પાટણમાં શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા ભક્તિ સાથે સેવાનો ત્રિવેણી સંગમ: 116 ગુરુવારથી અવિરત ભજનની સરવાણી

ગૌસેવાના ઉમદા હેતુ સાથે અત્યાર સુધીમાં ₹40 લાખથી વધુની રકમ ગૌશાળાઓમાં અર્પણ કરાઈ
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ શહેરમાં આધ્યાત્મિકતા અને સામાજિક સેવાનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે. શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા શરૂ કરવામાં આવેલી ભજન સત્સંગની પ્રવૃત્તિ આજે વટવૃક્ષ બનીને ઉભરી છે. ગત 22 ફેબ્રુઆરી 2024, ગુરુવારથી શરૂ થયેલું આ ભજન અભિયાન આજે સ્વર્ગીય સુશીલાબેન ભાઈલાલભાઈ ઠક્કર પરિવારના નિવાસસ્થાને 116મા ગુરુવારે પણ અવિરત ચાલુ રહ્યું છે, જેના માધ્યમથી લાખો રૂપિયાની રકમ ગૌમાતાની સેવામાં વાપરવામાં આવી રહી છે.
માત્ર ‘પાણી અને પ્રસાદ: મંડળની પ્રેરણાદાયી પહેલ
આ મંડળની સૌથી મોટી વિશેષતા એ છે કે ભજનનું આયોજન કરનાર પરિવારે કોઈ મોટો ખર્ચ કરવાનો રહેતો નથી. સર્વ સમાજના પરિવારો પોતાના ઘરે ભજન રાખી શકે છે, જેમાં યજમાન પરિવારે માત્ર પાણી, અને પ્રસાદની જ વ્યવસ્થા કરવાની હોય છે. સાઉન્ડ સિસ્ટમથી લઈને ગાયક કલાકારો સુધીની તમામ વ્યવસ્થા શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવે છે.
વિવિધ પ્રસંગોએ ભક્તિનો મહિમા ભજન સત્સંગનો સમય રાત્રે 8:30 થી 11:00 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. ભક્તો પોતાના ઘરે જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ, શ્રદ્ધાંજલિ કે સ્વજનની પુણ્યતિથિ જેવા પ્રસંગોએ આ ભજનનું આયોજન કરાવી ભક્તિમય વાતાવરણ ઉભું કરે છે.
ભક્તિના દાનથી ગૌસેવા
આ ભજન કાર્યક્રમો દરમિયાન ભક્તો દ્વારા યથાશક્તિ જે ફાળો આપવામાં આવે છે, તેનો સંપૂર્ણ ઉપયોગ ગૌમાતાની સેવામાં કરવામાં આવે છે. મંડળ દ્વારા અત્યાર સુધીમાં આશરે 40 લાખ રૂપિયા જેટલી માતબર રકમ એકત્ર કરી વિવિધ ગૌશાળાઓમાં વાપરવામાં આવી છે. આ રકમમાંથી:
ગૌશાળાઓમાં પતરાના શેડ બનાવી આપવામાં આવ્યા છે.

ગૌમાતા માટે લીલો ઘાસચારો (રજકો) અને તરબૂચની વ્યવસ્થા.
ગૌમાતાને ગોળ ખવડાવવા જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
આ ભજનસત્સંગના કાર્યક્રમમાં ખ્યતનામ કલાકારો પણ પોતાની વાણીનો લાભ આપવા આવે છે જેમાં હાસ્યકલાકાર અશોક રાજ, અવધેશ મહેતા, રસ્મિકાંત મહારાજ, પિયુષભાઈ મહારાજ,નયના પ્રજાપતિ, તબલાવાદક વિમલ જેવા વિવિદ્ય કલાકારો પોતાની કલા નિઃશુલ્ક સેવાના ભાવથી કલા પીરશે છે.
પાટણ જિલ્લામાં નિયમિત રીતે ચાલતા આ સત્સંગ અભિયાને શ્રદ્ધાળુઓમાં ભારે આકર્ષણ જમાવ્યું છે અને ગૌસેવાના આ ભગીરથ કાર્યની સમગ્ર પંથ
કમાં પ્રશંસા થઈ રહી છે.
