વરાણા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ

મુખ્યમંત્રીના ઓનલાઇન કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરાયું, આરોગ્ય સેવાઓ અંગે લોકોને અપાઈ માહિતી
કેપિટલ મેસેજ
Capital message
સમી તાલુકાના વરાણા મુકામે આજે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઓનલાઇન કાર્યક્રમ અંતર્ગત આયોજિત આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ પટેલ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિષ્ણુભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અગ્રણી બાબુજી ઠાકોર, જિલ્લા પંચાયત પાટણના શિક્ષણ સમિતિના ચેરમેન દિલીપજી કેશાજી ઠાકોર, સમી તાલુકા પ્રમુખ અનિલભાઈ હેરમા, જિલ્લા પંચાયતના આરોગ્ય ક્ષય અધિકારી ડૉ. ડી.એન. પરમાર, સમી તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. મિતલબેન ચૌધરી, સાંતલપુરના તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ઝાલા , મેડિકલ ઓફિસર ડૉ. કિરણ રાનેરા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના ઓનલાઇન લોકાર્પણ કાર્યક્રમને નિહાળવા માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા સંબંધિત કર્મચારીઓ અને પાટણના પી.આઈ.યુ.ના અધિકારીઓના સંકલનથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આયુષ્માન આરોગ્ય મંદિરને લોકાર્પણ બાદ લોકોની આરોગ્યલક્ષી સેવાઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ કેન્દ્રના માધ્યમથી સ્થાનિક લોકોને આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ બનશે. કાર્યક્રમમાં ઉપસ્થિત પદાધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા આરોગ્ય મંદિરની કામગીરી, ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ અંગે લોકોને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા આરોગ્ય ક્ષય અધિકારી ડૉ. ડી.એન. પરમાર, બાબુજી ઠાકોર, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન દિલીપજી ઠાકોર અને સમી તાલુકા પ્રમુખ અનિલભાઈ હેરમા સહિતના અગ્રણીઓએ આરોગ્ય સેવાઓના મહત્વ અંગે લોકોને માહિતગાર કર્યા હતા.
વરાણા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર શરૂ થવાથી સ્થાનિક વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી સેવાઓ મેળવવામાં સુવિધા મળશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં ગ્રામજનોની બહોળી ઉપસ્થિતિ જોવા મળી હતી.
