ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની હાજરીમાં જીતો-અમદાવાદની નવી ટીમની શપથવિધિ.

જીતો અમદાવાદ ચેપ્ટર ના નવનિયુક્ત હોદ્દેદારોએ ‘collect, collaborate & grow’ ના સૂત્ર સાથે શપથ ગ્રહણ કર્યા.
કેપિટલ મેસેજ
Capital message
તારીખ 17 ઓક્ટોબર ને શનિવારે જેડ બેંકવેટ હોલ ખાતે જૈન ઈન્ટરનેશનલ| ટ્રેડ ઓર્ગેનાઈઝેશન જીતો-અમદાવાદની નવી ટીમનો શપથ સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા જીતો-એપેક્ષ ના ચેરમેન સંજય ડાંગી, પ્રેસિડેન્ટ હિમાંશુ શાહ, જીતો શ્રમણ આરોગ્યમ ના પ્રેસિડેન્ટ અશિત શાહ, જીતો એપેક્સના અગ્રણીઓ, શહેરની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
નવનિયુક્ત જીતો એપેક્સના પ્રેસિડેન્ટ હિમાંશુ શાહ તથા શ્રમણ આરોગ્યમ ના પ્રેસિડેન્ટ અસિત શાહ નું અભિવાદન કરવામાં આવ્યું હતું. જીતો-અમદાવાદના નવનિયુક્ત હોદેદારોમાં ચેરમેન વૈભવ શાહ, સિનિયર વાઈસ ચેરમેન પ્રવેશ મહેતા, ચેરમેન સુજલ નાણાવટી, જયેશ ધોલેરા, ઇન્દ્રેશ શાહ, ચીફ સૈક્રેટરી અમિત બાંઠીયા, તથા ટ્રેઝરર આશિષ શાહ તથા અન્ય હોદ્દેદારો ને પદનામિત કરાયા હતા. સાથે સાથે જીતો લેડીઝ વિંગના ચેરપર્સન રેણુ છાજર, જીતો યુથ વિંગના ચેરમેન જૈનિશ મહેતા એ પણ શપથ ગ્રહણ કર્યા હતા. તમામ નવ નિયુક્ત હોદેદારોને જીતો-એપેક્ષ પ્રેસિડેન્ટ હિમાંશુ શાહે શપથ લેવડાવ્યા હતા.

ચેરમેન વૈભવ શાહે જણાવ્યુ કે અમે જીતો સભ્યોને કનેક્ટ કરીશું એટલે કે એકબીજા સાથે જોડીશું જેથી તેઓ એકબીજાનો સહકાર લઈને એટલે કે કોલોબોરેટ થઈને પોતાનો અને સમાજનો વિકાસ કરશે.
શિક્ષણ ક્ષેત્રે – સમાજના વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે તે માટે વગર વ્યાજની લોન તથા હોસ્ટેલ નું નિર્માણ કરવામાં આવશે. ઉદ્યોગ ચલાવતી જૈન મહિલાઓને તેમના ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. વિવિધ ઇન્ડસ્ટ્રીઝ ની ઇન્ડસ્ટ્રીયલ મુલાકાત પણ ગોઠવવામાં આવશે

અમદાવાદમાં આવેલા જૈન સંઘો નું સંકલન કરીને જીતોના પ્રત્યેક સમાજ ઉપયોગી પ્રોજેક્ટ ની જાણકારી આપવામાં આવશે જેથી નાનામાં નાનો જૈન વ્યક્તિ જીતોની યોજનાઓનો લાભ મેળવી શકે.
આ પ્રસંગે ઉપમુખ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે બધા જ જૈનો ને એક છત્રમાં જોડતું જીતો એક સહકુટુંબ જેવું લાગે છે. તેમણે જણાવ્યું કે જીતો એ લોઅર મિડલ ક્લાસ તથા મીડલ ક્લાસ જૈનોનું વિશેષ ધ્યાન આપી તેઓને સારું ઘર, સારું શિક્ષણ મળી રહે તથા તેમની શ્રાવિકાઓનું આર્થિક સશક્તિકરણ થાય તેવા પ્રોજેક્ટ હાથ ધરવા જોઈએ.
