પાટણ જીલ્લા કિશાન મોરચાની બેઠકમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે વિજય સંકલ્પ

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ: પાટણ જીલ્લા કિશાન મોરચાની મહત્વપૂર્ણ બેઠક આજ રોજ હારીજ ખાતે અંબિકા જીનિંગમાં યોજાઈ હતી. આ બેઠકમાં પાટણ જીલ્લા કિશાન મોરચાના પ્રમુખ અશ્વિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં તેમજ કિસાન મોરચાના પ્રમુખ રતુજી ઠાકોરના અધ્યક્ષસ્થાને હારીજ તાલુકા અને શહેરની સંયુક્ત બેઠક મળી હતી.
બેઠક દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી વિજય સંકલ્પ લેવાયો હતો. ઉપરાંત આગામી કાર્યક્રમોની રૂપરેખા ઘડવામાં આવી અને ગ્રામ કિશાન સંયોજકોની નિમણૂક પણ કરવામાં આવી.

સભામાં ઉપસ્થિત કાર્યકરો દ્વારા ભારતીય જનતા પાર્ટીનો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજય સુનિશ્ચિત કરવા માટે એકમતથી સંકલ્પ લેવાયો હતો. સમગ્ર બેઠકમાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને સંગઠન પ્રત્યે સમર્પણનો માહોલ જોવા મળ્યો હતો.
રિપોર્ટ: રાજેશ જાદવ, પાટણ
