મીડિયાના અહેવાલ બાદ ફાટક ઓવરબ્રિજનું કામ શરૂ !

મીડિયાના અહેવાલની ધારદાર અસર ડભોઇના પલાસવાડા ફાટક પર ઓવરબ્રિજનું કામ યુદ્ધના ધોરણે’ ફરી શરૂ, વાહનચાલકોમાં આનંદ.
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઇ તાલુકાના પલાસવાડા ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા ૧૫ દિવસથી અગમ્ય કારણોસર બંધ પડી હતી. આ અંગે મીડિયા દ્વારા જનતાની હાલાકીને વાંચા આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવતા જ રેલ્વે તંત્ર સફાળું જાગ્યું છે. મીડિયાના અહેવાલના ઘેરા પ્રત્યાઘાત પડતા રેલ્વે તંત્રના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે અને બંધ પડેલી કામગીરીને તાબડતોબ ‘યુદ્ધના ધોરણે’ ફરી શરૂ કરાવી દીધી છે. કામ શરૂ થતાં જ સ્થાનિકો અને પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે અને લોકલ મીડિયાનો આભાર માન્યો છે ૧૫ દિવસથી બંધ કામને કારણે જનતા ત્રાહિમામ હતી પલાસવાડા ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી અંદાજે એક મહિના પહેલા શરૂ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા ૧૫ દિવસથી કોઈ કારણસર કામ એકાએક અટકાવી દેવામાં આવ્યું હતું. આ અડધે રસ્તે અટકેલા કામના કારણે આ માર્ગ પરથી પસાર થતા હજારો મુસાફરો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળોનો મુખ્ય માર્ગ
આ રોડ માત્ર સ્થાનિક અવરજવર માટે જ નહીં, પરંતુ ગુજરાતના પ્રવાસન નકશા માટે અત્યંત મહત્વનો છે મુખ્ય કનેક્ટિવિટી: આ માર્ગ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) ને જોડતો મુખ્ય રસ્તો છે.

અન્ય ધાર્મિક અને પ્રવાસન સ્થળો: આ જ રસ્તાનો ઉપયોગ રાજપીપળા, ચાણોદ-કરનાળી, પોઇચા અને વઢવાણા પક્ષી અભયારણ્ય જેવા લોકપ્રિય સ્થળોએ જવા માટે થાય છે વીકેન્ડનો ભારે ઘસારો: શનિ-રવિની રજાઓમાં અહીં પ્રવાસીઓનો ભારે ધસારો રહે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બનતી હતી દોઢ-દોઢ કિલોમીટર લાંબી કતારો: જ્યારે પણ રેલવે ફાટક બંધ થતું, ત્યારે રોડની બંને તરફ ૧.૫ કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાતો હતો. આજે સવારે પણ કલાકો સુધી વાહનોની લાંબી લાઈનો લાગી હતી, જેમાં પ્રવાસીઓ અને દર્દીઓ ફસાયા હતા મીડિયાની સરાહનીય ભૂમિકા: લોકોમાં આનંદની લાગણી
આ ગંભીર સમસ્યાને લોકલ મીડિયાએ પ્રમુખતાથી ઉજાગર કરી હતી. અહેવાલ પ્રસારિત થતાં જ રેલ્વે તંત્ર હરકતમાં આવ્યું અને સ્થળ પર કામગીરી ધમધમતી કરી દેવામાં આવી. લાંબા સમયથી પરેશાન જનતા માટે આ સમાચાર મોટી રાહત સમાન સાબિત થયા છે. ઓવરબ્રિજનું કામ ફરી શરૂ થતાં સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અને લોકોએ લોકલ મીડિયાની લોકજાગૃતિની આ ભૂમિકા બદલ દિલથી આભાર માન્યો હતો.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
