ડભોઇ અંબાવ ચોકડીનું એસ.ટી. સ્ટેન્ડ એક વર્ષથી ગાયબ મુસાફરો આકરા તાપમાં શેકાવા મજબૂર

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઇ-વડોદરા હાઈવે પરની મહત્વની ગણાતી અંબાવ ચોકડીએ તંત્રની ઘોર બેદરકારી ચોમાસા પહેલા સ્ટેન્ડ નહીં બને તો મુસાફરોની હાલત કફોડી થશે.
ડભોઇ તાલુકાના વ્યૂહાત્મક રીતે મહત્વના ગણાતા અંબાવ ચોકડી પાસે આવેલું એસ.ટી. ડેપો (બસ સ્ટેન્ડ) તોડી પાડ્યાને આજે એક વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, તંત્ર દ્વારા અહીં નવું સ્ટેન્ડ બનાવવાની તસ્દી લેવામાં આવી નથી. આ બેદરકારીને કારણે સેંકડો મુસાફરો હાલ કાળઝાળ ગરમીમાં રઝળી રહ્યા છે મુખ્ય સમસ્યાઓ અને જનતાની હાલાકી કનેક્ટિવિટીનું કેન્દ્ર: અંબાવ ચોકડી એ ડભોઇ અને બોરબાર (વડોદરા-ડભોઇ હાઈવે) જવા માટેનું મુખ્ય જંકશન છે. દરરોજ મોટી સંખ્યામાં નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો અહીંથી મુસાફરી કરે છે.શેડ વગર મુસાફરો લાચાર: ગત વર્ષે જુનું બસ સ્ટેન્ડ તોડી પાડ્યા બાદ નવું બાંધકામ શરૂ કરવામાં આવ્યું નથી. જેના કારણે મુસાફરો પાસે બેસવા માટે કોઈ વ્યવસ્થા નથી અને તેમને ધોમધખતા તાપમાં રોડ પર ઊભા રહેવાની ફરજ પડી રહી છે.

ચોમાસાનો ડર ઉનાળો તો જેમ-તેમ પસાર થઈ રહ્યો છે, પરંતુ આગામી દિવસોમાં ચોમાસું આવી રહ્યું છે. જો સત્વરે સ્ટેન્ડ નહીં બને, તો વરસાદમાં મુસાફરો, ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધો ક્યાં આશરો લેશે તે એક મોટો પ્રશ્ન છે એક તરફ સરકાર વિકાસની વાતો કરે છે, પણ ડભોઇ-વડોદરા જેવા વ્યસ્ત હાઈવે પરના સ્ટેન્ડ બનાવવામાં એક વર્ષનો સમય ઓછો પડે છે અમારે ક્યાં સુધી આવી રીતે તાપમાં હેરાન થવું પડશે વહેલી તકે બાંધકામ કરવાની માંગ સ્થાનિક રહીશો અને મુસાફરોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માગ છે કે જવાબદાઅધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને ચોમાસું બેસે તે પહેલાં અંબાવ ચોકડી પર નવું એસ.ટી. સ્ટેન્ડ કાર્યરત કરવામાં આવે એવી માંગ અથવા પામી છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
