અંકલેશ્વરમાં પોલીસ કોન્સ્ટેબલ રૂ.૨૫ હજારની લાંચ લેતા ACBમાં ઝડપાયો
બેંક ખાતુ અનફ્રિઝ કરવા માટે રૂપિયા માંગતા છટકામાં ફસાયો
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
અગ્ર ગુજરાત, ભરૂચ
ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક ગઢ ગણાતા અંકલેશ્વરમાંથી ખાખી વર્દીને દાગ લગાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા હોય તેમ અંકલેશ્વરની ભાડકોદ્રા પોલીસ ચોકીનો હેડ કોન્સ્ટેબલ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના સકંજામાં આવી ગયો છે. વડોદરા એસીબીની ટીમે આયોજનબદ્ધ રીતે છટકું ગોઠવીને લાંચિયા પોલીસકર્મીને જાહેરમાં લાંચ લેતા દબોચી લેતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
આ હાઈપ્રોફાઈલ કેસની વિગતો એવી છે કે, ફરિયાદીનું કોઈ કારણોસર બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું હતું. આ ફ્રીઝ થયેલું બેંક એકાઉન્ટ ફરીથી અનફ્રીઝ કરાવવા માટે ફરિયાદીએ ભાડકોદ્રા પોલીસ ચોકીનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન ત્યાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સુનીલ પરમારે એકાઉન્ટ ફરી ચાલુ કરી આપવાની અવેજીમાં ફરિયાદી પાસે રૂપિયા 25,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચના નાણાં આપવા ઈચ્છુક ન હોવાથી તેમણે વડોદરા એસીબી સમક્ષ આખી ઘટનાની ફરિયાદ કરી હતી.
ફરિયાદના આધારે વડોદરા એસીબીની ટીમે તાત્કાલિક એક્શન પ્લાન તૈયાર
