Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણમાં ભીખનશાહ પીરદાદાની તિથિએ ભવ્ય શોભાયાત્રા
ધર્મ ભક્તિ

પાટણમાં ભીખનશાહ પીરદાદાની તિથિએ ભવ્ય શોભાયાત્રા

Rajeshkumar Jadav
Last updated: May 17, 2026 5:03 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
5 Min Read
SHARE

પાટણમાં ભીખનશાહ પીરદાદાની તિથિએ ભવ્ય શોભાયાત્રા

પાટણમાં ગુરૂ શ્રી ભીખનશાહ પીરદાદાની તિથિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા, ૧૦૮ દીવાની મહાઆરતી અને કવ્વાલી કાર્યક્રમ યોજાયો

સમસ્ત કંથરાવીયા નાનીસરા પરિવાર યુવા મિત્ર મંડળના આયોજન હેઠળ ભાવિક ભક્તોમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ, મોટી સંખ્યામાં લોકો જોડાયા

 

More Read

ચાણોદ ગંગા દશાહરા મહોત્સવે ભક્તોની ભારે ભીડ, મહાઆરતીમાં ઉમટી
શ્રી શનિદેવના 1000મા જન્મ મહોત્સવે ભવ્ય ઉજવણી
પાટણ જલારામ મંદિરે 108 હનુમાન ચાલીસા પાઠ સાથે મારુતિ યજ્ઞ
સોમનાથ સ્વાભિમાન પર્વમાં વૈદિક આયોજનની જવાબદારી સફળતાપૂર્વક સંપન્ન

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

ઐતિહાસિક પ્રાચીન નગરી પાટણ ખાતે નાનીસરા વિસ્તારમાં સ્થિત ગુરૂ શ્રી ભીખનશાહ પીરદાદા મંદિર પ્રાગણમાં ગુરૂશ્રીની તિથિ નિમિત્તે સમસ્ત કંથરાવીયા નાનીસરા પરિવાર યુવા મિત્ર મંડળ આયોજિત તથા ગુરૂ પીરદાદા ભક્તોના સ્વૈચ્છિક ફાળાના સહયોગથી ભવ્ય શોભાયાત્રા, ૧૦૮ દીવાની મહાઆરતી, મહાપ્રસાદી તેમજ ભવ્ય કવ્વાલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં નાનીસરા પરિવાર સહિત પાટણ શહેર અને આજુબાજુ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી ધાર્મિક આનંદ અને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.

More Read

મક્કા મદીના હજ માટે ડભોઇમાંથી ભવ્ય પ્રારંભ
દર્ભાવતી-ડભોઇમાં ૧૦૮ શ્રી યમુનાજી લોટીજી અને નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી
ખ્વાજા પીરશાહ બદરુદ્દીન ચિસ્તી ફરીદીના ઉર્સે ભવ્ય ઉજવણી
જગદગુરુ રામાનુજાચાર્યની ૧૦૦૯મી જન્મજયંતીએ ભવ્ય શોભાયાત્રા

દર વર્ષે વૈશાખ માસના ચાર શુક્રવાર દરમિયાન ગુરૂજીની પૂજા-અર્ચના, પ્રસાદ અને નૈવેધનું આયોજન કરવામાં આવે છે. પરંપરા મુજબ નાનીસરા પરિવારના સભ્યો કંદોરિયા દીઠ મળિદાનો પ્રસાદ (રોટલી, ઘી, ગોળ અને ચુરમું) અર્પણ કરે છે તેમજ પ્રથમ અથવા ચોથા શુક્રવારે ગુરૂ મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે પણ પરંપરાગત રીતે આ ધાર્મિક પરંપરાનું નિર્વાહ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સમસ્ત કંથરાવીયા નાનીસરા પરિવાર યુવા મિત્ર મંડળનાં પ્રગ્નેશ વિજયભાઈ પરમારે જણાવ્યું હતું કે અમારાં વડીલો કહ્યાં ઈતિહાસ મુજબ લગભગ ૫૦૦ વર્ષ પૂર્વે ગુરૂ ભીખનશાહ પીરદાદા અને ગુરૂ ખેંગારસ્વામી બાપુએ નાનીસરા પરિવારના પૂર્વજો અને વડીલોને આશીર્વાદ આપતાં વચન આપ્યું હતું કે તેમના વંશમાં “શેર માટી બાળકની ખોટ” પૂર્ણ થશે. સાથે જ દારૂનો ત્યાગ રાખવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો, જેને આજે પણ કંથરાવીયા નાનીસરા પરિવાર ટેક અને વચનરૂપે જાળવી રાખી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજ સુધી ગુરૂ મહારાજની કૃપાથી પરિવાર પર આવતી મુશ્કેલીઓ દૂર થાય છે અને સમગ્ર પરિવારને રક્ષા તથા આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

સવારે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં નાના બાળકોથી લઈ વડીલો સુધીના ભાવિક ભક્તોએ જોડાઈ ગુરૂ મહારાજના જયઘોષ સાથે નૃત્ય, ગરબા અને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ શિરા મહાપ્રસાદ અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.

રાત્રિના કાર્યક્રમમાં ગુજરાતના મશહૂર કવ્વાલ સલીમવારસી ટીમ દ્વારા ગુરૂ ભીખનશાહ પીરદાદાની યાદમાં સુરીલા કંઠે ભવ્ય કવ્વાલી રજૂ કરવામાં આવી હતી. દૂર દૂરથી આવેલા ભાવિક ભક્તોએ કવ્વાલી કાર્યક્રમ માણી ગુરૂ મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

શોભાયાત્રા રૂટ દરમિયાન વિવિધ સેવાકીય આયોજન પણ કરવામાં આવ્યા હતા. વડીલ મૂળચંદભાઈ ખેમચંદભાઈ પરમાર દ્વારા ત્રણ દરવાજા સ્થિત ગુરૂકૃપા ટી સ્ટોલ ખાતે ચા-પાણી સેવા રાખવામાં આવી હતી. મનોજસિંહ કેશવલાલ પરમાર (મુન્નાભાઈ) દ્વારા ઠંડા પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાનીસરા નાકે સ્વ. ભીખાભાઈ મીઠાભાઈ પરમાર પરિવાર દ્વારા સ્વ. કિરણકુમાર જગદીશભાઈ પરમારના સ્મરણાર્થે આઈસ્ક્રીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ નાના બાળકો થી લઈને વડીલો સુધી સૌએ લીધો હતો.

More Read

લબ્બેકના પોકાર સાથે મક્કામાં હજની શરૂઆત:ઝીલહજ 8થી વિધિ પ્રારંભ
અનોખી માનતા પૂર્ણ: ભક્તિ અને શ્રદ્ધાનો જીવંત દૃશ્ય સર્જાયો
નર્મદા કિનારે ભક્તિ અને સેવાનો સંગમ!
નર્મદા તટે ભક્તિનો મહાસંગમ: કરનાળીના મા રેવા આશ્રમ’ ખાતે ભવ્ય ભંડારાનું આયોજન

રાત્રિના કવ્વાલી કાર્યક્રમ દરમિયાન સ્વ. મગનભાઈ પાનાભાઈ પરમાર પરિવારના સુપુત્ર પંકજભાઈ દ્વારા નાસ્તા સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે રમણભાઈ જેઠાભાઈ પરમાર પરિવારના સુપુત્ર મનીષભાઈ તથા જશવંત દ્વારા ચા સેવા રાખવામાં આવી હતી. ભાવિક ભક્તોએ આ સેવાઓનો લાભ લઈ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

ભવ્ય શોભાયાત્રામાં સુપ્રસિદ્ધ લખન મ્યુઝિક બેન્ડ દ્વારા ગુરૂ મહારાજના ભક્તિ ગીતોની રજૂઆત કરવામાં આવી હતી. ભક્તિભાવથી ઓતપ્રોત બનેલા ભાવિકોએ ખુશી વ્યક્ત કરતાં ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટો અર્પણ કરી ગુરૂ મહારાજ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમમાં પાટણ શહેરના સામાજિક તથા રાજકીય આગેવાનો પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ એમ સોલંકી સુભાષચોક, વડાવલી મહેશભાઈ સુતરીયા, રંજનભાઈ સોલંકી મોટીસરા, વર્તમાન વિજેતા કોર્પોરેટર સાધનાબેન પરમાર, ચેતનભાઈ સાલવી મોટીસરાય, ભાજપ મોરચા મહામંત્રી મહેશભાઈ જાદવ, નારણભાઈ મકવાણા, હર્ષદભાઈ પાટણકર દુઃખવાડા, હસમુખભાઈ સોલંકી, કિરીટભાઈ પરમાર અને નંદુભાઈ સુભાષચોક વગેરે ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી ગુરૂ ભીખનશાહ પીરદાદાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સુંદર સુવ્યવસ્થિત આયોજન સમસ્ત કંથરાવીયા નાનીસરા પરિવાર યુવા મિત્ર મંડળ દ્વારા કરાયું હતું જે બદલ આવેલ ભાવિક ભક્તોએ યુવામિત્રોની એકતા સાથેની ભક્તિમય કામગીરીને બિરદાવી હતી

સમસ્ત કંથરાવીયા નાનીસરા પરિવાર યુવા મિત્ર મંડળ દ્વારા ગુરૂ ભીખનશાહ પીરદાદાના કાર્યક્રમમાં સહયોગ આપનાર નામી અનામી સૌ પીરદાદા ભક્તોનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ગુરૂ મહારાજ સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના સાથે જય બોલાવી કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

રિપોર્ટ: પરેશ ઝાલા, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણ જલારામ મંદિરે 108 હનુમાન ચાલીસા પાઠ સાથે મારુતિ યજ્ઞ
Next Article પાટણ સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને દિશા કમિટી બેઠક યોજાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

૧૩૫ પાટણવાડા વણકર સમાજનું સંયુક્ત બંધારણ યથાવત્ રાખવા આગેવાનોનો એકસ્વર

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

ડભોઇ પેટલાદમાં હઝરત સૈયદ નૂરાની બાવા સાહેબનો ૨૬મો ઉર્સ મુબારક ભવ્ય રીતે સંપન્ન

ધર્મ ભક્તિ

સમીના વરાણા ખોડિયાર ધામે ચૈત્ર વદ આઠમ પર આસ્થા ઝળહળી

ધર્મ ભક્તિ

પાટણમાં વિજય હનુમાન ધન્યવાદ આશ્રમ માં દિવ્ય ભાગવત કથાનો ભવ્ય પ્રારંભ

ધર્મ ભક્તિ

પાટણના બલિયા હનુમાન મંદિર પરિસરમાં શ્રીમદ ભગવત કથા નું આયોજન કરવામાં આવ્યું..

ધર્મ ભક્તિ

ડભોઈ શહેર અને પંથકમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી ઠેર-ઠેર હવન, પૂજા

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video