ડભોઈ-કરજણ હાઈવે થરવાસા ઓવરબ્રિજ પર અકસ્માતનું જોખમ રેડિયમ અને સફેદ પટ્ટા ગાયબ થતા વાહનચાલકો પરેશાન અધિકારીઓની ઘોર બેદરકારી:

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
રાત્રિના સમયે બ્રિજ ઉતરતી વખતે વાહનચાલકો માટેમોતનો કૂવો બનતો ઓવરબ્રિજ ડભોઈથી કરજણને જોડતા મુખ્ય રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા થરવાસા ગામ પાસેનો રેલવે ઓવરબ્રિજ હાલ વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે આ બ્રિજ પરથી રોડ સેફ્ટી માટેના અત્યંત જરૂરી એવા રેડિયમ લાઈન અને સફેદ પટ્ટા સંપૂર્ણપણે ગાયબ થઈ ગયા છે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ હાઈવે) ના અધિકારીઓની નિષ્કાળજીને કારણે હજારો વાહનચાલકોનો જીવ જોખમમાં મુકાયો છે.
મુખ્ય સમસ્યાઓ અને વાહનચાલકોની હાલાકી દ્રશ્યતાનો અભાવ: રાત્રિના સમયે બ્રિજ પર અંધારું હોય છે અને રસ્તાની ધાર બતાવતા સફેદ પટ્ટા કે રેડિયમ ન હોવાથી વાહનચાલકોને બ્રિજ ક્યાંથી ઉતરે છે તેનો અંદાજ આવતો નથી સામસામે અકસ્માતનો ભય પટ્ટાના અભાવે વાહનો પોતાની લેન જાળવી શકતા નથી. જેને કારણે બ્રિજ ઉતરતી વખતે વાહનો સામસામે આવી જવાની અને ગમખ્વાર અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છેભારે ટ્રાફિક: ડભોઈ-કરજણ રોડ મુખ્ય ઔદ્યોગિક અને ગ્રામ્ય જોડાણ ધરાવતો માર્ગ હોવાથી અહીંથી રોજના હજારો નાના-મોટા વાહનો પસાર થાય છે.સરકારની કામગીરી સામે સવાલો

એક તરફ ગુજરાત સરકાર રાજ્યભરમાં હાઈવે અને ઓવરબ્રિજનું જાળ ઝડપથી બિછાવી રહી છે અને માર્ગ સલામતીના બણગા ફૂંકે છે, ત્યારે બીજી તરફ ડભોઈના થરવાસા પાસેનો આ બ્રિજ તંત્રની પોકળ વાતોની ચાડી ખાય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બ્રિજ પરના પટ્ટા ભૂંસાઈ ગયા હોવા છતાં અધિકારીઓ દ્વારા તેની દરકાર લેવામાં આવતી નથી વાહનચાલકો અને થરવાસા ગામના લોકોની માંગ છે કે કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોયા વગર, સ્ટેટ હાઈવેના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને તાત્કાલિક ધોરણે બ્રિજની બંને બાજુ અને વચ્ચે નવા રેડિયમ પટ્ટા લગાવવામાં આવે વળાંકો અને બ્રિજ ઉતરતી વખતે દેખાય તેવા રિફ્લેક્ટર્સ (બિલાડીની આંખ) બેસાડવામાં આવે.સફેદ ઝીબ્રા લાઈન અને લેન માર્કિંગ ફરીથી કરવામાં આવે.
જો વહેલી તકે આ કામગીરી કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં અહીં થનારા અકસ્માતોની જવાબદારી જે-તે વિભાગના જવાબદાર અધિકારીઓની રહેશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
