પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠકનું આયોજન

લોક સેવાના સંકલ્પ સાથે બેઠક
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠકનું આયોજન જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ સિંધવ સાહેબની અધ્યક્ષતામાં નગરપાલિકાના નવનિયુક્ત સદસ્યઓ સાથે ખાસ સંવાદ અને સમીક્ષા બેઠક યોજાઈ.
આ બેઠકમાં નવનિયુક્ત સદસ્યઓને પ્રજાલક્ષી કાર્યોને વેગ આપવા અને સંગઠનની વિચારધારા સાથે લોકહિતના કામો છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે પ્રમુખ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા મહામંત્રી સંજયભાઈ પટેલ, લાલજીભાઈ દેસાઈ, શહેર પ્રમુખ હર્ષભાઈ પટેલ, શહેર પ્રભારી મિહિરભાઇ પાધ્યા તેમજ શહેર મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા..
આગામી સમયમાં નગરના વિકાસ કાર્યોને નવી ઊંચાઈએ લઈ જવા તમામ સદસ્યઓએ સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી હતી.
પાટણ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર જયેશ દરજી
