મહોરમ નિમિત્તે રાધનપુરમાં ગરીબ દર્દીઓને ફ્રૂટ કિટનું વિતરણ, હિન્દુ-મુસ્લિમ એકતાનો આપ્યો સંદેશ

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
રાધનપુર : દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મહોરમના પવિત્ર અવસર નિમિત્તે મોહસીન એ આઝમ મિશન, રાધનપુર દ્વારા “યૌમે આશુરા”ના પ્રસંગે સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. મિશનના કાર્યકરોએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગરીબ દર્દીઓ તેમજ જરૂરિયાતમંદ લોકોને ફ્રૂટ કિટનું વિતરણ કરીને માનવસેવાનો અનોખો સંદેશ આપ્યો હતો.
મિશન દ્વારા આ કાર્યક્રમ હુઝુર મોહદ્દીસે આઝમ હિંદ, અમીર-એ-મિલ્લત અને સૂફી-એ-હિંદ ફાઝીલે બગદાદ સૈયદ હસન અસ્કરી અશરફ અશરફી અલ જીલાનીના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન દર્દીઓના આરોગ્યની શુભકામનાઓ પાઠવતાં તેમને ફળોની કિટ અર્પણ કરવામાં આવી હતી.
મિશનના પ્રમુખ ઈમરાન ઘાંચી (બાબા કાકા) સહિત તમામ સભ્યોએ સેવા કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન હિન્દુ-મુસ્લિમ એકતા, સામાજિક સૌહાર્દ અને માનવસેવાનો સુંદર સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. સેવાભાવી કાર્યને સ્થાનિક લોકોએ પણ બિરદાવ્યું હતું.
આ પ્રસંગે લવિંગજી ઠાકોર, બાબા કાકા, સાજીદ ઘાંચી, ઇનાયત બલોચ, ફિરોઝ પઠાણ, આસિફ ઘાંચી, જાવેદ મલેક અને રજબ નાગોરી સહિત મિશનના કાર્યકરો ઉપસ્થિત રહી સેવાકીય કામગીરીને સફળ બનાવી હતી.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
