Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુરમાં પાંજરાપોળથી મીરા દરવાજા સુધીની વીજ લાઇન બની જોખમી
ગુજરાત

રાધનપુરમાં પાંજરાપોળથી મીરા દરવાજા સુધીની વીજ લાઇન બની જોખમી

Rajeshkumar Jadav
Last updated: July 28, 2026 9:59 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

રાધનપુરમાં પાંજરાપોળથી મીરા દરવાજા સુધીની વીજ લાઇન બની જોખમી

વોલ્ટેજ વધઘટથી વીજ ઉપકરણોને નુકસાન, UGVCL સમક્ષ શહેર કોંગ્રેસની લેખિત રજૂઆત

 

કેપિટલ મેસેજ

More Read

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું
રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ
સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬
શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે પ્રેરણાદાયી મુલાકાત

Capital message

રાધનપુર શહેરના પાંજરાપોળ થી મીરા દરવાજા સુધીના વિસ્તારમાં આવેલી વીજ લાઇન લાંબા સમયથી અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં હોવાનું જણાવી રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિએ પોતાના લેટરપેડ પર વિભાગીય અધિકારી, UGVCL રાધનપુરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે વિસ્તારમાં વીજ વાયરો સડી ગયેલી સ્થિતિમાં છે, જ્યારે અનેક વીજ થાંભલાઓ પણ નબળી હાલતમાં હોવાથી અકસ્માતનો ગંભીર ભય ઉભો થયો છે. ચોમાસા દરમિયાન પવન અને વરસાદના કારણે ક્યારે પણ વાયર તૂટી પડવાની અથવા થાંભલા ધરાશાયી થવાની શક્યતા રહેલી હોવાથી સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.

More Read

ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..
ખેડૂત સશક્તિકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું…
અનુસૂચિત જાતિના નાગરિકોના આધારકાર્ડ સુધારણા માટે સરળ પ્રક્રિયાની માંગ
કલ્યાણમા – શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહને સ્મરણાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ….

રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે ઉનાળામાં વીજ લોડ વધતા વિસ્તારમાં વારંવાર વોલ્ટેજની વધઘટ થાય છે. તેના કારણે ફ્રિજ, એર કન્ડિશનર (AC), પાણીની મોટર સહિતના વીજ ઉપકરણો બળી જવાના બનાવો બની રહ્યા છે, જેના કારણે નાગરિકોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.

શહેર કોંગ્રેસ સમિતિએ લેખિત રજૂઆતમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે વીજ લાઇનની બેદરકારીના કારણે અગાઉ એક પશુનું મોત પણ થયું હતું. તેમ છતાં આજદિન સુધી કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શહેર કોંગ્રેસ સમિતિએ માંગ કરી છે કે UGVCLના અધિકારીઓ તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી જર્જરિત વાયર અને જોખમી થાંભલાઓ બદલે, જરૂરી મરામત હાથ ધરે તેમજ નિયમિત અને સુરક્ષિત વીજ પુરવઠો સુનિશ્ચિત કરે.

જો સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો કાનૂની કાર્યવાહી તેમજ જનઆંદોલન સહિતના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે, જેના માટે સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગની રહેશે તેમ લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે.

આ લેખિત રજૂઆત રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિના શહેર પ્રમુખ રફીકભાઈ ઈબ્રાહિમભાઈ ઘાંચી દ્વારા તેમના લેટરપેડ પર વિભાગીય અધિકારી, UGVCL રાધનપુરને પાઠવવામાં આવી છે.

More Read

લેખક: ડૉ. ધનરાજ કાંતિલાલ ઠક્કર (રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને આચાર્ય, શેઠ એમ.એન. હાઈસ્કૂલ – પાટણ)
શેઠ એમ. એન. હાઈસ્કૂલમાં શિક્ષક દિનની થઈ અનોખી ઉજવણી
પાટણમાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન બન્યો જનઆક્રોશનું કારણ, લોકો રસ્તા પર ઉતર્યા
રાધનપુર નગરપાલિકાની કથળેલી સ્થિતિ સામે કોંગ્રેસનો હલ્લાબોલ

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુર વિસ્તારમાં Flip Cart હોમ ડિલિવરીના નામે ગ્રાહકો સાથે અન્યાય
Next Article 28/07/2026 Capital Message Newspaper
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક આરોપી :- સંજયભાઇ બચુભાઇ ડામોર (પ્રજાજન) ઉ.વ.૩૦ રહે.કોટડા મહુડા ફળીયા તા.જી.દાહોદ ગુનો બન્યા તારીખ :- તા.૧૦/૦૯/૨૦૨૬ લાંચની માંગણીની રકમ :- રૂ.૫૦૦/- લાંચ સ્વીકારેલ રકમ :- રૂ.૫૦૦/- લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૫૦૦/- ગુનાનુ સ્થળ :- દાહોદ મામલતદાર કચેરીના બહારના ભાગે જાહેર રોડ ઉપર તા.જી.દાહોદ ગુનાની ટુંક વિગત :- આ કામના ફરીયાદીએ રેશનકાર્ડ વિભાજન કરવા માટે દાહોદ મામલતદાર કચેરી ખાતે અરજી કરેલ હતી. જે કામ કરી આપવા આક્ષેપિતે ફરીયાદીનો સંપર્ક કરી અગાઉ રૂ.૨૫૦૦/ – લઇ લીધેલ હતાં. ત્યારબાદ આક્ષેપિતે ફરીયાદીનું કામ નહી કરી આપી ફરીથી રૂ.૫૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી. ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર જાણ કરતા ફરીયાદની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનુ આયોજન કરેલ, જે લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે (પ્રજાજન) ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૫૦૦/- ની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુનો કરેલ છે. ટ્રેપીંગ અધિકારી :- એસ.એમ.પઠાણ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન દાહોદ તથા એ.સી.બી. સ્ટાફ દાહોદ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઈની ઉમા સોસાયટીમાં લીમડાના થડમાંથી દૂધ જેવી સફેદ ધાર વહેતાં લોકોમાં ભારે કુતૂહલ

ગુજરાત

૧૦ ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ; સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

ગુજરાત

ડભોઇમાં મીડિયાના અહેવાલની ધારદાર અસર

ગુજરાત

અકોટી બસ સ્ટેશન બન્યું બદહાલ: તંત્રની ઘોર ઉપેક્ષા

ગુજરાત

ડભોઇ ચીફ ઓફિસરની ખંભાત બદલી: ભાવભીની વિદાય

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video