Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ૩૩મી ગુજરાત રાજ્ય સિનિયર ટેનિસ બોલ ક્રિકેટ ચેમ્પિયનશિપ-૨૦૨૬માં પાટણની ટીમનું શાનદાર પ્રદર્શન
ગુજરાત

૩૩મી ગુજરાત રાજ્ય સિનિયર ટેનિસ બોલ ક્રિકેટ ચેમ્પિયનશિપ-૨૦૨૬માં પાટણની ટીમનું શાનદાર પ્રદર્શન

Rajeshkumar Jadav
Last updated: August 11, 2026 9:42 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
4 Min Read
SHARE

૩૩મી ગુજરાત રાજ્ય સિનિયર ટેનિસ બોલ ક્રિકેટ ચેમ્પિયનશિપ-૨૦૨૬માં પાટણની ટીમનું શાનદાર પ્રદર્શન

ફાઈનલ સુધીની સફર ખેડી પાટણની ટીમ ઉપવિજેતા બની- સાહિલ નિરાશી બેસ્ટ બેટ્સમેન, શિવમ પંચાલે ૯ વિકેટ ઝડપી

જીયા ક્રિકેટ એકેડમી રાધનપુર અને શંખેશ્વરજીયા ક્રિકેટ એકેડમીના ખેલાડીઓએ રાજ્યકક્ષાએ પાટણનું નામ રોશન કર્યું

 

More Read

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું
રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ
સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬
શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે પ્રેરણાદાયી મુલાકાત

કેપિટલ મેસેજ

Capital message

પાટણ: ૩૩મી ગુજરાત રાજ્ય સિનિયર ટેનિસ બોલ ક્રિકેટ ચેમ્પિયનશિપ-૨૦૨૬માં પાટણની ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરી ફાઈનલ સુધીની સફર ખેડી ઉપવિજેતા બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો છે. રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં પાટણના ખેલાડીઓએ બેટિંગ અને બોલિંગ બંને ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરી પોતાની પ્રતિભાનો પરચો આપ્યો હતો.

More Read

ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..
ખેડૂત સશક્તિકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું…
અનુસૂચિત જાતિના નાગરિકોના આધારકાર્ડ સુધારણા માટે સરળ પ્રક્રિયાની માંગ
કલ્યાણમા – શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહને સ્મરણાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ….

પાટણની ટીમની આ સફળતામાં રાધનપુરની જીયા ક્રિકેટ એકેડમી અને શંખેશ્વર જીયા ક્રિકેટ એકેડમીમાં પ્રેક્ટિસ કરતા ખેલાડીઓનું મહત્વનું યોગદાન રહ્યું હતું. બંને એકેડમીમાં નિયમિત તાલીમ અને પ્રેક્ટિસ કરતા ખેલાડીઓએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં શાનદાર રમત બતાવી પાટણનું નામ ગૌરવભેર આગળ વધાર્યું છે.

ટુર્નામેન્ટમાં સાહિલ નિરાશીએ બેટિંગમાં શાનદાર પ્રદર્શન કરી માત્ર ૩ મેચમાં ૧૨૦ રન બનાવી સૌથી વધુ રન નોંધાવ્યા હતા. સતત સારા પ્રદર્શન બદલ સાહિલ નિરાશીને બેસ્ટ બેટ્સમેનનો ખિતાબ મળ્યો હતો. ટીમને મહત્વની મેચોમાં મજબૂત શરૂઆત અપાવવામાં સાહિલની બેટિંગ નિર્ણાયક રહી હતી.

બોલિંગમાં શિવમ પંચાલે જોરદાર પ્રદર્શન કરી સમગ્ર ટુર્નામેન્ટમાં ૯ વિકેટ ઝડપી સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી તરીકે સ્થાન મેળવ્યું હતું. શિવમની અસરકારક બોલિંગે વિરોધી ટીમના બેટ્સમેનો પર સતત દબાણ જાળવી રાખ્યું હતું.

એકેડમીની મહેનતનું રાજ્યકક્ષાએ પરિણામ:

પાટણની ટીમમાં સામેલ ખેલાડીઓ જીયા ક્રિકેટ એકેડમી, રાધનપુર અને શંખેશ્વર જીયા ક્રિકેટ એકેડમીમાં નિયમિત પ્રેક્ટિસ અને તાલીમ મેળવી રહ્યા છે. ખેલાડીઓની મહેનત, કોચિંગ, સતત પ્રેક્ટિસ અને ટીમવર્કનું પરિણામ રાજ્યકક્ષાની આ ચેમ્પિયનશિપમાં જોવા મળ્યું હતું. એકેડમી સાથે જોડાયેલા યુવા ખેલાડીઓએ રાજ્યસ્તરે પોતાની પ્રતિભા સાબિત કરી બંને એકેડમીનું નામ પણ રોશન કર્યું છે.

ટીમમાં સાહિલ નિરાશી, શિવમ પંચાલ, પારસ કોળીપટેલ, કૃષ્ણ કોળીપટેલ, શ્રવણ કોળીપટેલ, બલરામ ખેર, યુસુફ સૈયદ, અયાન ચૌધરી, આદિત્ય રાજગોર, રુદ્ર ભરવાડ, રોનક ઠાકોર, નીરવ ચૌહાણ અને ક્રિશ ઠક્કરનો સમાવેશ થતો હતો. તમામ ખેલાડીઓએ પોતાની ક્ષમતા મુજબ સારું પ્રદર્શન કરી ટીમને ફાઈનલ સુધી પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

More Read

લેખક: ડૉ. ધનરાજ કાંતિલાલ ઠક્કર (રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને આચાર્ય, શેઠ એમ.એન. હાઈસ્કૂલ – પાટણ)
શેઠ એમ. એન. હાઈસ્કૂલમાં શિક્ષક દિનની થઈ અનોખી ઉજવણી
પાટણમાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન બન્યો જનઆક્રોશનું કારણ, લોકો રસ્તા પર ઉતર્યા
રાધનપુર નગરપાલિકાની કથળેલી સ્થિતિ સામે કોંગ્રેસનો હલ્લાબોલ

ફાઈનલ મુકાબલામાં પણ પાટણના ખેલાડીઓએ અંત સુધી સંઘર્ષ કર્યો હતો, જોકે અંતે ટીમને ઉપવિજેતા બની સંતોષ માનવો પડ્યો હતો. રાજ્યકક્ષાની પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ફાઈનલ સુધી પહોંચીને ઉપવિજેતા બનવું પાટણની ટીમ માટે મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.

ટીમના સફળ પ્રદર્શન પાછળ રાધનપુરનાં કોચ ભાવેશ સાધુ અને શંખેશ્વર કોચ જયદીપ સાધુનૂ માર્ગદર્શન પણ મહત્વપૂર્ણ રહ્યું હતું. ખેલાડીઓને ટેકનિકલ તાલીમ આપવા ઉપરાંત ટીમમાં સંકલન અને મેચ દરમિયાન યોગ્ય રણનીતિ માટે કોચ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પાટણ ટીમની મુખ્ય સિદ્ધિઓ

રાજ્યકક્ષાની ચેમ્પિયનશિપમાં ફાઈનલ સુધી પહોંચીને ઉપવિજેતા:

સાહિલ નિરાશી – ૩ મેચમાં ૧૨૦ રન

સાહિલ નિરાશી – બેસ્ટ બેટ્સમેન

શિવમ પંચાલ – ૯ વિકેટ

શિવમ પંચાલ – સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી

જીયા ક્રિકેટ એકેડમી, રાધનપુર અને શંખેશ્વર ક્રિકેટ એકેડમીના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન

 

કોચ ભાવેશ સાધુ અને જયદીપ સાધુના માર્ગદર્શન હેઠળ ટીમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

પાટણની ટીમની આ સિદ્ધિ બદલ ખેલાડીઓ, કોચ તથા જીયા ક્રિકેટ એકેડમી રાધનપુર અને શંખેશ્વર જીયા ક્રિકેટ એકેડમીને રમતપ્રેમીઓ અને શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. રાજ્યકક્ષાની સ્પર્ધામાં પાટણના ખેલાડીઓએ મેળવેલી આ સફળતા આગામી સમયમાં ક્રિકેટ ક્ષેત્રે વધુ ઊંચી સિદ્ધિઓ મેળવવા માટે પ્રેરણારૂપ બની છે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article સંસ્કાર એકેડેમી, પાટણ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Next Article સિદ્ધપુરનું ઐતિહાસિક ગૌરવઃ રુદ્ર મહાલય મંદિર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

08/09/2026 Capital Message Newspaper

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઈની ઉમા સોસાયટીમાં લીમડાના થડમાંથી દૂધ જેવી સફેદ ધાર વહેતાં લોકોમાં ભારે કુતૂહલ

ગુજરાત

૧૦ ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ; સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

ગુજરાત

ડભોઇમાં મીડિયાના અહેવાલની ધારદાર અસર

ગુજરાત

અકોટી બસ સ્ટેશન બન્યું બદહાલ: તંત્રની ઘોર ઉપેક્ષા

ગુજરાત

ડભોઇ ચીફ ઓફિસરની ખંભાત બદલી: ભાવભીની વિદાય

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video