પાટણમાં વિજય હનુમાન ધન્યવાદ આશ્રમ માં દિવ્ય ભાગવત કથાનો ભવ્ય પ્રારંભ, ભક્તિમય વાતાવરણ સર્જાયું

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ, તા.6/4/26 ને સોમવારથી ,પાટણ શહેરમાં દિવ્ય શ્રીમદ ભાગવત કથાનો ભવ્ય પ્રારંભ થયો છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ છવાઈ ગયો છે. આ પ્રસંગે ઢોલ નગારા અને શરણાઈ સાથે રજવાડી બગીમાં પ્રશાંત સોની પરિવાર સાથે કિશોર ભાઈ શાસ્ત્રીજી બિરાજમાન થઈને ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉત્સાહભેર જોડાયા હતા.
પોથીયાત્રા દરમિયાન કેશવ પ્રાઈમ ફ્લેટ મારે હતા પ્રશાંતકુમાર જશવંતલાલ (હસુભાઈ) સોનીના નિવાસ્થાને થી શ્રી વિજય હનુમાન આશ્રમ પર ભક્તિ સંગીત, ઢોલ-નગારાના નાદ અને જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. યાત્રામાં મહિલાઓ, યુવાનો અને વડીલો સહીત તમામ વયના લોકો જોડાયા હતા, જે ભક્તિમાં લીન બની ગયા હતા.

કાર્યક્રમના પ્રારંભે પાટણના જાણીતા આગેવાનો સંત શ્રી વાસંતગિરી મહારાજ ગુરુ કલ્યાણ ગીરી મહારાજ,કાલિકા મંદિર ના અશોક ભાઈ , દ્વારકાધીશ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષ ભાઈ આચાર્ય,આત્મારામ ભાઈ નાઈ,,કથાકાર શ્રી સેઇલ્સ ભાઈ,જલારામ સેવા ટ્રસ્ટના નારણ ભાઈ ઠક્કર અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય સાથે જ કથાનું શુભ આરંભ થયો હતો.
આ દિવ્ય કથાનું આયોજન વિજય હનુમાન આશ્રમ દ્વારા કરવામાં આવ્યું છે. આશ્રમ તરફથી શહેરના તમામ ધર્મપ્રેમી લોકોને આ પવિત્ર કથાનો લાભ લેવા માટે વિનંતી કરવામાં આવી છે.

કથામાં વૈદિક ધર્માનુરાગી પૂજ્ય સ્વામી તત્વજિજ્ઞાસુ (કિશોર શાસ્ત્રી) પોતાની ઓજસ્વી અને તેજસ્વી વાણી દ્વારા શ્રીમદ ભાગવતના તત્ત્વોને સરળ અને રસપ્રદ રીતે રજૂ કરી રહ્યા છે. તેમની કથાથી શ્રોતાઓ મંત્રમુગ્ધ બની રહ્યા છે અને ભક્તિભાવમાં તલ્લીન થઈ રહ્યા છે.
આ દિવ્ય ભાગવત કથા તા. 12 એપ્રિલ સુધી ચાલુ રહેશે, જેમાં રોજ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહીને ધર્મલાભ લઈ રહ્યા છે.
શહેરવાસીઓ માટે આ કથા એક આધ્યાત્મિક અવસર બની રહી છે, જ્યાં ભક્તિ, જ્ઞાન અને સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે.
ઘસારો સફળ સંચાલન અશોકભાઈ ત્રિવેદી દ્વારા ખુબ સુંદર રીતે કરવામાં આવ્યું હતું.
