Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણમાં 22 વર્ષના યુવાનનો ફાંસો ખાઈ આપઘાત : જૂના ઘરે મોતને વહાલું કરતાં પંથકમાં અરેરાટી
ગુજરાત

પાટણમાં 22 વર્ષના યુવાનનો ફાંસો ખાઈ આપઘાત : જૂના ઘરે મોતને વહાલું કરતાં પંથકમાં અરેરાટી

Rajeshkumar Jadav
Last updated: April 13, 2026 9:10 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

પાટણમાં 22 વર્ષના યુવાનનો ફાંસો ખાઈ આપઘાત : જૂના ઘરે મોતને વહાલું કરતાં પંથકમાં અરેરાટી

અગમ્ય કારણોસર અંતિમ પગલું, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

કેપિટલ મેસેજ, ન્યુઝ

પાટણ શહેરમાં યુવાનના આપઘાતની ઘટનાએ ફરી એકવાર ચિંતા ઊભી કરી છે. શહેરના ધાંધલના છાપરા વિસ્તારમાં 22 વર્ષીય યુવાને પોતાના જૂના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન અંત કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી અને શોકનો માહોલ ફેલાયો છે.

More Read

પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન
ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ
વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ
વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ

મળતી માહિતી મુજબ અનાવાડા રોડ પર આવેલી સાંઈ સપ્ત રેસીડેન્સીમાં રહેતા દિલીપજી રમેશજી ઠાકોરના નાના ભાઈ રાહુલજી રમેશજી ઠાકોર (ઉંમર 22) ધાંધલના છાપરા વિસ્તારમાં આવેલ તેમના જૂના ઘરે ગયા હતા. તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર તેમણે દોરડાની મદદથી ગળે ફાંસો ખાઈ લીધો હતો.

પરિવારજનોને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ રાહુલજીને નીચે ઉતારી સારવાર માટે ખસેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પહેલા જ તેમનું કરુણ અવસાન થઈ ચૂક્યું હતું. આશાસ્પદ યુવાનના આકસ્મિક મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ મૃતક રાહુલજી છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

More Read

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો
૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના
શંખેશ્વરના પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15,000 ચોપડાઓનું ભવ્ય વિમોચન.
યુવાનો માટે સુવર્ણ તક: ગાંધીનગરમાં ભરતીમેળો

હાલ સુધીમાં યુવાને આ પ્રકારનું ગંભીર પગલું કયા કારણોસર ભર્યું તે અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસે દિલીપજી રમેશજી ઠાકોરની ફરિયાદના આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.

આ ઘટના યુવાનોમાં વધતી માનસિક તણાવ અને સંવેદનશીલ પરિસ્થિતિઓ તરફ પણ સંકેત આપે છે, જેના કારણે સમાજમાં જાગૃતિ અને સંવાદની જરૂરિયાત વધુ સ્પષ્ટ બની રહી છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article જામનગર નિવાસી અને ધોરણ 10નો અભ્યાસ પૂર્ણ કરેલ હેત આશા ભીલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ
Next Article ફળોના રાજા’નું આગમન મોંઘી તો મોંઘી પણ કેરી ખાવાના શોખીનોમાં ભારે ઉત્સાહ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

09/06/2026

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

વિકસિત ભારત@૨૦૪૭ સંકલ્પ અભિયાન-પાટણ

ગુજરાત

પાટણમાં રેશનકાર્ડ ધારકો માટે નવી સુવિધા : સ્કેન કરો, અનાજ મેળવો

ગુજરાત

વાલીઓ-વિદ્યાર્થીઓથી ડભોઈ બજારો ધમધમ્યા

ગુજરાત

વિદ્યાર્થી કાળ એ જીવનના ઘડતરનો સુવર્ણકાળ છે

ગુજરાત

માનવતાની અનોખી મિસાલ – 112 જન રક્ષક ટીમની પ્રશંસનીય કામગીરી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video