શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણના વિદ્યાર્થીએ ચિત્રસ્પર્ધામાં મેળવી અદ્વિતીય સિદ્ધિ

કેપિટલ મેસેજ
Capital message
પાટણ પોલીસ દ્વારા સમગ્ર પાટણના વિધાર્થીઓ વચ્ચે યોજાયેલી ચિત્રસ્પર્ધામાં શેઠ એમ. એન. હાઇસ્કુલનો વિધાર્થી પટેલ વેદ પ્રથમ નંબરે વિજેતા
પટેલ વેદ ગોલ્ડ મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માનિત
ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણના વિદ્યાર્થી પટેલ વેદ નિતીનકુમારે પાટણ જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર પાટણ જિલ્લાની શાળાઓમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.
પાટણ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તા. 22 ઓગસ્ટ, 2026ના રોજ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે આયોજિત
ચિત્ર સ્પર્ધા રાણીની વાવ ખાતે યોજાઈ ગઈ. જેમાં પાટણ શહેરની વિવિધ શાળાઓના આશરે 300 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, વ્યક્તિત્વ અને રાષ્ટ્રીય એકતાના સંદેશને કેન્દ્રમાં રાખીને પોતાની કલાત્મક પ્રતિભા અને સર્જનાત્મકતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.
આ સ્પર્ધામાં ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત,
શેઠ એમ. એન. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પણ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. પોલીસ વિભાગ દ્વારા જે શાળાએ ભાગ લીધો છે તે શાળાઓના વિદ્યાર્થીઓમાંથી પ્રથમ ત્રણ વિજેતા નંબરો જાહેર કરવામાં આવેલા હતા. શેઠ એમ. એન. હાઈસ્કૂલના ચિત્ર સ્પર્ધામાં
શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમે પટેલ વેદ નિતીનકુમાર, દ્વિતીય ક્રમે જોશી કહેરારામ હીરારામ અને તૃતીય ક્રમે પટેલ તક્ષ હિતેશકુમાર વિજેતા બન્યા હતા.
ત્યારબાદ તા. 25 ઓગસ્ટ, 2026ના રોજ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે પાટણ પોલીસ વિભાગ દ્વારા ઇનામ વિતરણ તથા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પાટણ શહેરની વિવિધ શાળાઓના આચાર્યઓ, શિક્ષકઓ, વિદ્યાર્થીઓ તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર પાટણ શહેરની શાળાઓમાંથી ભાગ લેનાર 300 જેટલા વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ ત્રણ વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી, ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત
જેમાં શેઠ એમ. એન. હાઈસ્કૂલના વિદ્યાર્થી પટેલ વેદ નિતીનકુમારે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર શાળાનું ગૌરવ વધાર્યું હતું. વેદ નિતીનકુમારને પાટણ જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. અશોકભાઈ ચૌધરી, ડી.વાય.એસ.પી. પરેશ રેણુકા , શેઠ એમ. એન. હાઈસ્કૂલના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર તથા એન.જી. પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય વસંતભાઈ પટેલના વરદ હસ્તે ગોલ્ડ મેડલ, પ્રમાણપત્ર તથા ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થી વેદ નિતીનકુમાર પટેલની આ સિદ્ધિ શાળા પરિવાર માટે ગૌરવ અને આનંદની બાબત છે. સમગ્ર પાટણ જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને વેદે પોતાની કલાત્મક પ્રતિભા સાથે શાળાની પ્રતિષ્ઠામાં પણ વધારો કર્યો છે.
આ પ્રસંગે શેઠ એમ. એન. હાઈસ્કૂલના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા વિજેતા વિદ્યાર્થી પટેલ વેદ નિતીનકુમારને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ વિદ્યાર્થીને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપનાર શાળાના શિક્ષિકા બીનાબેન પટેલ તથા શિક્ષક મુકેશભાઈ અસારીને પણ શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
શેઠ એમ. એન. હાઈસ્કૂલની આ સિદ્ધિ શાળામાં શિક્ષણ સાથે કલા, સર્જનાત્મકતા અને સર્વાંગી વિકાસને આપવામાં આવતા પ્રોત્સાહનનું ઉત્તમ ઉદાહરણ બની છે.
