Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુરમાં ચૌધરી સમાજનો 25મો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો..
ગુજરાત

રાધનપુરમાં ચૌધરી સમાજનો 25મો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો..

Rajeshkumar Jadav
Last updated: May 9, 2026 2:07 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

રાધનપુરમાં ચૌધરી સમાજનો 25મો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો..

33 નવદંપતીઓએ મંગલ ફેરા ફરી નવા જીવનની શરૂઆત કરી, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રહ્યા ઉપસ્થિત..

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

મીડિયાની અસર: ₹42 કરોડનો સરીતા ઓવરબ્રિજ ઝળહળ્યો
પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈના જન્મદિવસે અનોખી પહેલ
રાધનપુરમાં પાણી વચ્ચે રોડ નિર્માણ, 7 કરોડના કામ પર ઉઠ્યા પ્રશ્નો
હારીજ પોલીસ દ્વારા રૂ. 56.93 લાખના વિદેશી દારૂનો નાશ

Capital message 

રાધનપુર શહેર ખાતે ચૌધરી સમાજ દ્વારા 25મો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ ઉત્સાહભેર યોજાયો હતો. રાધનપુર આદર્શ હોસ્ટેલ/સ્કૂલ ખાતે આયોજિત આ સમૂહ લગ્ન મહોત્સવમાં 33 નવદંપતીઓએ મંગલ ફેરા ફરી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમાજના હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લગ્નોત્સવને યાદગાર બનાવ્યો હતો.

સમૂહ લગ્ન મહોત્સવમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવદંપતીઓને આશીર્વાદ પાઠવતા સમાજને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં લગ્ન પ્રસંગે થતી દેખાદેખી, ખોટા ખર્ચા અને કુરિવાજોને દૂર કરવાની જરૂર છે. સમાજે હવે સાદગીપૂર્ણ લગ્ન તરફ આગળ વધવું જોઈએ અને બચતી રકમ દીકરા-દીકરીના શિક્ષણ તથા સંસ્કાર પાછળ વાપરવી જોઈએ.

More Read

પીપીજી હાઇસ્કુલમાં 720 ‘સફળ જીવનની દિશાધારા’ પુસ્તકોનું વિતરણ
પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬ માટે પાટણ ભાજપની તૈયારી બેઠક યોજાઈ
ગ્રેજ્યુએશન સેરેમનીમાં ડૉ. રોનક જાદવને MBBS ડિગ્રી એનાયત
મોદીજીના 12 વર્ષ: સુરક્ષિત અને આત્મનિર્ભર ભારત- રમેશભાઈ રબારી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે દહેજ પ્રથા, મૃત્યુ ભોજન અને અન્ય ખોટા રિવાજો સમાજ માટે નુકસાનકારક છે. શિક્ષણ અને સંસ્કાર જ સમાજની સાચી મૂડી છે અને સમાજ ત્યારે જ આગળ વધી શકે જ્યારે યુવાનોને સારા શિક્ષણ સાથે સારા મૂલ્યો આપવામાં આવે.

આ પ્રસંગે સમૂહ લગ્નના મુખ્ય ભોજનદાતા તરીકે પરબતભાઈ લગધીર ચૌધરી દ્વારા સેવા આપવામાં આવી હતી. સમાજના આગેવાનો દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન ઢોલ-નગારાના તાલે ભવ્ય વરઘોડા નીકળ્યા હતા અને લગ્ન મંડપમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે નવદંપતીઓએ મંગલ ફેરા ફર્યા હતા. સમગ્ર વાતાવરણમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

ચૌધરી સમાજ દ્વારા છેલ્લા 25 વર્ષથી સમૂહ લગ્નની પરંપરા જાળવી રાખવામાં આવી રહી છે. આ પરંપરાના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક રીતે મોટી રાહત મળી રહી છે. સાથે જ સમાજમાં સાદગીપૂર્ણ લગ્ન અને કુરિવાજો દૂર કરવાનો સકારાત્મક સંદેશ પણ પ્રસરી રહ્યો છે.

સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ આગામી વર્ષોમાં પણ વધુ વ્યાપક આયોજન સાથે આ સમૂહ લગ્ન મહોત્સવ યોજવામાં આવશે અને સમાજમાં શિક્ષણ, સંસ્કાર અને એકતાને વધુ મજબૂત બનાવવા પ્રયાસ કરવામાં આવશે.

More Read

પાટણ તાલુકાના સંખારી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ
દેશસેવાના 12 વર્ષ પૂર્ણ: વિશેષ સંપર્ક અભિયાન
વિકસિત ભારત સંકલ્પ સંમેલન માં ડૉ. સોઢા સન્માનિત
ઠરાવમાં ફેરફાર સામે ડભોઇના ખેડૂતોનો ચોથા દિવસે પણ વિરોધ

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુરમાં દબાણ હટાવવાની કાર્યવાહી સામે ઉગ્ર વિરોધ-
Next Article મહિલા કર્મચારી સાથે અભદ્ર વર્તન મુદ્દે તલાટી મંત્રી મંડળમાં રોષ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનો 122મો ભજન મહોત્સવ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન

ગુજરાત

ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ

ગુજરાત

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video