સમી કિશાન મોરચા બેઠક: સ્થાનિક ચૂંટણી જીત માટે રણનીતિ તૈયાર

કેપિટલ મેસેજ, ન્યુઝ
આજ રોજ સમી તાલુકા ખાતે ભારતીય જનતા પાર્ટી કિશાન મોરચાની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી જીતનો મજબૂત અભિગમ અપનાવવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન કિશાન મોરચાના કાર્યકરોને સંગઠન મજબૂત બનાવવા તથા ગામ સ્તરે વધુ સક્રિય બનવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને કિશાન સંયોજકોની નિમણૂક અને તેમની જવાબદારીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત “ખાટલા બેઠક” યોજીને ખેડૂતો અને ગ્રામજનોથી સીધો સંપર્ક સાધવાનો અને તેમની સમસ્યાઓને સમજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા ભાજપને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ મજબૂતી મળશે અને આવનારી ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરવામાં સહાય મળશે.
બેઠકમાં તાલુકાના અગ્રણીઓ, કિશાન મોરચાના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ: રાજેશ જાદવ, પાટણ
