મદ્રસા વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો!

ડભોઈ ગુલશને મદીના ટ્રસ્ટ દ્વારા મદ્રસાના તેજસ્વી વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ સમારોહ યોજાયો
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઈના કાજીવાડ વિસ્તારમાં આવેલી પાસે, ગુલશને મદીના ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આજે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મદ્રસાની વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ૧૦૦ થી વધુ બાળકોને પરિણામ (રીઝલ્ટ) અને પ્રોત્સાહક ઈનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શૈક્ષણિક પ્રગતિના બે વર્ષ કે, ગુલશને મદીના એરેબિક એકેડમી ની શરૂઆત ૧ જૂન, ૨૦૨૪ ના રોજ કરવામાં આવી હતી. આજે વર્ષ ૨૦૨૬ માં આ સંસ્થાએ સફળતાપૂર્વક બે વર્ષ પૂર્ણ કર્યા છે. અત્યંત ટૂંકા ગાળામાં સંસ્થાએ શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે અને આજે અહીં ૧૦૦ થી વધુ બાળકો દીની અને દુન્યવી શિક્ષણ મેળવી રહ્યા છે આધુનિક ટેકનોલોજી શિક્ષણનો સમન્વય ગુલશને મદીના ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ એકેડમીની વિશેષતા એ છે કે અહીં પરંપરાગત શિક્ષણની સાથે સ્માર્ટ આધુનિક ટેકનોલોજી એજ્યુકેશન પણ આપવામાં આવે છે. સંસ્થામાં મુખ્યત્વે નીચે મુજબના વર્ગો ચલાવવામાં આવે છે:

નાઝરા ક્લાસ હાફીઝ ક્લાસ આલીમ ક્લાસ મહાનુભાવોની ઉપસ્થિતિ આ ઈનામ વિતરણ પ્રસંગે સંસ્થાના મુતવલ્લી જનાબ શબ્બીરભાઈ શેખ અને નાઝીમે આલા મૌલાના ગુલામ યાસીન અશરફી અન્ય મોલીસ આપો અને બાળકો અને વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જણાવ્યું હતું મૌલાના યાસીન અસરફી અલહમ્દુલિલ્લાહ, બે વર્ષના ટૂંકા ગાળામાં અમે બાળકોને દીની શિક્ષણની સાથે આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં સફળ રહ્યા છીએ.કાર્યક્રમના અંતે તમામ સફળ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેનાથી બાળકો અને વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
