જાગ્યા ત્યારથી સવાર…
અજાણતા થયેલી ભુલ

કેપિટલ મેસેજ ન્યુઝ
જ્યારે “ભૂલ” છે તેવું સમજાય અને ત્યારે જ તેને સુધારી લેવાની તૈયારી હોય તો કોઈ પણ માણસ સારા અને સાચા રસ્તા પર ચાલવા ક્યારેય મોડો હોતો નથી… આ ઉક્તિ ને બિલકુલ યથાર્થ સ્વરૂપ આપતા મારા બાલીસણા નાં મિત્ર છેલ્લા પાંચ વર્ષ થી બીડી, સિગારેટ, ગુટકા, મસાલા, તમાકુ નું છુટક તેમજ હોલસેલ નું વેચાણ કરતા હતાં તે તેમણે હવે બિલકુલ બંધ કરેલ છે તેમજ તેઓ પોતે તેનું સેવન પણ કરતા નથી…!!
તેમનાં આ પ્રેરણાદાયી નિર્ણય ને હું હ્રદય થી આવકારું છું અને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું….
સાચે જ…, જન જન જાગશે…,
તો “વ્યસન” સમાજમાંથી ભાગશે…
