પાટણના શંખેશ્વરમાં દેશભક્ત મહિન્દ્રજીતસિંઘ બિટ્ટાની હાજરી, ટ્રસ્ટની મુલાકાતે આપ્યો પ્રેરણાદાયક સંદેશ

જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સેવાકાર્યોને બિરદાવ્યા, યુવાનોને દેશસેવાનો સંકલ્પ અપાવ્યો
દેશભક્ત અને આતંકવાદ વિરુદ્ધ અડગ અવાજ તરીકે જાણીતા છૅ મહિન્દ્રજીતસિંઘ બિટ્ટા – All India Anti Terrorist Frontના ચેરમેન
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે એક પ્રેરણાદાયક અને ગૌરવપૂર્ણ પ્રસંગે દેશભક્ત અને આતંકવાદ વિરુદ્ધ અડગ અવાજ તરીકે જાણીતા Maninderjeet Singh Bitta ટ્રસ્ટની મુલાકાતે પહોંચ્યા હતા. All India Anti Terrorist Frontના ચેરમેન તરીકે દેશભરમાં શાંતિ અને સુરક્ષા માટે સતત કાર્યરત બિટ્ટાની હાજરીએ સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.શંખેશ્વર ખાતે કાર્યરત જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત દરમિયાન બિટ્ટાએ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા વિવિધ સેવાકાર્યોની નોંધ લીધી હતી. આ પ્રસંગે જીજ્ઞાબેન શેઠ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના કાર્યકરો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
મુલાકાત દરમિયાન બિટ્ટાએ પોતાના સંબોધનમાં આતંકવાદ સામેની લડત અને દેશસેવાના મહત્વ પર ભાર મુક્યો હતો. તેમણે યુવાનોને સંદેશ આપ્યો કે જો દેશ માટે કંઈક કરવાની સાચી ઇચ્છા હોય તો માર્ગ પોતે બની જાય છે. તેમના આ શબ્દોએ હાજર યુવાનોમાં નવી ઉર્જા અને પ્રેરણા પેદા કરી હતી.

બિટ્ટાએ ટ્રસ્ટના સેવાકાર્યોને પણ દિલથી બિરદાવ્યા હતા અને જણાવ્યું હતું કે સમાજમાં આવા સેવા કાર્યોથી સકારાત્મક પરિવર્તન આવે છે. તેમણે ટ્રસ્ટના કાર્યકરોને આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ સમાજને એકતાબદ્ધ બનાવે છે અને રાષ્ટ્રપ્રેમને વધુ મજબૂત બનાવે છે.આ મુલાકાત માત્ર એક ઔપચારિક કાર્યક્રમ નહોતી, પરંતુ સમાજમાં પ્રેરણા ફેલાવતો એક મહત્વપૂર્ણ પ્રસંગ સાબિત થયો હતો. બિટ્ટાની હાજરીથી સ્થાનિકોમાં દેશભક્તિ અને સેવા ભાવનામાં નવી ઉર્જાનો સંચાર થયો હતો.
શંખેશ્વર જેવા ધાર્મિક સ્થળે આવી પ્રેરણાદાયક મુલાકાતથી યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને સમાજસેવા પ્રત્યેની ભાવના વધુ મજબૂત બની છે, જે ભવિષ્યમાં સમાજ માટે સકારાત્મક દિશામાં આગળ વધવા પ્રેરિત કરશે.
રિપોર્ટ: અનિલ રામાનુજ, રાધનપુર (પાટણ)
