કરોડોના ખર્ચે બનેલા સરિતા ઓવરબ્રિજ પર ‘અંધારપટ’,

ડભોઇ કરોડોના ખર્ચે બનેલા સરિતા ઓવરબ્રિજ પર ‘અંધારપટ’, 200થી વધુ સોલાર લાઈટો શોભાના ગાંઠિયા સમાન
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઇ શહેરના વ્યસ્ત ગણાતા સરિતા ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયે ઘણો સમય વીતી ગયો છે, પરંતુ બ્રિજ પર લગાવવામાં આવેલી આધુનિક સોલાર લાઈટો હજુ સુધી ચાલુ ન થતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રશાસનની ઘોર બેદરકારીને કારણે રાત્રિના સમયે આ મુખ્ય માર્ગ અંધારામાં ગરકાવ રહે છે, જેને લીધે અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે.
મુખ્ય સમસ્યાઓ અને વિગતો 200થી વધુ સોલાર લાઈટો બંધ: છેલ્લા છ મહિનાથી બ્રિજની ઉપર અને નીચે આશરે 200થી વધુ સોલાર લાઈટો લગાવી દેવામાં આવી છે. તમામ ટેકનિકલ કામગીરી પૂર્ણ હોવા છતાં, અધિકારીઓ કયા કારણોસર આ લાઈટો ચાલુ નથી કરી રહ્યા તે એક મોટો પ્રશ્ન છે.

ટૂરિસ્ટ હબ હોવા છતાં હાલાકી: આ માર્ગ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજપીપળા, પોઈચા, કરનાળી, ચાણોદ અને શિનોર જેવા મહત્વના ધાર્મિક અને પ્રવાસી સ્થળોને જોડે છે પ્રવાસીઓની સુરક્ષા સામે સવાલ: રોજેરોજ હજારોની સંખ્યામાં બહારથી આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ આ માર્ગનો ઉપયોગ કરે છે રાત્રિના સમયે અંધારું હોવાને કારણે પરપ્રાંતિય પ્રવાસીઓને રસ્તો શોધવામાં અને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડે છેસ્થાનિકોમાં આક્રોશ: નગરજનોનું કહેવું છે કે જો લાઈટો તૈયાર છે, તો પછી તેને ચાલુ કરવામાં વિલંબ કેમ? સરકારી તંત્રની આ ‘કાચબા ગતિ’ને કારણે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
અધિકારીઓ ક્યારે જાગશે તંત્રની આવી આળસને કારણે માત્ર ટ્રાફિકની સમસ્યા જ નહીં, પણ રાત્રિના સમયે અસામાજિક તત્વોનો ભય પણ વધી શકે છે. હવે જોવું રહ્યું કે તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી ક્યારે જાગે છે અને ક્યારે આ 200 સોલાર લાઈટોથી ઓવરબ્રિજ ઝળહળી ઉઠે છેબ્રિજ તૈયાર છે, લાઈટો પણ લાગી ગઈ છે, બસ અધિકારીઓની ‘ઇચ્છાશક્તિ’નો જ પ્રકાશ ખૂટે છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
