Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણની પવિત્ર ધરા પર ‘મોક્ષગાથા’નો દિવ્ય મહોત્સવ!
ધર્મ ભક્તિ

પાટણની પવિત્ર ધરા પર ‘મોક્ષગાથા’નો દિવ્ય મહોત્સવ!

Rajeshkumar Jadav
Last updated: June 18, 2026 8:00 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

પાટણની પવિત્ર ધરા પર ‘મોક્ષગાથા’નો દિવ્ય મહોત્સવ: 

શ્રીમદ્ ભાગવત સપ્તાહે ભક્તિમય બન્યું સમગ્ર વાતાવરણ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

More Read

રાધનપુરનાં કલ્યાણપુરામાં પરંપરાગત રીતે રામજી મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી
સમીના ગોચનાદ ગામે અનોખી પરંપરા: વહુઓ સાસરિયામાં જ રમે કાનુડો!
નરોડા હંસપુરામાં 21 વર્ષથી ગોગા મહારાજનો નવચંડી મહાયજ્ઞ
ઈદ-એ-મિલાદુન્નબી મુબારક પાટણ

પાટણ:ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વૈભવ ધરાવતી પાટણની પવિત્ર ધરા પર પુરુષોત્તમ માસના પાવન અવસરે પિતૃઓના મોક્ષ તથા આત્મકલ્યાણના શુભ હેતુથી ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ‘મોક્ષગાથા’નું આયોજન કરવામાં આવ્યું હતું. સાઈબાબા મંદિર સામે આવેલા માં બંગલોઝ ખાતે યોજાયેલા આ આધ્યાત્મિક મહોત્સવે સાત દિવસ સુધી સમગ્ર વિસ્તારને ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કારના રંગે રંગી દીધો હતો.

વ્યાસપીઠ પર બિરાજમાન પાટણના સુપ્રસિદ્ધ કથાકાર અને ભાગવત મર્મજ્ઞ પરમ પૂજ્ય હર્ષદભાઈ વ્યાસ (વ્યાસજી)એ પોતાની મધુર, સરળ અને સંગીતમય શૈલીમાં શ્રીમદ્ ભાગવત મહાપુરાણના અમૃતમય પ્રસંગોનું રસપાન કરાવ્યું હતું. તેમની વાણીમાં રહેલા આધ્યાત્મિક ઊંડાણ અને જીવનમૂલ્યોના સંદેશે શ્રોતાઓને ભક્તિભાવથી ઓતપ્રોત કરી દીધા હતા.

આ દિવ્ય કથાના મુખ્ય પોથી યજમાન તરીકે પાટણના જાણીતા પટેલ ડાહ્યાભાઈ મંછારામ (રાજપુરવાળા) પરિવારે સેવાભાવપૂર્વક યજમાનપદ નિભાવ્યું હતું. સુનિલભાઈ, પરેશભાઈ અને રાજેશભાઈ પટેલે પોથીજીનું પૂજન-અર્ચન કરીને પિતૃભક્તિ અને ધર્મનિષ્ઠાનું અનોખું ઉદાહરણ સમાજ સમક્ષ રજૂ કર્યું હતું.

More Read

પાટણમાં શ્રાવણ માસની ભક્તિધારા : શિવકથાની ભવ્ય પૂર્ણાહુતિ.
પાટણમાં શ્રી જલારામ બાપાના 131મા ગુરુવાર ભજન-સત્સંગનું ભાવભર્યું આયોજન કરાયું.
ડભોઇમાં ધૂમધામથી દશામાની વિસર્જન યાત્રા
શ્રાવણ માસનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક જોડાણ

તા. ૯ જૂનથી ૧૫ જૂન ૨૦૨૬ દરમિયાન દરરોજ રાત્રે યોજાયેલી કથામાં શ્રીરામ જન્મોત્સવ, વામન અવતાર, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજા, અન્નકૂટ મહોત્સવ, શ્રી રુક્મિણી વિવાહ, સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષ જેવા પ્રસંગોની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. ભક્તજનોમાં દરેક ઉત્સવ પ્રત્યે વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.

મહોત્સવના શુભ દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ ભુવાજી કાંતિભાઈ કરશનભાઈ પટેલ, ભુવાજી વિનુભાઈ જોઈતારામ પટેલ તથા ભુવાજી દિનેશભાઈ નાનાલાલ પટેલના વરદહસ્તે સંપન્ન થયો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે નિરવ વ્યાસ, મહેન્દ્રભાઈ પટેલ, નિરંજન વ્યાસ સહિતના સેવાભાવી કાર્યકર્તાઓએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.

કથા દરમિયાન શહેરના કિશોરભાઈ મહેશ્વરી, પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, પત્રકાર રાજુભાઈ ઠક્કર, યશપાલભાઈ સ્વામી, ડોક્ટર શૈલેષ સોમપુરા, સુનિલભાઈ પાગેદાર, પાટણ સીટી પેજના ગૌરવ પંડ્યા,અગ્રણી મહાનુભાવો, સામાજિક આગેવાનો, અધિકારીઓ, ડોક્ટરો અને પત્રકારો સહિત અનેક શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી પોથીજીના દર્શન કરીને ધર્મલાભ મેળવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સોશિયલ મીડિયા માધ્યમથી જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે દૂર-દૂરના ભાવિકો પણ આ કથાનો લાભ લઈ શક્યા હતા.

વિશેષ નોંધનીય બાબત એ રહી કે માં બંગલોઝના તમામ પરિવારો એક પરિવારની ભાવનાથી જોડાઈ ગયા હતા. સમાજમાં એકતા, સહકાર અને ધાર્મિક સંસ્કારોનું અનોખું દૃશ્ય સર્જાયું હતું. ભક્તિ, સેવા, સંસ્કાર અને પિતૃસ્મરણના આ મહોત્સવે પુરુષોત્તમ માસની મહિમાને વધુ ઉજાગર કરી સમગ્ર પાટણમાં આધ્યાત્મિક ઊર્જાનો સંચાર કર્યો હતો.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬ માટે પાટણ ભાજપની તૈયારી બેઠક યોજાઈ
Next Article પીપીજી હાઇસ્કુલમાં 720 ‘સફળ જીવનની દિશાધારા’ પુસ્તકોનું વિતરણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક આરોપી :- સંજયભાઇ બચુભાઇ ડામોર (પ્રજાજન) ઉ.વ.૩૦ રહે.કોટડા મહુડા ફળીયા તા.જી.દાહોદ ગુનો બન્યા તારીખ :- તા.૧૦/૦૯/૨૦૨૬ લાંચની માંગણીની રકમ :- રૂ.૫૦૦/- લાંચ સ્વીકારેલ રકમ :- રૂ.૫૦૦/- લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૫૦૦/- ગુનાનુ સ્થળ :- દાહોદ મામલતદાર કચેરીના બહારના ભાગે જાહેર રોડ ઉપર તા.જી.દાહોદ ગુનાની ટુંક વિગત :- આ કામના ફરીયાદીએ રેશનકાર્ડ વિભાજન કરવા માટે દાહોદ મામલતદાર કચેરી ખાતે અરજી કરેલ હતી. જે કામ કરી આપવા આક્ષેપિતે ફરીયાદીનો સંપર્ક કરી અગાઉ રૂ.૨૫૦૦/ – લઇ લીધેલ હતાં. ત્યારબાદ આક્ષેપિતે ફરીયાદીનું કામ નહી કરી આપી ફરીથી રૂ.૫૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી. ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર જાણ કરતા ફરીયાદની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનુ આયોજન કરેલ, જે લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે (પ્રજાજન) ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૫૦૦/- ની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુનો કરેલ છે. ટ્રેપીંગ અધિકારી :- એસ.એમ.પઠાણ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન દાહોદ તથા એ.સી.બી. સ્ટાફ દાહોદ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

સિદ્ધપુરમાં ગુરુ વંદન-છાત્ર અભિનંદન કાર્યક્રમ

ધર્મ ભક્તિ

પાટણના આશ્રમોમાં ગુરુપૂર્ણિમાની ભક્તિમય ઉજવણી

ધર્મ ભક્તિ

ભગવતી સ્કૂલમાં ભવ્ય ગુરુ પૂર્ણિમા ઉજવણી

ધર્મ ભક્તિ

મક્કામદીના ઉમરાહ અર્થે જતા સન્માન સમારંભ યોજાયો

ગુજરાત ધર્મ ભક્તિ

રાધનપુરનું રાપરીયા હનુમાનજી મંદિર બન્યું: આસ્થાનું કેન્દ્ર

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video