Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • Politics
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ અને કુલપતિ ડૉ. કિશોર સી. પોરિયાના હસ્તે પાટણના પ્રથમ ‘એન-જેન’ ડાકઘરનું લોકાર્પણ
ગુજરાત

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ અને કુલપતિ ડૉ. કિશોર સી. પોરિયાના હસ્તે પાટણના પ્રથમ ‘એન-જેન’ ડાકઘરનું લોકાર્પણ

Rajeshkumar Jadav
Last updated: October 23, 2026 1:22 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
4 Min Read
SHARE

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ અને કુલપતિ ડૉ. કિશોર સી. પોરિયાના હસ્તે પાટણના પ્રથમ ‘એન-જેન’ ડાકઘરનું લોકાર્પણ

વિદ્યાર્થીઓને આધુનિક ડાક સેવાઓ સાથે વાઇ-ફાઇ, મિની લાઇબ્રેરી અને ડિજિટલ પેમેન્ટની સુવિધા આપતું ‘એન-જેન’ ડાકઘર શરૂ

 

કેપિટલ મેસેજ 

More Read

રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સામે નગરસેવક જયાબેન ઠાકોરના આકરા પ્રહાર!
રાધનપુરમાં વયનિવૃત્ત શિક્ષક અરજણભાઈ ચૌધરીનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો
ડભોઇ પંથકની જીવાદોરી સમાન ઓરસંગ નદી શિયાળાની શરૂઆતમાં જ સૂકીભઠ
ડભોઇ સરિતા ઓવરબ્રિજ ઉતરતા જ મોતના ખાડા વારંવાર અકસ્માતો અને વાહનો સ્લીપ થતાં લોકોમાં ભારે રોષ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં

Capital message 

પાટણ જિલ્લાના શૈક્ષણિક ક્ષેત્રમાં આધુનિક ડાક સેવાઓના નવા અધ્યાયની શરૂઆત કરતાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે નવનવીનીકૃત ‘એન-જેન’ (નેક્સ્ટ-જેન) થીમ આધારિત ડાકઘરનું તા. ૨૩ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોર સી. પોરિયા અને રજિસ્ટ્રાર ડૉ. આર. એન. દેસાઈના હસ્તે શિલાપટ્ટનું અનાવરણ અને રિબીન કાપીને આ ડાકઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતનું આ સાતમું અને પાટણનું પ્રથમ ‘એન-જેન’ ડાકઘર છે, જે યુવાનોને પરંપરાગત ડાક સેવાઓની સાથે આધુનિક ટેક્નોલોજી આધારિત સુવિધાઓ પણ પૂરી પાડશે.

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાના માર્ગદર્શન હેઠળ ડાક વિભાગ દ્વારા ડાકઘરોને યુવા-કેન્દ્રિત, ટેક્નોલોજી સક્ષમ અને આધુનિક સેવા કેન્દ્રો તરીકે વિકસાવવાની પહેલ હાથ ધરવામાં આવી છે. ‘એન-જેન’ ડાકઘર પરંપરાગત ડાક સેવાઓની વિશ્વસનીયતા અને વ્યાપક પહોંચને આધુનિક સુવિધાઓ સાથે જોડે છે. આ પહેલનો હેતુ ખાસ કરીને નવી પેઢીના યુવાનો અને વિદ્યાર્થીઓને ડાક વિભાગની સેવાઓ સાથે વધુ નજીકથી જોડવાનો છે.

More Read

ડભોઇ તાલુકાના ધરમપુરી પ્રશાખા નહેરની યોગ્ય સફાઈ અને જાળવણીના અભાવે ખેડૂતોમાં રોષ
સિદ્ધપુરમાં પૂર્વ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ‘મન કી બાત’નું સામૂહિક શ્રવણ
વરાણા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ
સ્વદેશી મેળો સ્થાનિક સ્વરોજગારી કરતી મહિલાઓ માટે પ્રગતિનું નવું પગથિયું બન્યો : -સ્મિતાબેન મિસ્ત્રી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘એન-જેન’ ડાકઘરમાં વાઇ-ફાઇ, કાફેટેરિયા, મિની લાઇબ્રેરી, યુવાનોને અનુકૂળ આરામદાયક બેઠક વ્યવસ્થા તથા ઇન્ડોર ગેમ્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ માટે સ્પીડ પોસ્ટ અને પાર્સલ સેવાઓ પર ૧૦ ટકા વિશેષ છૂટ, જ્ઞાન પોસ્ટ, આંતરરાષ્ટ્રીય પાર્સલ બુકિંગ, ફિલેટલી, ડાકઘર બચત સેવાઓ, ડાક જીવન વીમા, આધાર સંબંધિત સેવાઓ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) સહિતની વિવિધ સેવાઓ પણ ઉપલબ્ધ બનશે. યુનિવર્સિટી કેમ્પસમાં સ્થાપિત આ ડાકઘર આધુનિક ડિઝાઇન, આકર્ષક વાતાવરણ અને ડિજિટલ સુવિધાઓના સમન્વયથી વિદ્યાર્થીઓ માટે વધુ સુલભ અને સુવિધાજનક બનશે.

યાદવે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં આઈઆઈટી ગાંધીનગર, આઈઆઈએમ અમદાવાદ, સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (SVNIT), સુરત, આણંદ કૃષિ યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી, ગણપત યુનિવર્સિટી, મહેસાણા અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સહિત કુલ સાત ‘એન-જેન’ ડાકઘરો શરૂ કરવામાં આવ્યાં છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોર સી. પોરિયાએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને શૈક્ષણિક વિકાસને વેગ આપવા વર્ષ ૧૯૮૬માં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. યુનિવર્સિટી કેમ્પસમાં ‘એન-જેન’ ડાકઘરની શરૂઆતથી ભારતીય ડાક વિભાગ અને શૈક્ષણિક સમુદાય વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. આધુનિક અને ટેક્નોલોજી આધારિત આ ડાકઘર વિદ્યાર્થીઓની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ સેવાઓની સુલભતા વધારવામાં ઉપયોગી સાબિત થશે.

યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. આર. એન. દેસાઈએ જણાવ્યું હતું કે, ડાક વિભાગની સેવાઓ સાથે લોકોનો વર્ષો જૂનો વિશ્વાસ અને સંબંધ જોડાયેલો છે. યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની વિવિધ પરિષદો, સેમિનારો તથા શૈક્ષણિક કાર્યક્રમો યોજાતા હોય છે. આવા કાર્યક્રમોમાં ભાગ લેવા આવતા પ્રતિનિધિઓ તેમજ વિદ્યાર્થીઓ અને સંશોધકોને શૈક્ષણિક સામગ્રી દેશ-વિદેશમાં મોકલવા માટે આ ડાકઘર અત્યંત ઉપયોગી બનશે.

More Read

શંખેશ્વર જન મંગલ સેવા ટ્રસ્ટની પોઝિટિવ પાજીએ સૌજન્ય મુલાકાત લીધી
શેઠ એમ. એન. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું કલા મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
PMના આગમન પહેલાં ડભોઈમાં સ્વચ્છતાના નામે લીંપાપોતી!
ડભોઇનું ઐતિહાસિક તળાવ ગંદકીથી ખદબદ્યું, સ્વચ્છતા અભિયાનના દાવા પોકળ

પાટણ મંડળના ડાક અધિક્ષક આર. એ. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, કર્મચારીઓ અને અન્ય લાભાર્થીઓને તેમની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ ઝડપી, સુવિધાજનક, ટેક્નોલોજી આધારિત અને આધુનિક ડાક સેવાઓ પૂરી પાડવામાં આ ડાકઘર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ પ્રસંગે ‘એન-જેન’ ડાકઘરના નવીનીકરણ અને ડિઝાઇનમાં સહયોગ આપવા બદલ પ્રો. મયૂર કુમાર બી. પ્રજાપતિ, પ્રો. અભિ શાહ, પ્રો. ભાવિક પટેલ અને પ્રો. મનીષા શર્માને પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં પાટણ મંડળના ડાક અધિક્ષક આર. એ. ગોસ્વામી, સહાયક નિયામક વી. એમ. વહોરા, સહાયક અધિક્ષક કે. બાલાસુબ્રમણ્યમ, ડાક નિરીક્ષક શાહનવાઝ ઘાંચી, નેહલ પટેલ, જીતેન્દ્ર અડાલિયા, પોસ્ટમાસ્ટર આર. એલ. પટેલ સહિત ડાક વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, યુનિવર્સિટીના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણના પ્રગતિ મેદાન ખાતે સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરાયું
Next Article GMERS હોસ્પિટલ, ધારપુર–પાટણ ખાતે વોટ્સએપ દ્વારા લેબોરેટરી રિપોર્ટ મેળવવાની સુવિધાનો પ્રારંભ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

રાધનપુરમાં શરદ પૂર્ણિમા નિમિતે શ્રી રાપરિયા હનુમાનજી મંદિરે રાસ-ગરબાની રમઝટ જામી

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

પ્રોફેસર મેમણ નઈમ અસ્લમ ગુજરાત રાજ્યના IT કન્વીનર તરીકે નિયુક્ત: ટ્રોફી આપી સન્માનિત કરાયા

ગુજરાત

GMERS હોસ્પિટલ, ધારપુર–પાટણ ખાતે વોટ્સએપ દ્વારા લેબોરેટરી રિપોર્ટ મેળવવાની સુવિધાનો પ્રારંભ

ગુજરાત

પાટણના પ્રગતિ મેદાન ખાતે સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરાયું

ગુજરાત

ડભોઈ તાલુકાના પણસોલી પાસેથી પસાર થતી વઢવાણા કેનાલમાં ઝાડી-ઝાંખરાંનું સામ્રાજ્ય

ગુજરાત

ડભોઇના કાજીવાડથી રાણા હોટલ સુધી ધૂળની ડમરીઓથી નગરજનો ત્રાહિમામ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • Politics
  • ગુજરાત
  • અકસ્માત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video