ડભોઇમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી: ભાજપ-કોંગ્રેસ સહિત વિવિધ સંગઠનોએ જ્યારે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઇ: ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135 મી જન્મ જયંતી નિમિત્તે આજે ડભોઇ નગરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નગરના મુખ્ય આંબેડકર ચોક ખાતે સવારે 9:00 કલાકે વિવિધ રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી બાબા સાહેબને ભાવવંદના કરવામાં આવી હતી
ભાજપ દ્વારા સન્માન અને ઉજવણી ભારતીય જનતા પાર્ટી દ્વારા આ અવસરે બાબા સાહેબની પ્રતિમાને હારતોરા કરી તેમના આદર્શોને યાદ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યત્વે નીચેના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા:ડૉ. બી.જે. બ્રહ્મભટ્ટ (વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ) શૈલેષ મહેતા (સોટ્ટા) (ધારાસભ્ય, ડભોઇ)વિનોદભાઈ સોલંકીબિરનભાઈ શાહ આરીફભાઈ મકરાણી સઈદભાઈ લોટવાલા કોંગ્રેસ પક્ષની ઉપસ્થિતિકોંગ્રેસ સમિતિ દ્વારા પણ બાબા સાહેબની જન્મ જયંતીની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં પક્ષના અગ્રણીઓએ મોટી સંખ્યામાં સંખ્યાબંધ લોકો ફૂલહાર કરી અને એક કેક ઉજવણી કરવામાં આવી સતીશ રાવલગોપાલભાઈ જીનવાલા સુધીર બારોટરમેશભાઈ રોહિત અજયભાઈ રાઠવા નગીનભાઈ પરમાર એકતા અને આદર્શનો સંદેશ ડભોઇના આંબેડકર ચોક ખાતે પક્ષ-વિપક્ષના રાજકીય નેતાઓ અને નગરજનોએ ભેગા મળીને બંધારણના ઘડવૈયા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે નગરમાં ‘જય ભીમ’ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને ડૉ. આંબેડકરના સમાનતા અને શિક્ષિત બનવાના સંદેશને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી,ડભોઈ
