રાધનપુરમાં જુગારનો ગણનાપાત્ર કેસનો પર્દાફાશ,11 ઇસમો ઝડપાયા

પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹14,550 રોકડ રકમ તેમજ ગંજીપાના કબ્જે કર્યા
કેપિટલ મેસેજ, ન્યુઝ
રાધનપુર પોલીસે જુગાર વિરુદ્ધ કાર્યવાહી કરતાં અરજણસર ગામે ગણનાપાત્ર કેસ પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી મુજબ અરજણસર ગામના રબારીવાસ વિસ્તારમાં લાઇટના અજવાળે પૈસાપાના વડે હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસ ટીમે દરોડો પાડી 11 ઇસમોને ઝડપી પાડ્યા હતા.
આ કામગીરી રાધનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતા જુગાર રમતા આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹14,550 રોકડ રકમ તેમજ ગંજીપાના કબ્જે કર્યા હતા. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. રાધનપુર પોલીસ દ્વારા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.
પકડાયેલ આરોપીનુ નામ/સરનામું:-
૧. ધનરાજભાઈ નાથાભાઇ પરાગભાઇ પટેલ રહે-અરજણસરતા-રાધનપુર જી-પાટણ
૨. જોધાભાઇ નરસંગભાઇ વિહાભાઈ ઠાકોર રહે-અરજણસર તા-રાધનપુર જી-પાટણ
૩. નરેશકુમાર ડાયાજી પુનમાજી પુરોહીત રહે-અરજણસર તા-રાધનપુર જી-પાટણ
૪ તેજાભાઇ ગણેશભાઇ વાલાભાઇ રબારી રહે-અરજણસર તા-રાધનપુર જી-પાટણ
૫. હમીરભાઇ ચમનભાઇ વિહાભાઇ ઠાકોર રહે-અરજણસર તા-રાધનપુર જી-પાટણ
૬. બળદેવપુરી પદમપુરી વાલપુરી ગૌસ્વામી રહે-અરજણસર તા-રાધનપુર જી-પાટણ
૭. રાજેશભાઇ ભેમાભાઇ પરાગભાઇ પટેલ રહે-અરજણસર તા-રાધનપુર જી-પાટણ
૮. પ્રતાપભાઇ લવજીભાઇ કાનજીભાઈ ઠાકોર રહે-અરજણસર તા-રાધનપુર જી-પાટણ
૯. તરસંગભાઇ રાયચંદભાઇ સુરાભાઇ ઠાકોર રહે-અરજણસર તા-રાધનપુર જી-પાટણ
૧૦. અમથાભાઇ પોનાભાઈ જક્શીભાઈ સુથાર રહે-અરજણસર તા-રાધનપુર જી-પાટણ
૧૧. રમેશભાઇ મગનભાઇ કરશનભાઇ રબારી રહે-અરજણસર તા-રાધનપુર જી-પાટણ
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
