પાટણ ખાતે કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજાઈ, ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાન અંતર્ગત આગામી કાર્યક્રમો અને રોડમેપ અંગે ચર્ચા

કેપિટલ મેસેજ
Capital message
26, October, 2026
પાટણ: પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી કાર્યક્રમો અને પક્ષના ભાવિ રોડમેપ અંગે માહિતી આપવા તેમજ ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાન અંતર્ગત પાટણ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં AICC પ્રભારી શ્યામકુમાર બરવેજી (સાંસદ, લોકસભા, મહારાષ્ટ્ર) અને સુભાષિનીજી યાદવ (AICC સેક્રેટરી તથા ગુજરાત ઉત્તર ઝોન પ્રભારી) ઉપસ્થિત રહ્યાં હતાં.

પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસના આગામી કાર્યક્રમો, સંગઠનની કામગીરી અને ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાનને જન-જન સુધી પહોંચાડવા સહિતના મુદ્દાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. આ અભિયાનના માધ્યમથી લોકશાહી અને મતદારોના અધિકારોના રક્ષણ માટે કોંગ્રેસ દ્વારા હાથ ધરાનારી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મલ્લિકાર્જુન ખડગેના નિવેદન મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ભાજપ સામે લોકશાહી બચાવવા માટેની લડત ચાલુ રહેશે. તેમના નિવેદનથી રાજકીય વર્તુળોમાં આ મુદ્દે ચર્ચા વધુ તેજ બની છે.

પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલી આ પત્રકાર પરિષદમાં પક્ષની આગામી રણનીતિ અને કાર્યક્રમો અંગે ચર્ચા સાથે લોકશાહી તથા મતદારોના અધિકારોના મુદ્દાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.
Rajesh Jadav, patan
