાના વડજ અને આસપાસના ગામોમાં વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું સફળ આયોજન
કેપિટલ મેસેજ ,ન્યુઝ
Capital message
પ્રદીપ ચૌહાણ અને તેમની ટીમ દ્વારા ડભોઇ વડજ અને આસપાસના ગામોના લોકોના સ્વાસ્થ્ય માટે એક નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ આ સ્વાસ્થ્ય શિબિરમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ કેમ્પ તુષારભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વડજ, કનાયડા ગામડી અને ધરમપુરી એમ કુલ ચાર ગામોના લોકો માટે યોજવામાં આવ્યો હતો. આ શિબિરમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લોકોની સામાન્ય શારીરિક તપાસની સાથે આંખ, કાન, નાક, ગળું ચામડીના રોગો અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું વિનામૂલ્યે ચેકઅપ કરવામાં આવ્યું હતું. દર્દીઓને માત્ર નિદાન જ નહીં, પરંતુ જરૂરી સારવાર, દવાઓ અને હેલ્થ સપ્લિમેન્ટ્સ પણ વિના મૂલ્યે પૂરા પાડવામાં આવ્યા હતા.

ડભોઇ ની આસપાસ ના ગામડાઓમાં આ કેમ્પને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને મોટી સંખ્યામાં દર્દીઓએ તેનો લાભ લીધો હતો.કેમ્પ ઉપસ્થિત રહેલા પ્રદીપભાઈ ચૌહાણ મમતાબેન ચૌહાણડોક્ટર રીમા ચૌહાણ એમડી ફિઝિશિયન તાલુકા પંચાયત સદસ્ય તુષાર પટેલ ગામના સરપંચ સંજય પટેલ ઉર્ફે જીગાભાઈ માં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને ડોકટરો અને તેમની ટીમને સેવા કરવાનો મોકો આપવા બદલ હાજર ડોક્ટરો એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
