Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણ:રાધનપુરમાં સ્વદેશી મેળાના આયોજનમાં નગરપાલિકાના ઉડ્યા ધજાગરા: બીજા જ દિવસે 95% સ્ટોલ ખાલી.
ગુજરાત

પાટણ:રાધનપુરમાં સ્વદેશી મેળાના આયોજનમાં નગરપાલિકાના ઉડ્યા ધજાગરા: બીજા જ દિવસે 95% સ્ટોલ ખાલી.

Rajeshkumar Jadav
Last updated: March 10, 2026 8:04 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
4 Min Read
SHARE

પાટણ:રાધનપુરમાં સ્વદેશી મેળાના આયોજનમાં નગરપાલિકાના ઉડ્યા ધજાગરા: બીજા જ દિવસે 95% સ્ટોલ ખાલી.

લાખો રૂપિયાનો ખર્ચ છતાં સ્વચ્છતા, ટોયલેટ અને પ્રચારનો અભાવ: સામાજિક કાર્યકરનો પાલિકા સામે રોષ.

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..
રાધનપુરમાં શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની બેઠક યોજાઈ.
ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા
ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ

રાધનપુરમાં નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાને લઈને હવે વિવાદ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. એક તરફ મંત્રીના હાથે ધામધૂમથી ઉદ્ઘાટન કરાયેલા સ્વદેશી મેળામાં લાખો રૂપિયાનો ખર્ચ કરાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ બીજા જ દિવસે મેળાના મોટાભાગના સ્ટોલ ખાલી જોવા મળતા સમગ્ર આયોજન પર અનેક સવાલો ઊભા થયા છે.

આ સાથે જ શહેરમાં સ્વચ્છતા, તૂટી ગયેલા રસ્તા અને ગટર જેવી મૂળભૂત સમસ્યાઓને લઈને લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

રાધનપુરમાં આયોજિત સ્વદેશી મેળામાં ખાણી-પીણી અને સ્વદેશી ઉત્પાદનો માટે અલગ અલગ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. પરંતુ મેળાના બીજા જ દિવસે અનેક સ્ટોલ ખાલી જોવા મળ્યા હતા. માહિતી મુજબ લગભગ 95 ટકા જેટલા સ્ટોલ બંધ અથવા ખાલી જોવા મળતા સમગ્ર આયોજન પર સવાલો ઊભા થયા છે.

More Read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ
આઇકોનિક પાટણ બસ મથક શરૂ થતા પહેલા ટ્રાફિક વ્યવસ્થા મજબૂત ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી
ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ
ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા

મેળા સ્થળે સવારથી જ સ્ટોલ નજીક કચરો અને અસ્વચ્છતા જોવા મળતા વેપારીઓ અને મુલાકાતીઓમાં અસંતોષ ફેલાયો હતો. કેટલાક સ્ટોલ ધારકોએ પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે પોતાનો સ્ટોલ છોડીને ચાલ્યા ગયા હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત સ્વદેશી કપડાં માટે ફાળવાયેલા કેટલાક સ્ટોલ પણ ખાલી જોવા મળ્યા હતા, જ્યારે અન્ય પ્રકારના સ્ટોલ જોવા મળતા આયોજનમાં ગેરવ્યવસ્થા સામે આવી હતી.

મેળા સ્થળે ટોયલેટ અને બાથરૂમ જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો હતો. જેના કારણે સ્ટોલ ધારકો અને મુલાકાતીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મહત્વની વાત એ પણ સામે આવી છે કે મેળાની યોગ્ય રીતે જાહેરાત ન થવાને કારણે શહેર અને આસપાસના વિસ્તારોમાં ઘણા લોકોને તો મેળાની જાણ પણ નહોતી.

આ મુદ્દે સોશિયલ મીડિયામાં ખાસ કરીને વોટ્સએપ ગ્રુપોમાં અનેક પોસ્ટરો અને મેસેજ વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલા પોસ્ટરોમાં એક તરફ રાધનપુર શહેરના તૂટી ગયેલા રસ્તા, ગંદકી અને ગટર સમસ્યાઓ દર્શાવવામાં આવી છે, તો બીજી તરફ સ્વદેશી મેળાની ભવ્યતા બતાવવામાં આવી રહી છે.

More Read

ડભોઇમાં વિકાસ’ની પોલ ખોલતું જર્જરિત સ્મશાન જીવતા સુખ ન મળ્યું, હવે મર્યા પછી પણ હાલાકી
ડભોઈમાં ઉનાળાની દસ્તક સાથે જ લીંબુના ભાવમાં કરંટ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
ડભોઇ માર્ચમાં જ વૈશાખ જેવી ગરમી, બપોરના સમયે હાઇવે અને બજારોમાં લોકડાઉન જેવી સ્થિતિ
ડભોઇ તાલુકાના કરનાળી- પીપળીયા માં રેતીમાફિયા ફરી બેફામ બન્યા:

“રાધનપુર એક શહેર – બે ચહેરા” જેવા શબ્દો સાથે શહેરની વાસ્તવિક સ્થિતિ અને મેળાની ભવ્યતા વચ્ચેનો તફાવત દર્શાવતા પોસ્ટરોમાં અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

આ સમગ્ર મુદ્દે સામાજિક મહિલા કાર્યકર જ્યોતિબેન જોષીએ પણ નગરપાલિકા સામે કડક આક્ષેપો કર્યા છે.

તેમણે જણાવ્યું કે રાધનપુર શહેરમાં વર્ષોથી રસ્તા, ગટર અને સ્વચ્છતાની સમસ્યાઓ યથાવત છે. છતાં નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

રાધનપુર શહેરમાં સફાઈની ગંભીર સમસ્યા છે. રસ્તા અને ગટરનો પ્રશ્ન વર્ષોથી યથાવત છે. પરંતુ નગરપાલિકા સ્વદેશી મેળાના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. શહેરના વિકાસ અને સ્વચ્છતા પર ધ્યાન આપવાની જરૂર છે તેવા આક્ષેપ જ્યોતિબેન જોષી દ્વારા કરાયા છે..

વાયરલ પોસ્ટરોમાં એ પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે ટેક્સ ભરતા નાગરિકોને મૂળભૂત સુવિધાઓ કેમ મળતી નથી અને શહેરના વિકાસને પ્રાથમિકતા કેમ આપવામાં આવતી નથી.

મેળો કુલ છ દિવસ માટે આયોજન કરવામાં આવ્યો છે, પરંતુ બીજા જ દિવસે સ્ટોલ ખાલી રહેતા અને જનસહભાગિતાનો અભાવ જોવા મળતા સરકારના લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે.

હવે જોવાનું રહ્યું કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ મુદ્દા અને નાગરિકોના આક્ષેપોને લઈને રાધનપુર નગરપાલિકા તંત્ર શું સ્પષ્ટતા કરે છે અને શહેરની મૂળભૂત સમસ્યાઓના ઉકેલ માટે શું પગલાં લે છે.

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article સાંતલપુરના હમીરપુરા ગામના વિપુલ ચૌધરી બન્યા IAS અધિકારી : ગત વર્ષે IPS, આ વર્ષે 115મા રેન્ક સાથે IAS
Next Article પાટણ: રાધનપુરમાં સ્માર્ટ મીટરથી ગ્રાહકો પરેશાન..
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

શંખેશ્વરમાં પીવાના પાણી, ગટર અને કચરાની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું

ગુજરાત

લોટેશ્વર પ્રા.શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને લાગણીસભર વિદાય

ગુજરાત

૮ વર્ષની આતુરતાનો અંત: મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણના આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ..

ગુજરાત

રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં જ વિખેરાઈ-ચીફ ઓફિસરની ગેરહાજરીને લઈને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

ગુજરાત

બરોડા ડેરીના ટેન્કરમાંથી દૂધની નદીઓ વહી પશુપાલકોની મહેનત રસ્તા પર વેડફાઈ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video