પાટણ જિલ્લામાં જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળતા ડૉ. પ્રશાંત જીલોવા

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા વહીવટી તંત્રના ફેરફારો અંતર્ગત પાટણ જિલ્લાના નવા જિલ્લા કલેક્ટર તરીકે ડૉ. પ્રશાંત જીલોવાની નિમણૂક કરવામાં આવી છે. આજે તેમણે પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો.
ડૉ. પ્રશાંત જીલોવાની અગાઉ અમદાવાદ ખાતે નગરપાલિકા ઓના પ્રાદેશિક કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેઓ મૂળ હરિયાણાના વતની છે અને રોહતકની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાંથી MBBS ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. વર્ષ ૨૦૧૭ની UPSC પરીક્ષામાં ૧૦૮મો રેન્ક પ્રાપ્ત કરી તેઓ વહીવટી સેવામાં જોડાયા હતા.

તેઓએ અગાઉ ગાંધીનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે તેમજ વડોદરાના ઉદ્યોગ કમિશનર કચેરીમાં વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર કામગીરી બજાવી છે. વહીવટી કાર્યક્ષમતા, સુશાસન પ્રત્યેની પ્રતિબદ્ધતા અને લોકો કેન્દ્રિત અભિગમ માટે તેઓ જાણીતા છે.
નવા જિલ્લા કલેક્ટર તરીકે ડૉ. જીલોવાનીના નેતૃત્વમાં પાટણ જિલ્લામાં વિકાસલક્ષી કામગીરી, આરોગ્ય ક્ષેત્ર, જાહેર સેવા અને શાસનની પ્રક્રિયામાં વધુ ગતિ મળશે.
