Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ઉત્સાહપૂર્ણ માહોલમાં હારિજ ખાતે યોજાયો પૂજ્ય જલારામ બાપા ભજનનો મહા મહોત્સવ
ધર્મ ભક્તિ

ઉત્સાહપૂર્ણ માહોલમાં હારિજ ખાતે યોજાયો પૂજ્ય જલારામ બાપા ભજનનો મહા મહોત્સવ

Rajeshkumar Jadav
Last updated: February 27, 2026 5:04 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
4 Min Read
SHARE

ઉત્સાહપૂર્ણ માહોલમાં હારિજ ખાતે યોજાયો પૂજ્ય જલારામ બાપા ભજનનો મહા મહોત્સવ

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ હારિજનો અદ્રિતીય,અજોડ, ઐતિહાસિક, આનંદદાયક, અભૂતપૂર્વ, અદભૂત, આયોજનબધ્ધ, સ્વયંશિસ્તબધ્ધ, સમજણપૂર્વકનો પૂજ્ય જલારામ બાપાના ભજનનો મહા મહોત્સવ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં તારીખ 22-2-2026 રવિવારે શ્રી જલારામ મંદિર હારિજ ખાતે “ના ભૂતો ના ભવિષ્યતિ ” એવો યોજાયો હતો.

હિંમતનગર,થરા, ડીસા, પાલનપુર, ધાનેરા,ભીલડી, શિહોરી ,દિયોદર,પાટણ, રાપર,ભાભર, રાધનપુર, વારાહી ,શિહોરી, મહેસાણા, ગાંધીનગર ,અમદાવાદ, દક્ષિણ આફ્રિકા એમ વિવિધ સ્થળોએથી સનાતન હિંદુ સમાજના જલારામપ્રેમી ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

More Read

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..
પાટણમાં રામ નવમી નિમિત્તે મુસ્લિમ સમાજનો ઠંડા પીણાંનો સેવા કેમ્પ
ડભોઇ નગરમાં ગતરોજ રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.
સમીના મુબારકપુરા ગામે જહુ માતાજીના ભુવાજીનો હાથી પર ભવ્ય વરઘોડો

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ હારિજના સૌ અતિ શિસ્તબધ્ધ જલારામ ભકતો દ્વારા સૌનું અભૂતપૂર્વ સન્માન, અભિવાદન,મીઠો આવકાર સરાહનીય હતો.

જાણે કે પૂજ્ય જલારામ બાપા અને પૂજ્ય વીરબાઈ મા જાતે જ કાર્યક્રમમાં હાજર હોય તેવી સૌને અનન્ય અનુભૂતિ થઈ હતી.સૌની ઉદાર,ઉદાત, પ્રેરણાદાયી ભાવનાનાં દર્શન થયાં હતાં.

More Read

પાટણ:ખલીપુરના ૫૦ વર્ષ જૂના રામાપીર મંદિરે ચૈત્ર સુદ બીજ નિમિત્તે ભક્તોની ભીડ
રાધનપુર રાપરીયા હનુમાનજી મંદિરે શ્રદ્ધાળુ ઓ ઉમટ્યા. ચૈત્ર નવરાત્રી અને વિકએન્ડના કારણે ભારે ભીડ જામી.
મુસ્લિમ બિરાદરના પવિત્ર રમજાન માસના ઈદ ઉલ ફીત્ર સંધ્યાએ ચાંદ દેખાતા મુસ્લિમ બિરાદરોમાં ખુશાલી ફેલાઈ ગઈ હતી
અજમેર શરીફમાં કોમી એકતાના દર્શન: ૨૦મા રોજાએ ૧૧,૦૦૦થી વધુ -મુસ્લિમ શ્રદ્ધાળુઓએ એકસાથે ઈફ્તાર કરી ધન્યતા અનુભવી હતી

ચાપાણી – નાસ્તો,મંડપ, સાઉન્ડ, સન્માન,સંગીત, બેઠક, પીવાનું પાણી, ભોજન પ્રસાદ,ભજન ગવડાવવાની રીત, સંચાલન સહિત તમામ બાબતો ઉડીને આંખે વળગે તેવી અતિ પ્રશંસનીય હતી.

સમગ્ર કાર્યક્રમની સમયસર શરૂઆત ,સમયબધ્ધ સંચાલન, સમગ્ર ટીમની મહેનત, વિવિધ સંતોની પાવન ઉપસ્થિતિ, હારિજના સૌ જલારામ ભક્તો તેમજ વિવિધ સંસ્થાઓના સેવાભાવીઓ-હોદેદારોની હાજરી, હારિજના વિવિધ મંડળોની હાજરી, પૂજ્ય જલારામ બાપા મંદિર હારિજનું સગવડતાપૂર્ણ વિશાળ પ્રાંગણ તેમજ સૌનો સહૃદયી સહકાર, આગેવાનો – પત્રકારોની હાજરી, ખૂબ મોટી સંખ્યામાં જલારામ ભક્તોની હાજરી છતાંય બધું જ શાંતિપૂર્ણ તેમજ આનંદમય માહોલમાં સરસ રીતે પૂર્ણ થયું હતું.

પૂજ્ય જલારામ બાપાનાં વિવિધ નગરોનાં ભજન મંડળોઓ સરસ ભજન ગાયાં હતાં અને તમામ ભજન મંડળોનું વાજતેગાજતે શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું.દાતાઓની દરિયાદિલીએ હારિજના ગૌરવમાં વધારો કર્યો હતો.સૌ સંતો, દાતાઓ, સેવાભાવીઓ, પત્રકારો એમ સૌને સન્માનિત કરવામાં આવ્યા હતા.પૂજ્ય જલારામ બાપાનાં ભજન હારિજમાં શરૂ કરવા માટે પ્રેરિત કરનાર ડીસાના ભગવાનભાઈ બંધુનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ હારિજના તમામ ભાઈઓ બહેનોએ કોઈપણ પ્રકારના નામ,માન, સન્માન, પ્રશંસા,સ્ટેજની આશા કે અપેક્ષા સિવાય ચાર ચાંદ લાગે તેવું કામ કર્યું હતું.

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ હારિજનું સત્કાર્ય, સત્સંગ કાર્ય,ભજન કાર્ય, ગૌસેવાનો વ્યાપ વિસ્તરે અને સમગ્ર સનાતન હિંદુ સમાજમાં ઘેરઘેર પૂજ્ય જલારામ બાપાનાં ભજન થાય તેવી સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી.

હારિજ વધારે સુખી, સંસ્કારી, સમૃદ્ધ, તંદુરસ્ત બને તેવી જલારામ બાપાને પ્રાર્થના કરવામાં આવી હતી.

More Read

51 માં વર્ષે અંબાજી ભાદરવી પૂનમે જતા પગપાળા સંઘને માતાજી નો નવીન રથ અર્પણ
પીપરાળા ખાતે વીર યદુવંશી દગાયચા દાદાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી બન્યા
રાધનપુર તાલુકાના કામલપુરમાં ધુળેટીની અનોખી વર્ષોજૂની પરંપરા.
ચંદ્રગ્રહણ નિમિત્તે સમી તાલુકાનું વરાણા સ્થિત ખોડિયાર ધામના દ્વાર બંધ કરાયા

હારિજ પૂજ્ય જલારામ બાપાના મહા મહોત્સવમાં ઉડીને આંખે વળગે તેવી બાબત યુવાશક્તિ એટલે કે કોલેજના દીકરા-દીકરીઓની હાજરી ખૂબ જ સારી હતી.સૌનો સંપ, જતું કરવાની ભાવના,એકબીજાની કદર કરવાની ઉત્કટ લાગણી, સોંપાયેલ જવાબદારી પૂર્ણ કરવાની નિષ્ઠા, કોઈને સહેજ પણ અગવડ ના પડે તેવી સૌની કાળજી આ બધું જ સૌને માટે પ્રેરણારૂપ હતું.

નાના નાના સમાજમાં જઈને પણ પૂજ્ય જલારામ બાપાના ભજન થકી સનાતન એકતા, રાષ્ટ્રીય એકતા તેમજ પૂજ્ય જલારામ બાપાના અહોભાવમાં વૃધ્ધિ થાય તેવી હારિજ જલારામ ગૌ સત્સંગ મંડળની કટિબધ્ધતા સરાહનીય, અભિનંદનીય તેમજ અનુકરણીય હતી. શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ હારિજના સૌ જલારામ ભક્તોનું ટીમ વર્ક ખરેખર વંદનીય અને પ્રશંસનીય હતું.

હારિજ નગરમાં પૂજ્ય જલારામ બાપાનો મહા મહોત્સવ સફળ બનાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપનાર સૌને આદરપૂર્વક, અદબપૂર્વક, ભાવપૂર્વક વંદન કરી યાદ કરવામાં આવ્યા હતા.અંબાલાલભાઈ ઠક્કર, રાકેશભાઈ હાલાણી,ટીનાભાઈ ઠકકર, હીનાબેન,ધરતીબેન, વર્ષાબેન સહિત તમામ જલારામ ભક્તોનું સંકલન કાબિલેદાદ હતું.

લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ લાઈવ પ્રસારણ કર્યું હતું.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article 24/02/2026 CAPITAL MESSAGE NEWSPAPER
Next Article કોંગ્રેસમાંથી ચૂંટાઈ જીતેલા રાધનપુર નગરપાલિકા વોર્ડ-2ના કોર્પોરેટર અને હાલના વિપક્ષના નેતાએ પદ પરથી રાજીનામું આપતાં રાજકારણ ગરમાયું.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

વરાણા ખોડિયાર માતાજી ધામે નવચંડી યજ્ઞ સાથે રાજકીય શક્તિ પ્રદર્શન, સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈ વ્યૂહરચના બેઠક યોજાઈ

ધર્મ ભક્તિ

છત્રપતિ શિવાજી સમિતિ આયોજિત વિરાટ હિંદુ સંમેલન રામચોક, ખોખરવાડામાં ભવ્ય રીતે સંપન્ન – સમાજની વિશાળ ઉપસ્થિતિ સાથે એકતા અને સંસ્કારનો સંદેશ

ધર્મ ભક્તિ

શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાયી સમાજ સેવા ટ્રસ્ટ દ્રારા બલોલ ગામે શ્રી લિમ્બચ માતાજીની ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સાથે 15 મો સમૂહલગ્ન મહોત્સવ યોજાયો.

ધર્મ ભક્તિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહા શિવરાત્રીના પાવન પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શ્રદ્ધા અને ભક્તિથી પૂજન કર્યું.

ધર્મ ભક્તિ

ગોતરકા ખાતે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય ધાર્મિક ઉજવણી, ભક્તોની ભારે ભીડ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video