ઉત્તર ગુજરાતની પ્રતિષ્ઠિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ધોરણ 10 CBSE બોર્ડમાં ભવ્ય પરિણામ – જિલ્લામાં પ્રથમ તથા રાજ્યના ટોપર્સમાં સ્થાન

25થી વધુ વિદ્યાર્થીઓએ 90%થી વધુ ગુણ પ્રાપ્ત કર્યા
સમર્થ વિધાની 99% સાથે જિલ્લામાં પ્રથમ
કેપિટલ મેસેજ,ન્યુઝ
પાટણ-ઉત્તર ગુજરાતની અગ્રણી અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા, નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ (BIPS) એ ધોરણ 10 CBSE બોર્ડ પરીક્ષામાં ફરી એકવાર 100% પરિણામ સાથે રેકોર્ડબ્રેકિંગ અને ગૌરવપૂર્ણ સફળતા નોંધાવી પોતાની શ્રેષ્ઠ પરંપરા યથાવત્ રાખી છે.
આ વર્ષે શાળાના વિદ્યાર્થી સમર્થ વિધાનીએ 99% સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને સાથે સાથે ગુજરાત રાજ્યના ટોપર્સમાં પણ સ્થાન મેળવ્યું છે.ઉપરાંત, ગ્રીવા પટેલ, તનિશ્કા મોદી, અબ્દુલસમદ મેમણ, કર્મા પટેલ, નેન્સી પટેલ અને આર્ચી મખીજાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને જિલ્લામાં ટોચના સ્થાનો પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાનું કુલ પરિણામ અત્યંત પ્રશંસનીય રહ્યું છે અને શાળાએ આ વર્ષે પણ 100% પરિણામ મેળવી ગૌરવપૂર્ણ પરંપરા જાળવી રાખી છે.આ પ્રસંગે શાળાના પ્રિન્સિપલ ડૉ. ચિરાગ પટેલ તેમજ BIPS ના તમામ શિક્ષકમંડળે તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી.
આ અંગે NGES કોલેજ કેમ્પસ સંચાલક ડૉ. જય ધ્રુવએ વિદ્યાર્થીઓને અને સ્કુલ પરિવાર ને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે: “અમારી સંસ્થા હંમેશા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકે છે. અમે માત્ર શૈક્ષણિક સફળતા જ નહીં, પરંતુ મૂલ્યો, શિસ્ત અને સમર્પણ સાથેનું શિક્ષણ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આજના આધુનિક યુગમાં પણ અમે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સંસ્કાર આધારિત શિક્ષણમાં અડગ વિશ્વાસ રાખીએ છીએ, જે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં સફળ અને જવાબદાર નાગરિક બનાવે છે.આ અદ્ભુત પરિણામ વિદ્યાર્થીઓની મહેનત, વાલીઓના વિશ્વાસ અને શિક્ષકોના અવિરત માર્ગદર્શનનું પ્રતિબિંબ છે.
