પુરાતત્વ વિભાગે પાટણ વિકાસ પરિષદના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી

પાટણ વિકાસ પરિષદઅને સાંસ્કૃતિક મંડળ, પાટણ ના પ્રતીનિધીઓ દ્વારા નિયામક, પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ, ગાંધીનગર ની આજે ખાસ મુલાકાત લેવામાં આવી હતી.
કેપિટલ મેસેજ
Capital message
ઐતિહાસીક નગરી પાટણની બાર દરવાજા અને તેરમી બારી ધરાવતાં કિલ્લાની દેખરેખ અને સંવર્ધન સંદર્ભે ખાસ ચર્ચા પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર ડૉ. પંકજ શર્મા સાથે મુક્ત મને કરવામાં આવી હતી. તાજેતરમા ૨૨મીજુને વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી. મુકેશભાઈ શર્માએ પાટણની મુલાકાત લઈ ને કિલ્લાના પાંચેય દરવાજા જે ગુજરાત સરકારના તાબા હેઠળ આવતાં હતાં તેના સમારકામની ખાતરી આપી હતી. આ ખાતરીના ઉપક્રમે પાટણ વિકાસ પરિષદના પ્રમુખ દેવજીભાઈ પરમાર, મંત્રી.હર્ષદભાઈ ખમાર અને સાંસ્કૃતિક મંડળના સભ્ય ડૉ. આશુતોષ પાઠક અને મહાસુખભાઈ મોદીએ પુરાતત્વ વિભાગ પાસે થી કામની ઉઘરાણી કરી હતી જેને અનુ લક્ષીને આજે વિભાગે બંન્ને સંસ્થાના ઉપરોક્ત પદાધિકારીઓને ગાંધીનગર આમંત્રીત કરીને કન્ઝર્વેશન આર્કિટેક્ટ ભાવેશ પટેલ દ્વારા કરવામાં આવેલ કામનું પ્રેઝન્ટેશન કરાવીને આગામી આયોજન કેવી રીતે આગળ ધપશે તેનાથી અવગત કરાવ્યાં હતાં. વિભાગના ડાયરેક્ટર ડૉ.પંકજ શર્મા એ બાંહેધરી આપી હતી કે આવનાર દિવાળીના પર્વ સુધીમાં પ્રોજેક્ટ રિપોર્ટ, ટેન્ડરીંગની તમામ પ્રક્રિયા પુર્ણ કરાવીને પાંચેય દરવાજાનું સમારકામ તેમજ દરવાજા અને કિલ્લાનાં સૌંદર્ય કરણનુ કામ હાથ ધરવામાં આવશે અને એકાદ વર્ષ માં પાંચેય દરવાજા જેમા બગવાડા દરવાજા, ત્રણ દરવાજા, ફાટીપાળ દરવાજા, અઘારા દરવાજા, છીંડીયા દરવાજાનું સમારકામ પુર્ણ કરવામાં આવશે. આમ પાટણના ઇતિહાસ નું સંવર્ધન અને સંરક્ષણના કાર્ય ની રજુઆત જે પાટણ વિકાસ મંડળ અને સાંસ્કૃતિક મંડળની કરવામાં આવેલ તેના હકારાત્મક પરિણામ મળી રહ્યાં
છે.
