પાટણનું ગૌરવ: ડૉ. જગદીશ જોષી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ

પાટણનું વૈશ્વિક ગૌરવ : વિદ્વાન પ્રાધ્યાપક ડૉ. જગદીશ એસ. જોષીની ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદે ભવ્ય નિયુક્તિ
પાટણના વતની ડૉ. જગદીશ એસ. જોષીની ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ના કા. કુલપતી તરીકે નિમણુંક થઈ
પાટણ નગર અને સમગ્ર ઉત્તર ગુજરાત માટે આજે અત્યંત હર્ષ, ઉલ્લાસ અને ગૌરવના સમાચાર પ્રાપ્ત થયા છે.
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
શિક્ષણ જગતમાં પોતાની વિદ્વતા, દીર્ઘ દૃષ્ટિ અને અપ્રતિમ શૈક્ષણિક સેવાઓ માટે સુવિખ્યાત, પાટણના પનોતા પુત્ર આદરણીય પ્રાધ્યાપક ડૉ. જગદીશ એસ. જોષીની રાજ્ય સરકાર દ્વારા પ્રતિષ્ઠિત ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ (Vice Chancellor) જેવા સર્વોચ્ચ પદ પર એક વર્ષ અથવા અન્ય નિયુક્તિ ન થાય ત્યાં સુધી ગરિમાપૂર્ણ નિમણૂંક કરવામાં આવી છે. પાટણમાં જ રહીને જેમનું શિક્ષણ બી.ડી હાઈસ્કુલ, પાટણ ખાતે શાળાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું અને સ્નાતક સુધીનો અભ્યાસ શ્રી અને શ્રીમતી પી.કે.કોટાવાલા આર્ટ્સ કૉલેજ, પાટણમાં કર્યો અને અનુસ્નાતકનો અભ્યાસ ડિપાર્ટમેન્ટ ઑફ ઇંગ્લીશ હેમ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાંથી પુર્ણ કર્યો. વિદ્યાર્થી કાળ દરમ્યાન ડૉ.જોષી અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ સદા અગ્રેસર રહેતા.NCC, યુવક મહોત્સવ માં બહુ ઉત્સાહ પૂર્વક ભાગ લેતા. વકતૃત્વ સ્પર્ધાઓમાં સફળતા પૂર્વક ભાગ લીધેલા છે અને એન.સી. સીના એટીસી, સી.એ.ટી.સી તેમજ ઘણા શીબીરોમાં ભાગ લઈને તેઓએ વિદ્યાર્થી કાળની પ્રતીષ્ઠીત “સી” સર્ટિફિકેટ ની પરિક્ષા પણ પાસ?કરી છે.તેમણે પર્વતારોહણ ના કોચિંગ સુધીના શિબીરો મા ભાગ લીધો છે.
યુજીસી ના શૈક્ષણિક કાર્યક્રમોમાં દેશ વિદેશમાં નિષ્ણાંત તરીકે સેવાઓ આપી છે. તેઓની શૈક્ષણિક સેવાઓ અને કાર્ય દક્ષતાને ધ્યાને લઈને રાજ્ય સરકારે બીજીવાર તેઓને ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતી તરીકેની કમાન સોંપી છે. ડૉ. જગદીશ એસ. જોષી સાહેબની આ સર્વોચ્ચ પદ પર વરણી થવી તે માત્ર કોઈ એક વ્યક્તિની સિદ્ધિ નથી, પરંતુ પાટણની સરસ્વતી અને જ્ઞાનની પવિત્ર પરંપરાનું બહુમાન છે. વર્ષો સુધી શિક્ષણ, સંશોધન અને વહીવટી ક્ષેત્રે તેમનું જે ઉમદા પ્રદાન રહ્યું છે, તેના ફલસ્વરૂપ આ ઉચ્ચ દાયિત્વ તેમને પ્રાપ્ત થયું છે. તેમના સક્ષમ અને પ્રબુદ્ધ નેતૃત્વ હેઠળ ગુજરાત યુનિવર્સિટી શૈક્ષણિક ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પ્રગતિના નૂતન શિખરો સર કરશે તેવો પાટનવાસીઓને દૃઢ વિશ્વાસ છે.
ગુજરાત યુનિવર્સિટીના હાલના કુલપતી નિરજા ગુપ્તાની ત્રણ વર્ષની ટર્મ પુરી થતાં અને જ્યાં સુધી યુનિવર્સિટીમાં કાયમી કુલપતીની નિમણુંક ના થાય ત્યા સુધી ઈન્ચાર્જ કુલપતીની નિમણુંક કરવામાં આવી છે મુળ પાટણના વતની અને હાલમાં યુનિવર્સિટી ગ્રાંટ્સ કમિશન ના એમ.એમ.ટી.સીના એચ.આ.ડી.સી વિભાગના સિનીયર પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. જગદીશ જોષીની નિમણુંક કરવામાં આવી છે. ડૉ. જોષી એ વિજય મુહૂર્ત માં ચાર્જ સંભાળીને ગુજરાત યુનિવર્સિટીને વિશ્વ ક્રમાંકમાં નામ અપાવવાની નેમ વ્યક્ત કરી છે અને સાથે સાથે ઓનલાઈન એજ્યુકેશનમાં પણ નવતર પ્રયોગોથી ઉચ્ચ શિક્ષણ નો વ્યાપ છેવાડાના વિદ્યાર્થીઓ સુધી પહોચી તેવા પ્રયત્નો હાથ ધરવાની તૈયારીઓ કરી છે.
ડૉ. જગદીશ જોષીએ રાજ્યના મુખ્યમંત્રીશ્રી.ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેમના પર જે ભરોસો સરકારશ્રી એ મુક્યો છે તે ભરોસાને આ ટુંકાગાળામાં ફળીભુત કરવાં તેઓ સતત પ્રયત્નશીલ રહેશે.
