Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » જાહેરનામું: ચૂંટણી દરમિયાન પાટણ જિલ્લામાં લાઉડ સ્પીકર ઉપયોગ પર નિયંત્રણ : જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું
ગુજરાત

જાહેરનામું: ચૂંટણી દરમિયાન પાટણ જિલ્લામાં લાઉડ સ્પીકર ઉપયોગ પર નિયંત્રણ : જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

Rajeshkumar Jadav
Last updated: April 13, 2026 11:18 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

જાહેરનામું:

ચૂંટણી દરમિયાન પાટણ જિલ્લામાં લાઉડ સ્પીકર ઉપયોગ પર નિયંત્રણ : જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩ ની પેટા કલમ-૧ (આર)(૩) હેઠળ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ચૂંટણી દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

More Read

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું
રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ
સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬
શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે પ્રેરણાદાયી મુલાકાત

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ એપ્રિલ-૨૦૨૬ અંતર્ગત પાટણ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ તેમજ રાધનપુર નગરપાલિકાના વોર્ડ નં.૨ની પેટા ચૂંટણીનું મતદાન તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાશે, જ્યારે મતગણતરી તા. ૨૮/૦૪/૨૦૨૬ના રોજ હાથ ધરાશે.

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અવાજ પ્રદૂષણ નિયંત્રિત રાખવા તથા જાહેર આરોગ્ય અને શાંતિ જાળવવા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તા. ૦૨/૦૪/૨૦૨૬ના ૦૦:૦૦ કલાકથી તા. ૩૦/૦૪/૨૦૨૬ના ૨૪:૦૦ કલાક સુધી જિલ્લામાં લાઉડ સ્પીકરના ઉપયોગ પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ પરવાનગી વિના કોઈપણ ચૂંટણી સભા, સરઘસ અથવા વાહન પર માઈક/લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં. સવારના ૦૮:૦૦ થી રાત્રિના ૧૦:૦૦ દરમિયાન જ સંબંધિત તાલુકા એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટની પૂર્વ મંજૂરીથી તેનો ઉપયોગ કરી શકાશે. પરવાનગી માટે ઓછામાં ઓછા ૪૮ કલાક અગાઉ અરજી કરવી ફરજિયાત રહેશે.

More Read

ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..
ખેડૂત સશક્તિકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું…
અનુસૂચિત જાતિના નાગરિકોના આધારકાર્ડ સુધારણા માટે સરળ પ્રક્રિયાની માંગ
કલ્યાણમા – શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહને સ્મરણાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ….

વાહનોમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતા રાજકીય પક્ષો, ઉમેદવારો અથવા કાર્યકરોએ વાહનની ઓળખ તથા નોંધણી નંબર અંગે માહિતી આપી પરવાનગીપત્રમાં નોંધ કરાવવી રહેશે. લેખિત પરવાનગી વગર ઉપયોગમાં લેવાતા લાઉડ સ્પીકર અને વાહનો જપ્ત કરવામાં આવશે. ઉપરાંત ઉમેદવાર અથવા કાર્યકરે પ્રાપ્ત પરવાનગી અંગે ચૂંટણી અધિકારી તથા સ્થાનિક પોલીસને જાણ કરવી રહેશે.

મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે નિર્ધારિત સમય પૂર્વેના ૪૮ કલાક દરમિયાન કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણ જિલ્લામાં NCC કેડેટ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ
Next Article પાટણમાં “ઇવીએમ હટાવો- લોકતંત્ર બચાવો” વિચાર ગોષ્ઠિ યોજાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક આરોપી :- સંજયભાઇ બચુભાઇ ડામોર (પ્રજાજન) ઉ.વ.૩૦ રહે.કોટડા મહુડા ફળીયા તા.જી.દાહોદ ગુનો બન્યા તારીખ :- તા.૧૦/૦૯/૨૦૨૬ લાંચની માંગણીની રકમ :- રૂ.૫૦૦/- લાંચ સ્વીકારેલ રકમ :- રૂ.૫૦૦/- લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૫૦૦/- ગુનાનુ સ્થળ :- દાહોદ મામલતદાર કચેરીના બહારના ભાગે જાહેર રોડ ઉપર તા.જી.દાહોદ ગુનાની ટુંક વિગત :- આ કામના ફરીયાદીએ રેશનકાર્ડ વિભાજન કરવા માટે દાહોદ મામલતદાર કચેરી ખાતે અરજી કરેલ હતી. જે કામ કરી આપવા આક્ષેપિતે ફરીયાદીનો સંપર્ક કરી અગાઉ રૂ.૨૫૦૦/ – લઇ લીધેલ હતાં. ત્યારબાદ આક્ષેપિતે ફરીયાદીનું કામ નહી કરી આપી ફરીથી રૂ.૫૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી. ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર જાણ કરતા ફરીયાદની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનુ આયોજન કરેલ, જે લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે (પ્રજાજન) ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૫૦૦/- ની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુનો કરેલ છે. ટ્રેપીંગ અધિકારી :- એસ.એમ.પઠાણ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન દાહોદ તથા એ.સી.બી. સ્ટાફ દાહોદ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઈની ઉમા સોસાયટીમાં લીમડાના થડમાંથી દૂધ જેવી સફેદ ધાર વહેતાં લોકોમાં ભારે કુતૂહલ

ગુજરાત

૧૦ ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ; સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

ગુજરાત

ડભોઇમાં મીડિયાના અહેવાલની ધારદાર અસર

ગુજરાત

અકોટી બસ સ્ટેશન બન્યું બદહાલ: તંત્રની ઘોર ઉપેક્ષા

ગુજરાત

ડભોઇ ચીફ ઓફિસરની ખંભાત બદલી: ભાવભીની વિદાય

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video